Salmos 22
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.
ભક્તનો આર્તનાદ અને સ્તુતિગાન
મુખ્ય સંગીતકાર માટે; “હરણની લય “દાઉદનું એક ગીત
1હે મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે?
મને સહાય કરવાને તથા મારો વિલાપ સાંભળવાને તમે એટલે દૂર કેમ રહો છો?
2હે મારા ઈશ્વર, હું દિવસે પોકાર કરું છું, પણ તમે મને જવાબ આપતા નથી;
અને રાત્રે પણ હું ચૂપ રહેતો નથી!
3તોપણ, હે ઇઝરાયલનાં સ્તોત્ર પર બિરાજમાન,
તમે પવિત્ર છો.
4અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો;
તેઓએ ભરોસો રાખ્યો હતો અને તમે તેઓને છોડાવ્યા.
5તેઓએ તમને પ્રાર્થના કરી અને તેઓ બચી ગયા.
તેઓએ તમારા પર ભરોસો રાખ્યો અને નિરાશ થયા નહિ.
6પણ હું તો માત્ર કીડો છું, માણસ નથી,
માણસોથી ધિક્કાર પામેલો અને લોકોથી તુચ્છ ગણાયેલો છું.
7જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે;
તેઓ મોં ફેરવીને માથું ધુણાવીને કહે છે.
8તેઓ કહે છે, “તું યહોવાહ પર ભરોસો રાખ;
યહોવાહ તને છોડાવશે.
તે તારા પર રાજી છે, માટે તે બચાવશે.”
9તમે મને ઉદરમાંથી બહાર લાવનાર છો;
જ્યારે હું મારી માતાનું દૂધ પીતો હતો, ત્યારે તમે મારામાં ભરોસો ઉપજાવ્યો.
10હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છું
મારી માતાના ગર્ભમાં હતો ત્યારથી તમે મારા ઈશ્વર છો!
11તમે મારાથી દૂર ન જાઓ, કેમ કે સંકટ પાસે છે;
મને સહાય કરનાર કોઈ નથી.
12ઘણા સાંઢોએ મને ઘેરી લીધો છે;
બાશાનના બળવંત સાંઢ મારી આસપાસ ફરી વળ્યા છે.
13ફાડી ખાનાર તથા ગર્જનાર સિંહની જેમ
તેઓ મારી સામે પોતાનું મોં ઉઘાડે છે.
14જેમ પાણી વહી જાય તેમ, મારી શક્તિ ચાલી ગઈ છે
અને મારાં સર્વ હાડકાં ઢીલાં થઈ ગયાં છે.
મારું હૃદય મીણના જેવું બની ગયું છે;
તે મારાં આંતરડાંમાં પીગળી ગયું છે.
15મારું બળ વાસણના એક તૂટેલા ટુકડા જેવું સુકું થઈ ગયું છે;
મારી જીભ મારા મુખના તાળવે ચોંટી જાય છે.
તમે મને મરણની ધૂળમાં બેસાડી દીધો છે.
16કારણ કે મારી આસપાસ કૂતરા ફરી વળ્યા છે;
મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છે
તેઓએ મારા હાથપગ વીંધી નાખ્યા છે.
17હું મારા શરીરનાં સર્વ હાડકાં ગણી શકું છું.
તેઓ મને ધારીને જુએ છે;
18તેઓ મારાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લે છે,
તેઓ મારા ઝભ્ભાને માટે ચિઠ્ઠી નાખે છે.
19હે યહોવાહ, મારાથી દૂર ન જાઓ;
હે મારા સામર્થ્ય, મારી મદદે આવો.
20મને આ તલવારથી બચાવો,
મારા મૂલ્યવાન જીવનને આ કૂતરાના કબજામાંથી છોડાવો.
21મને સિંહોનાં મોંમાંથી બચાવો;
તમે જંગલી સાંઢોના શિંગડાંઓથી મને બચાવશે.
22હું મારા ભાઈઓમાં તમારું નામ પ્રગટ કરીશ;
હું ભરી સભામાં તમારી સ્તુતિ કરીશ.
23હે યહોવાહનો ભય રાખનારાઓ, તેમનાં ગુણગાન ગાઓ!
તમે બધા યાકૂબના વંશજો, તેમને માન આપો!
હે ઇઝરાયલના સર્વ વંશજો, તમે તેમનું ભય રાખો.
24કેમ કે તેમણે દુઃખીઓના દુઃખને તુચ્છ ગણ્યું નથી અને તેનાથી કંટાળ્યા નથી;
યહોવાહે તેનાથી પોતાનું મુખ ફેરવ્યું નથી;
જ્યારે તેણે મદદને માટે અરજ કરી, ત્યારે તેમણે તેનું સાંભળ્યું.
25હું તમારી કૃપાથી મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું;
તેમનું ભય રાખનારાઓની આગળ હું મારી પ્રતિજ્ઞાઓ પૂરી કરીશ.
26દરિદ્રીઓ ખાઈને તૃપ્ત થશે;
જેઓ યહોવાહને શોધે છે, તેઓ તેમની સ્તુતિ કરશે.
તેઓનો હૃદય સર્વકાળ જીવો.
27પૃથ્વીના સર્વ લોકો યહોવાહને સંભારીને તેમની તરફ ફરશે;
વિદેશીઓનાં સર્વ કુટુંબો તેમની આગળ આવીને પ્રણામ કરશે.
28કારણ કે રાજ્ય યહોવાહનું છે;
તે સર્વ પ્રજા પર રાજ કરે છે.
29પૃથ્વીના સર્વ મોટા લોકો પ્રણામ કરશે;
જેઓ ધૂળમાં જનારા છે, એટલે જેઓ પોતાના જીવને
બચાવી શકતા નથી, તેઓ સર્વ ઈશ્વરની આગળ નમશે.
30તેઓના વંશજો પ્રભુ ઈશ્વરની સેવા કરશે;
આવતી પેઢીની આગળ તેઓને તેનું ન્યાયીપણું પ્રગટ કરવામાં આવશે.
31તેઓ આવશે અને હવે પછી જન્મનારા લોકોને;
તેઓનું ન્યાયીપણું પ્રગટ કરીને કહેશે કે, તેમણે તે કર્યું છે!

¿Sabías que…?
Lamento, liberación y alabanza universal
- El encabezado del Salmo 22 indica que debía cantarse con la melodía 'La cierva de la aurora'. El poema comienza con un doloroso clamor de desamparo, pero cambia drásticamente hacia una gozosa acción de gracias pública ante la comunidad de adoración.Fuentes: el propio texto bíblico
- El salmista compara a sus feroces adversarios con 'fuertes toros de Basán'. Basán era una fértil región que se extendía desde Galaad hasta el monte Hermón, entregada a la media tribu de Manasés y conocida por sus robustos animales.Fuentes: el propio texto bíblico · Bashan
- La segunda parte del salmo describe el cumplimiento de votos en la 'gran asamblea', donde se comparte una comida comunitaria para que los necesitados coman y se sacien, proclamando las obras del Señor a las generaciones futuras.Fuentes: el propio texto bíblico
Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.
Lugares de este capítulo
- Bashan · 32.781, 35.935 · versículo 12
Solo aparecen lugares identificados con alta confianza (90 % o más según las fuentes académicas reunidas por OpenBible). Mapa de la época: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; mapa actual: © colaboradores de OpenStreetMap; lugares: OpenBible.info (CC BY 4.0).
Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Fuente: http://ebible.org/guj2017/ · eBible.org