Nations Bible

Salmos 73

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.

ભાગ 3

ઈશ્વરનો અદલ ઇનસાફ

1ઇઝરાયલ કે, જેઓનાં હૃદય શુદ્ધ છે,

તેઓના પર, ઈશ્વર ખરેખર પરોપકારી છે.

2પણ મેં તો મારે પગે લગભગ ઠોકર ખાધી હતી;

હું પગલાં ભરતાં લગભગ લપસી ગયો હતો.

3કારણ કે જ્યારે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ,

ત્યારે મેં ગર્વિષ્ઠોની અદેખાઈ કરી.

4કેમ કે મરણ સમયે તેઓને વેદના થતી નથી,

પણ તેઓ મજબૂત અને દ્રઢ રહે છે.

5તેઓના પર માનવજાતનાં દુ:ખો આવતાં નથી;

બીજાઓની જેમ તેઓને પીડા થતી નથી.

6તેઓનો ગર્વ ગળાની કંઠી જેવો છે, જે

વસ્ત્રની જેમ જુલમ તેઓને ઢાંકી રાખે છે.

7તેઓની દુષ્ટતા તેઓનાં હૃદયમાંથી ઊભરાયા કરે છે;

તેઓના મનની દુષ્ટ કલ્પનાઓ ઊભરાઈ જાય છે.

8તેઓ નિંદા કરે છે અને ભૂંડાઈ વિષે બોલે છે;

તેઓ જુલમની બડાઈ હાંકે છે.

9તેઓ આકાશો વિરુદ્ધ બોલે છે

અને પૃથ્વીમાં તેઓની જીભ છૂટથી ચાલે છે.

10એ માટે ઈશ્વરના લોકો તેમની તરફ ફરશે

અને તેઓ ઊભરાતું પાણી પી જાય છે.

11તેઓ પૂછે છે કે, “ઈશ્વર કેવી રીતે જાણે છે?

શું ચાલી રહ્યું છે તે વિષે ઈશ્વર માહિતગાર છે?”

12જુઓ, આ લોકો દુષ્ટ છે;

હંમેશાં શાંતિમાં રહીને તેઓ વધારે અને વધારે ધનવાન થતા જાય છે.

13ખરેખર મેં મારું હૃદય અમથું શુદ્ધ રાખ્યું છે

અને મેં મારા હાથ નિરર્થક નિર્દોષ રાખ્યા છે.

14કારણ કે આખો દિવસ હું પીડાયા કરું છું

અને દરરોજ સવારે મને શિક્ષા થાય છે.

15જો મેં કહ્યું હોત, “હું આ પ્રમાણે બોલીશ,”

તો હું તમારા દીકરાઓની પેઢીનો વિશ્વાસઘાત કરત.

16તો પણ આ બાબતો સમજવાને માટે મેં કોશિશ કરી,

એ મારા માટે ખૂબ અઘરી હતી.

17પછી હું ઈશ્વરના પવિત્રસ્થાનમાં ગયો

અને ત્યાં તેઓના અંત વિષે હું સમજ્યો.

18ચોક્કસ તમે તેઓને લપસણી જગ્યામાં મૂકો છો;

તમે તેઓનો વિનાશ કરો છો.

19તેઓ એક ક્ષણમાં કેવા નષ્ટ થાય છે!

તેઓ ધાકથી છેક નાશ પામેલા છે.

20માણસ જાગે કે તરત જ તે જેમ સ્વપ્ન હતું ન હતું થઈ જાય છે,

તેમ, હે પ્રભુ, તમે જાગીને તેઓની પ્રતિમાને તુચ્છ કરશો.

21કેમ કે મારું હૃદય વ્યાકુળ થયું

અને હું બહુ ગંભીર રીતે ઝખમી થયો છું.

22હું એવો જડબુદ્ધિનો તથા અજ્ઞાન હતો;

હું તમારી આગળ પશુ જેવો હતો.

23પણ હું હંમેશા તમારી સાથે છું;

તમે મારો જમણો હાથ પકડી રાખ્યો છે.

24તમારા બોધથી મને દોરવણી આપશો

અને પછી તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો.

25આકાશમાં તમારા વિના મારું બીજું કોણ છે?

પૃથ્વી પર મારો બીજો કોઈ પ્રિય નથી.

26મારું શરીર તથા હૃદયનો ક્ષય થાય છે,

પણ ઈશ્વર સદાકાળ મારા હૃદયનો ગઢ તથા વારસો છે.

27જેઓ તમારાથી દૂર છે તેઓ નાશ પામશે;

જેઓ તમને અવિશ્વાસુ છે તે સર્વનો તમે નાશ કરશો.

28પણ ઈશ્વર પાસે આવવું, તેમાં મારું ભલું છે.

મેં પ્રભુ યહોવાહને મારો આશ્રય કર્યો છે.

હું તમારાં સર્વ કૃત્યો પ્રગટ કરીશ.

Ilustración artística: una interpretación, no un registro histórico.

¿Sabías que…?

La prosperidad de los impíos y el santuario

  • El Salmo 73 da inicio al Libro III de los Salmos y se atribuye a Asaf, un levita, músico y vidente que fue uno de los directores de coro del rey David. Un conjunto de doce salmos (el Salmo 50 y los Salmos 73 al 83) está vinculado a él y a su escuela de cantores.Fuentes: Asaph (Levite) · el propio texto bíblico
  • El salmista atraviesa una intensa crisis de fe al dudar del valor de su propia rectitud mientras observa la riqueza despreocupada y la aparente tranquilidad de los malvados. Esta inquietud solo se resuelve cuando entra en el santuario de Dios y comprende el destino final de ellos.Fuentes: el propio texto bíblico

Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.

Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fuente: http://ebible.org/guj2017/ · eBible.org

Habla con nosotros

Cuéntanos desde dónde lees, cómo te ha ayudado la Biblia o qué podemos mejorar. Leemos todos los mensajes.