Nations Bible

Salmos 85

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.

દેશ માટે પ્રાર્થના

મુખ્ય ગવૈયાને માટે. કોરાના દીકરાઓનું ગીત.

1હે યહોવાહ, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે. અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.

2તમારા લોકોનાં પાપો તમે માફ કર્યા છે; અને તમે તેઓનાં બધાં પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે.

3તેથી હવે તમારા કોપનો;

ભસ્મ કરનારા ક્રોધનો અંત આવ્યો છે.

4હે મારા ઈશ્વર, અમારા ઉદ્ધારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો. જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધિત ન થવું પડે.

5શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશો?

6શું તમે અમને ફરી પુનર્જીવિત નહિ કરો?

ત્યારે તમારા લોકો તમારામાં આનંદ કરશે.

7તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો. અને યહોવાહ અમારો ઉદ્ધાર કરો.

8યહોવાહ ઈશ્વર જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળું છું,

કેમ કે તે પોતાના લોકોની સાથે તથા તેમના વફાદાર અનુયાયીઓની સાથે શાંતિથી વર્તે.

પરંતુ તેઓ મૂર્ખાઈ તરફ પાછા ફરી ન જાય.

9જેઓ તેમનો ભય રાખે છે તેઓનો ઈશ્વર ઉદ્ધાર કરે છે;

બહુ જલદી અમારી ભૂમિ પર અમે માનપૂર્વક રહીશું.

10કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે;

ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે.

11પૃથ્વીમાંથી સત્ય ઉપર ઊંચે જાય છે.

અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે.

12હા, યહોવાહ સારા આશીર્વાદ આપશે;

અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે.

13તેમનું ન્યાયીપણું આગળ ચાલશે,

અને તેમનાં પગલાં આપણે માટે માર્ગ તૈયાર કરે છે.

Ilustración artística: una interpretación, no un registro histórico.

¿Sabías que…?

Un Clamor por Restauración y Paz

  • El encabezado atribuye esta composición a los hijos de Coré, descendientes del levita que encabezó una rebelión contra Moisés y Aarón en el desierto.Fuentes: el propio texto bíblico · Korah (Levite)
  • El salmo recuerda cómo Dios restauró a Jacob del cautiverio y perdonó los pecados del pueblo, usando el nombre del hijo de Isaac, Jacob, para referirse a la nación.Fuentes: el propio texto bíblico · Jacob (Israel)
  • En una célebre imagen poética, el salmista personifica virtudes divinas, describiendo cómo el amor leal y la fidelidad se encuentran, y la justicia y la paz se besan mientras la tierra rinde sus frutos.Fuentes: el propio texto bíblico

Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.

Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fuente: http://ebible.org/guj2017/ · eBible.org

Habla con nosotros

Cuéntanos desde dónde lees, cómo te ha ayudado la Biblia o qué podemos mejorar. Leemos todos los mensajes.