Salmos 84
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.
તમારા નિવાસસ્થાન કેવું મનોહર છે!
મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તિથ. કોરાના દીકરાઓનું ગીત.
1હે સૈન્યોના યહોવાહ,
તમારું નિવાસસ્થાન કેવું મનોહર છે!
2મારો આત્મા યહોવાહના આંગણાની અભિલાષા રાખે છે;
જીવતા જાગતા ઈશ્વર માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.
3ચકલીઓને ઘર મળ્યું છે
અને અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માટે માળો મળ્યો છે
એટલે તમારી વેદીઓ આગળ, હે સૈન્યોના યહોવાહ,
મારા રાજા તથા મારા ઈશ્વર.
4તમારા ઘરમાં રહેનારાઓ આશીર્વાદિત છે;
તેઓ સદા તમારાં સ્તુતિગાન ગાશે. સેલાહ
5જે માણસનું સામર્થ્ય તમારામાં છે,
જેઓનાં હૃદય સિયોનના માર્ગો ધ્યાનમાં રાખે છે, તેઓ આશીર્વાદિત છે.
6રુદનના નીચાણને ઓળંગતા તેઓ તેને ઝરાની જગ્યા બનાવે છે.
પ્રથમ વરસાદ તેને આશીર્વાદથી ભરપૂર કરશે.
7તેઓ વધારે અને વધારે સામર્થ્યવાન થતાં જાય છે;
તેઓમાંનો દરેક જણ સિયોનમાં ઈશ્વરની સમક્ષ હાજર થાય છે.
8હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો;
હે યાકૂબના ઈશ્વર, હું જે પ્રાર્થના કરું, તે પર ધ્યાન આપો! સેલાહ
9હે ઈશ્વર, અમારી ઢાલને જુઓ;
તમારા અભિષિક્ત માટે કાળજી રાખો.
10કારણ કે હજાર દિવસ કરતાં તમારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે.
દુષ્ટોના તંબુમાં રહેવું તે કરતાં મારા ઈશ્વરના ઘરના દરવાન થવું, તે મને વધારે પસંદ છે.
11કારણ કે યહોવાહ ઈશ્વર આપણા સૂર્ય તથા ઢાલ છે;
યહોવાહ કૃપા તથા ગૌરવ આપશે;
ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ.
12હે સૈન્યોના યહોવાહ,
જે માણસ તમારા પર ભરોસો રાખે છે તે આશીર્વાદિત છે.

¿Sabías que…?
El anhelo por la casa de Dios
- El "valle de Baca" mencionado en el versículo 6 se traduce figurada o literalmente como "valle de llanto" o de balsameros. Probablemente alude a un valle árido por el que cruzaban los peregrinos en su camino hacia el santuario en Jerusalén.Fuentes: Valley of Baca · el propio texto bíblico
- El monte Sion era una colina prominente de Jerusalén rodeada por valles profundos, donde se encontraban la ciudad de David y el santuario. El salmo describe a los peregrinos marchando de fuerza en fuerza hasta presentarse ante Dios en Sion.Fuentes: Zion · el propio texto bíblico
- El salmista expresa un hondo anhelo por el templo, observando cómo incluso gorriones y golondrinas hallan nidos cerca de los altares. Servir en el umbral de la casa de Dios se considera infinitamente mejor que habitar entre los impíos.Fuentes: el propio texto bíblico
Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.
Lugares de este capítulo
Solo aparecen lugares identificados con alta confianza (90 % o más según las fuentes académicas reunidas por OpenBible). Mapa de la época: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; mapa actual: © colaboradores de OpenStreetMap; lugares: OpenBible.info (CC BY 4.0).
Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Fuente: http://ebible.org/guj2017/ · eBible.org