Nations Bible

Psalms 9

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.

પ્રભુના અદલ ઇનસાફ માટે સ્તુતિગાન

મુખ્ય ગવૈયાને માટે; રાગ મુથ-લાબ્બેન. દાઉદનું ગીત.

1હું મારા સંપૂર્ણ હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ;

હું તમારાં સર્વ આશ્ચર્યકારક કૃત્યો જાહેર કરીશ.

2હું તમારામાં આનંદ પામીશ તથા ઉલ્લાસ કરીશ;

હે પરાત્પર ઈશ્વર, હું તમારા નામનું સ્તોત્ર ગાઈશ.

3જ્યારે મારા શત્રુઓ પાછા ફરે છે,

ત્યારે તમારી આગળ તેઓ ઠોકર ખાઈને નાશ પામે છે.

4કેમ કે તમે મારો હક તથા દાવો સિદ્ધ કર્યો છે;

ન્યાયાસન પર બેસીને તમે સાચો ન્યાય કર્યો છે.

5તમે વિદેશીઓને ધમકાવ્યા છે,

તમે દુષ્ટોનો નાશ કર્યો છે;

તમે તેઓનું નામ સદાને માટે ભૂંસી નાખ્યું છે.

6શત્રુઓનો ખંડેરોની જેમ અંત આવશે

તેઓ હંમેશને માટે નાશ પામ્યા છે.

જે નગરો તમે પાયમાલ કર્યાં છે, તેમનું સ્મરણ પણ રહ્યું નથી.

7પણ યહોવાહ સદાકાળ રાજ કરશે;

તેમણે ન્યાય કરવાને માટે પોતાનું આસન તૈયાર કર્યું છે.

8તે ન્યાયીપણાથી જગતનો ન્યાય કરશે.

તે લોકોનો અદલ ઇનસાફ કરશે.

9વળી યહોવાહ હેરાન થયેલા લોકોને કિલ્લારૂપ થશે,

તે સર્વ સંકટસમયે ગઢ થશે.

10જેઓ તમારું નામ જાણે છે, તેઓ તમારા પર ભરોસો રાખશે,

કારણ કે, હે યહોવાહ, તમે તમારા શોધનારને તરછોડ્યા નથી.

11સિયોનના અધિકારી યહોવાહનાં સ્તુતિગાન ગાઓ;

લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો.

12કેમ કે લોહીનો બદલો માગનાર ગરીબોનું સ્મરણ રાખે છે;

તે તેમની અરજ ભૂલી જતા નથી.

13હે યહોવાહ, મારા પર દયા કરો; મોતના દ્વારથી મને ઉઠાડનાર,

મારો દ્વ્રેષ કરનાર મને દુ:ખ દે છે, તે તમે જુઓ.

14સિયોનની દીકરીના દરવાજાઓમાં

હું તમારાં પૂરેપૂરાં વખાણ કરું

હું તમારા ઉદ્ધારમાં હર્ષ પામીશ.

15પોતે ખોદેલા ખાડામાં વિદેશીઓ પડ્યા છે;

પોતે સંતાડી રાખેલા જાળમાં તેઓના પોતાના પગ સપડાયા છે.

16યહોવાહે પોતે પોતાની ઓળખાણ આપી છે; તેમણે ન્યાય કર્યો છે;

દુષ્ટો પોતાના હાથના કામમાં પોતે ફસાઈ ગયા છે. સેલાહ

17દુષ્ટો, એટલે ઈશ્વરને ભૂલનાર

સર્વ લોકો શેઓલમાં જશે.

18કેમ કે દરિદ્રીને હંમેશા ભૂલી જવામાં આવશે નહિ,

ગરીબોની આશા હંમેશ માટે નિષ્ફળ જશે નહિ.

19હે યહોવાહ, ઊઠો; માણસને અમારા પર વિજયી ન થવા દો;

તમારી સમક્ષ રાષ્ટ્રોનો ન્યાય થાય.

20હે યહોવાહ, તેઓને ભયભીત કરો;

જેથી રાષ્ટ્રો જાણે કે તેઓ માણસો જ છે. સેલાહ.

Did you know?

Praise for Divine Justice and Refuge

  • The psalm mentions God dwelling in Zion and praises sung within the gates of Daughter Zion. Historically, Zion was the south-eastern hill of Jerusalem that David captured from the Jebusites to build his citadel and palace, making it known as the City of David.Sources: the Bible text itself · Zion
  • The opening dedication assigns the psalm to the choirmaster set to a tune called 'The Death of the Son.' It also preserves ancient musical or liturgical terms such as 'Higgaion' and 'Selah,' which likely indicated musical interludes or reflective pauses for the community.Sources: the Bible text itself
  • Verses 15 and 16 use the imagery of hunting pits and concealed nets to illustrate divine justice, describing how the hostile nations are ensnared by the very traps and devices they prepared for others.Sources: the Bible text itself

Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.

Places in this chapter

  • Zion · Today: Jerusalem · 31.777, 35.234 · verses 11, 14

Only places identified with high confidence are shown (90% or more according to the scholarly sources compiled by OpenBible). Period map: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; modern map: © OpenStreetMap contributors; places: OpenBible.info (CC BY 4.0).

Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Source: http://ebible.org/guj2017/ · eBible.org

Talk to us

Tell us where you read from, how the Bible has helped you, or what we could improve. We read every message.