Nations Bible

Psalms 7

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.

દાઉદનું શિગ્ગાયોન, જે તેણે બિન્યામીન કૂશના શબ્દો વિષે યહોવાહની આગળ ગાયું.

1હે યહોવાહ મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું!

જે સઘળા મારી પાછળ પડે છે, તેઓથી મને બચાવીને છોડાવો.

2રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે,

મને છોડાવનાર કોઈ મળે નહિ.

3હે મારા ઈશ્વર યહોવાહ, મારા દુશ્મનોએ જે કર્યું તે મેં કદી કર્યું નથી;

મારા હાથમાં કંઈ બૂરાઈ નથી.

4મારી સાથે શાંતિમાં રહેનારનું મેં કદી ખોટું કર્યું નથી,

વગર કારણે જે મારો શત્રુ હતો તેને મેં છોડાવ્યો છે.

5જો હું સત્ય નથી કહેતો, તો ભલે મારા શત્રુઓ મને પકડીને મારો નાશ કરે;

મારા જીવને છૂંદીને જમીનદોસ્ત કરે

અને મારું માન ધૂળમાં મેળવી દે. સેલાહ

6હે યહોવાહ, તમે કોપ કરીને ઊઠો;

મારા શત્રુઓના ક્રોધની સામે ઊભા થાઓ;

મારા માટે જાગૃત થાઓ અને એ ન્યાયી નિયમોનું પાલન કરો કે જેને માટે તમે તેઓને માટે આજ્ઞા આપી છે.

7દેશોની પ્રજા તમારી આસપાસ એકત્ર થાય;

તમારા રાજ્યાસન પર તમે ઉચ્ચસ્થાને પાછા પધારો.

8યહોવાહ લોકોનો ન્યાય કરે છે;

હે યહોવાહ, મારા ન્યાયીપણા પ્રમાણે તથા મારામાં જે પ્રામાણિકપણું છે, તે પ્રમાણે મારો ન્યાય કરો.

9દુષ્ટ લોકોનાં દુષ્ટ કાર્યોનો અંત લાવો, પણ ન્યાયી લોકોને સ્થાપન કરો,

ન્યાયી ઈશ્વર, હૃદયોને તથા મનને પારખનાર છે.

10મારી ઢાલ ઈશ્વર છે,

તે ઇમાનદાર હૃદયવાળાને બચાવે છે.

11ઈશ્વર ન્યાયી ન્યાયાધીશ છે,

ઈશ્વર દરરોજ દુષ્ટો પર કોપાયમાન થાય છે.

12જો માણસ પાપથી પાછો ન કરે, તો ઈશ્વર તેમની તલવાર તીક્ષ્ણ કરશે

તેમણે પોતાના ધનુષ્યને તાણીને તૈયાર રાખ્યું છે.

13તેમણે તેને માટે કાતિલ હથિયાર સજ્જ કર્યાં છે;

અને પોતાનાં બાણને બળતાં કરે છે.

14તે ભૂંડાઈથી કષ્ટાય છે,

તેણે ઉપદ્રવનો ગર્ભ ધર્યો છે, જે જૂઠને જન્મ આપ્યો છે.

15તેણે ખાડો ખોદ્યો છે

અને જે ખાઈ તેણે ખોદી, તેમાં તે પોતે પડ્યો છે.

16તેનો ઉપદ્રવ તેના પોતાના શિર પર આવશે,

કેમ કે તેનો બળાત્કાર તેના પોતાના માથા પર પડશે.

17હું યહોવાહના ન્યાયપણાને લીધે તેમનો આભાર માનીશ;

હું પરાત્પર યહોવાહના નામનું સ્તોત્ર ગાઈશ.

Artistic illustration — an interpretation, not a historical record.

Did you know?

Psalm 7: An Appeal to the Righteous Judge

  • The psalm opens with the title 'A Shiggaion of David,' sung concerning 'the words of Cush, a Benjamite,' an individual mentioned only in this superscription in the context of hostile accusations.Sources: the Bible text itself
  • The psalmist uses a formal oath of innocence, declaring that if he has wronged an ally or plundered an enemy without cause, he accepts being overtaken and trampled by his pursuers.Sources: the Bible text itself
  • The text portrays divine justice through the metaphor of retributive recoil, where the wicked person digs a pit only to fall into it, and their own violence falls back upon their head.Sources: the Bible text itself

Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.

Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Source: http://ebible.org/guj2017/ · eBible.org

Talk to us

Tell us where you read from, how the Bible has helped you, or what we could improve. We read every message.