Psalms 8
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.
પ્રભુમહિમા અને માનવગૌરવ
મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તીથ. દાઉદનું ગીત.
1હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વી પર તમારું નામ કેવું ભવ્ય છે!
તમે આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે.
2તમારા શત્રુઓને કારણે,
તમે બાળકોને તથા દૂધ પીતાં બાળકોને મુખે તમારો મહિમા પ્રગટ કર્યો છે કે,
શત્રુને તથા વેરીને તમે શાંત પાડો.
3આકાશો, જે તમારા હાથનાં કૃત્યો છે,
ચંદ્ર તથા તારાઓ, જેઓને તમે ઠરાવ્યા છે, તેઓ વિષે હું જ્યારે વિચાર કરું છું,
4ત્યારે હું કહું છું કે, માણસ તે કોણ છે કે, તમે તેનું સ્મરણ કરો છો?
અને મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની મુલાકાત લો છો?
5કારણ કે તમે તેને ઈશ્વર કરતાં થોડો જ ઊતરતો બનાવ્યો છે
અને તમે તેના માથા પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે.
6તમારા હાથનાં કામ પર તમે તેને અધિકાર આપ્યો છે;
તેના પગ નીચે તમે બધું મૂક્યું છે:
7સર્વ ઘેટાં અને બળદો
અને વન્ય પશુઓ,
8આકાશના પક્ષીઓ તથા સમુદ્રનાં માછલાં,
હા, સમુદ્રના રસ્તામાંથી જે પસાર થાય છે તે બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે.
9હે યહોવાહ, અમારા પ્રભુ,
આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ભવ્ય છે!
Did you know?
God's Glory and Human Dignity
- Psalm 8 forms a literary frame known as an inclusio, beginning and ending with the identical declaration: 'O LORD, our Lord, how majestic is Your name in all the earth!'Sources: the Bible text itself
- The psalm reflects specifically on a nocturnal sky, mentioning the moon and the stars rather than the sun, highlighting the contrast between the vastness of the heavens and human frailty.Sources: the Bible text itself
- Despite human insignificance compared to the cosmos, the text describes humanity as crowned with glory and given stewardship over domestic herds, wild beasts, birds, and sea creatures.Sources: the Bible text itself
Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.
Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Source: http://ebible.org/guj2017/ · eBible.org