Nations Bible

Salmos 74

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.

રાષ્ટ્રની મુક્તિ માટે પ્રાર્થના

આસાફનું માસ્કીલ.

1હે ઈશ્વર, તમે અમને સદાને માટે કેમ તજી દીધા છે?

તમારા ચારાનાં ઘેટાં વિરુદ્ધ તમારો કોપનો ધુમાડો કેમ ચઢે છે?

2પુરાતન સમયમાં તમે લોકોને પસંદ કરીને ખરીદ્યા હતા,

જેને તમે તમારા વતનનો વારસો થવાને છોડાવ્યા છે તેઓનું સ્મરણ કરો;

અને સિયોન પર્વત, જ્યાં તમે રહો છો તેનું સ્મરણ કરો.

3આવો અને આ ખંડિયેર તરફ નજર કરો,

તમારા પવિત્રસ્થાનમાં શત્રુઓએ ઘણું નુકસાન કર્યું છે, તે જુઓ.

4તમારા પવિત્રસ્થાનમાં તમારા શત્રુઓએ બુમરાણ કરી મૂકી છે;

તેઓએ પોતાના ઝંડા ઊભા કર્યા છે.

5જંગલનાં વૃક્ષો પર કુહાડા

ઉગામનારાઓના જેવા તેઓ માલૂમ પડ્યા.

6તેઓ કુહાડી તથા હથોડાથી

તેનું તમામ નકશીદાર કામ તોડી નાખે છે.

7તેઓએ તમારા પવિત્રસ્થાનને આગ લગાડી છે;

તેઓએ તમારું નિવાસસ્થાન ભ્રષ્ટ કરીને ધૂળમાં મેળવી દીધું છે.

8તેઓએ પોતાના હૃદયોમાં કહ્યું, “આપણે તે સર્વનો નાશ કરીશું.”

તેઓએ દેશમાંના બધાં સભાસ્થાનોને બાળી મૂક્યાં છે.

9અમે ઈશ્વર તરફથી એક પણ ચમત્કાર કે ચિહ્નો જોઈ શકતા નથી;

ત્યાં કોઈ પ્રબોધક નથી

અને આવું ક્યાં સુધી ચાલશે તે જાણનાર અમારામાં કોઈ નથી.

10હે ઈશ્વર, ક્યાં સુધી અમારા શત્રુઓ તમારા નામનું અપમાન કરશે?

શું શત્રુ હંમેશાં તમારા નામની નિંદા કરશે?

11તમે તમારો હાથ, હા, તમારો જમણો હાથ, કેમ પાછો ખેંચો છો?

તમારા ઉરમાંથી તમારો જમણો હાથ બહાર લાવીને તેઓનો નાશ કરો.

12તોપણ પુરાતન કાળથી, ઈશ્વર મારા રાજા છે,

પૃથ્વી પર ઉદ્ધાર કરનાર તે જ છે.

13તમે તમારા મહાન પરાક્રમ વડે રાતા સમુદ્રના બે ભાગ પાડ્યા;

વળી તમે પાણીમાં મહા અજગરનો માથાં ફોડી નાખ્યાં.

14તમે મહા મગરમચ્છનાં માથાના કકડેકકડા કરી નાખ્યા;

તમે તેને અરણ્યમાં રહેતા લોકોને ખાવાને આપ્યો.

15ઝરાઓ તથા નાળાંઓમાં તમે રસ્તા પાડ્યા;

તમે નિરંતર વહેતી નદીઓને સૂકવી નાખી.

16દિવસ તમારો છે અને રાત પણ તમારી છે;

તમે સૂર્ય તથા ચંદ્રને તેની જગ્યાએ સ્થિર કર્યા છે.

17તમે પૃથ્વીની સીમાઓ સ્થાપન કરી છે;

તમે ઉનાળો તથા શિયાળો ઠરાવ્યા.

18હે યહોવાહ, શત્રુઓ તમારી મશ્કરી કરે છે

અને મૂર્ખ લોકો તમારા નામની નિંદા કરે છે, તેનું સ્મરણ કરો.

19તમારા કબૂતરનો જીવ હિંસક પશુઓનાં હાથમાં જવા દેશો નહિ;

તમારા પીડિત લોકોને સદાને માટે ભૂલી જશો નહિ.

20તમે કરેલા કરારનું સ્મરણ કરો,

કેમ કે પૃથ્વીના અધર્મરૂપી અંધકારવાળા ભાગો બળાત્કારથી ભરપૂર છે.

21દુ:ખી લોકોને બદનામ કરીને પાછા હઠાવતા નહિ;

દરિદ્રીઓ અને લાચારો તમારા નામનું સ્તવન કરે.

22હે ઈશ્વર, તમે ઊઠો તમારા પોતાના પક્ષની હિમાયત કરો;

મૂર્ખ માણસો આખો દિવસ તમારું અપમાન કરે છે, તે યાદ કરો.

23તમારા શત્રુઓની વાણી અને તમારી વિરુદ્ધ બંડ ઉઠાવનારાઓનો ઘોંઘાટ,

નિત્ય ઊંચો ચઢે છે, તે તમે વીસરશો નહિ.

Ilustración artística: una interpretación, no un registro histórico.

¿Sabías que…?

Lamento por el santuario destruido

  • Los Salmos 73 al 83 se atribuyen a Asaf, un músico levita y director del coro de David. Puesto que el Salmo 74 lamenta el incendio y la destrucción total del santuario, muchos eruditos lo asocian con los posteriores "hijos de Asaf", un gremio de poetas y cantores que continuaron su tradición.Fuentes: Asaph (Levite) · el propio texto bíblico
  • El salmo apela a Dios para que recuerde el monte Sion, una prominente colina de Jerusalén donde David estableció su ciudadela y donde se alzaba el santuario como morada del nombre divino.Fuentes: Mount Zion · el propio texto bíblico
  • La destrucción del santuario se describe de manera gráfica con la metáfora de leñadores talando un bosque, con invasores destrozando las tallas de madera con hachas y picos antes de quemar por completo el lugar sagrado.Fuentes: el propio texto bíblico

Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.

Lugares de este capítulo

  • Mount Zion · 31.772, 35.229 · versículo 2

Solo aparecen lugares identificados con alta confianza (90 % o más según las fuentes académicas reunidas por OpenBible). Mapa de la época: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; mapa actual: © colaboradores de OpenStreetMap; lugares: OpenBible.info (CC BY 4.0).

Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fuente: http://ebible.org/guj2017/ · eBible.org

Habla con nosotros

Cuéntanos desde dónde lees, cómo te ha ayudado la Biblia o qué podemos mejorar. Leemos todos los mensajes.