Salmos 21
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.
વિજય-સ્તવન
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.
1હે યહોવાહ, તમારા સામર્થ્યથી રાજા હર્ષ પામશે!
તમે કરેલા ઉદ્ધારથી તે કેટલો બધો આનંદ કરશે!
2તમે તેને તેના હૃદયની ઇચ્છા પ્રમાણે આપ્યું છે
તેના હોઠની અરજીનો ઇનકાર તમે કર્યો નથી.
3કારણ કે આશીર્વાદો લઈને તમે તેની સામે જાઓ છો;
તમે ચોખ્ખા સોનાનો મુગટ તેના માથા પર મૂકો છો.
4તેણે તમારી પાસેથી જીવનદાન માગ્યું; તે તમે તેને આપ્યું;
તમે તેને સર્વકાળ ટકે એવું આયુષ્ય આપ્યું.
5તમારા મહિમાથી તેને વિજય મળે છે;
તમે તેને માન તથા મહિમા બક્ષો છો.
6કારણ કે તમે તેને સદાને માટે આશીર્વાદ આપો છો;
તમે તેને તમારી સમક્ષ આનંદ પમાડો છો.
7કારણ કે રાજા યહોવાહ પર ભરોસો રાખે છે;
તે પરાત્પરની કૃપાથી ડગશે નહિ.
8તારા સર્વ શત્રુઓ તારા હાથમાં આવશે;
તારો જમણો હાથ તારા દ્વ્રેષીઓને શોધી કાઢશે.
9તું તારા ગુસ્સાના સમયે તેઓને બળતી ભઠ્ઠી જેવા કરી દેશે.
યહોવાહ પોતાના કોપથી તેઓને ગળી જશે
અને અગ્નિ તેઓને ભસ્મ કરી નાખશે.
10તમે પૃથ્વી પરના તેઓના પરિવારોનો વિનાશ કરશો;
મનુષ્યોમાંથી તેમના વંશજો નાશ પામશે.
11કારણ કે તેઓએ તમારી વિરુદ્ધ દુષ્ટતા કરવાનું ધાર્યું છે;
જેને તેઓ અમલમાં લાવી શકતા નથી, એવી યુક્તિ તેઓએ કલ્પી છે.
12તમે તમારી પાછળથી તેઓનાં મુખ સામે
તૈયારી કરશો, ત્યારે તેઓને પાછા હઠી જવું પડશે.
13હે યહોવાહ, તમે પોતાને સામર્થ્યે ઊંચા થાઓ;
અમે તમારા પરાક્રમનાં સ્તોત્ર ગાઈને સ્તવન કરીશું.

¿Sabías que…?
Acción de gracias por el rey
- El salmo está atribuido a David y dirigido al director del coro. Incluye el término litúrgico o musical hebreo «Selah» tras relatar que la petición de los labios del rey fue concedida.Fuentes: el propio texto bíblico
- El texto recurre a símbolos de la realeza, como una corona de oro puro, esplendor y majestad, para celebrar las bendiciones y la protección divinas. Destaca que el rey no resbalará gracias a su confianza en el Altísimo.Fuentes: el propio texto bíblico
Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.
Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Fuente: http://ebible.org/guj2017/ · eBible.org