Nations Bible

Proverbios 18

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.

1જુદો પડેલો માણસ ફક્ત પોતાની ઇચ્છાઓ વિશે જ વિચારે છે

અને બધી સારી સલાહોને ગુસ્સાથી નકારે છે.

2મૂર્ખને બુદ્ધિમાં રસ નથી હોતો,

પણ તેને ફક્ત પોતાનાં મંતવ્યોને જ રજૂ કરવાં હોય છે.

3જ્યારે દુષ્ટ આવે છે ત્યારે સાથે તુચ્છકાર પણ લેતો આવે છે,

અપકીર્તિ સાથે શરમ અને નિંદા પણ આવે છે.

4માણસના મુખના શબ્દો ઊંડા પાણી જેવા છે;

ડહાપણનો ઝરો વહેતી નદી જેવો છે.

5દુષ્ટની શેહશરમ રાખવી

અથવા ઇનસાફમાં નેક માણસનો અન્યાય કરવો એ સારું નથી.

6મૂર્ખના હોઠ કજિયા કરાવે છે

અને તેનું મુખ ફટકા માગે છે.

7મૂર્ખનું મોં એ તેનો વિનાશ છે

અને તેના હોઠ એ તેના પોતાના આત્માનો ફાંદો છે.

8કૂથલીના શબ્દો સ્વાદિષ્ટ ભોજનના કોળિયા જેવા હોય છે

અને તે તરત ગળે ઊતરી જઈને શરીરના અંદરના ભાગમાં પહોંચી જાય છે.

9વળી જે પોતાનાં કામ કરવામાં ઢીલો છે

તે ઉડાઉનો ભાઈ છે.

10યહોવાહનું નામ મજબૂત કિલ્લો છે;

નેકીવાન તેમાં નાસી જઈને સુરક્ષિત રહે છે.

11ધનવાન માણસનું ધન એ તેનું કિલ્લેબંધીવાળું શહેર છે

અને તેની પોતાની માન્યતા પ્રમાણે તે ઊંચા કોટ જેવું છે.

12માણસનું હૃદય અભિમાની થયા પછી નાશ આવે છે,

પણ વિનમ્રતા સન્માનની અગાઉ આવે છે.

13સાંભળ્યા પહેલાં જવાબ આપવામાં

મૂર્ખાઈ તથા લજ્જા છે.

14હિંમતવાન માણસ પોતાનું દુ:ખ સહન કરી શકશે,

પણ ઘાયલ મન કોણ વેઠી શકે?

15બુદ્ધિશાળી વ્યક્તિ ડહાપણ પ્રાપ્ત કરવા મથે છે

અને જ્ઞાની વ્યક્તિના કાન ડહાપણ શોધે છે.

16વ્યક્તિની ભેટ તેને માટે માર્ગ ખુલ્લો કરે છે

અને તેને મહત્વની વ્યક્તિની સમક્ષ લઈ જાય છે.

17જે પોતાનો દાવો પ્રથમ માંડે છે તે વાજબી દેખાય છે

પણ તેનો પ્રતિવાદી આવીને તેને ઉઘાડો પાડે છે.

18ચિઠ્ઠી નાખવાથી તકરાર સમી જાય છે

અને સમર્થોના ભાગ વહેંચવામાં આવે છે.

19દુભાયેલા ભાઈ સાથે સલાહ કરવી તે કિલ્લાવાળા નગરને જીતવા કરતાં મુશ્કેલ છે

અને એવા કજિયા કિલ્લાની ભૂંગળો જેવા છે.

20માણસ પોતાના મુખના ફળથી પેટ ભરીને ખાશે,

તેના હોઠોની ઊપજથી તે ધરાશે.

21મરણ તથા જીવન જીભના અધિકારમાં છે

અને જે તેને પ્રેમ કરશે તે તેવું ફળ ખાશે.

22જેને પત્ની મળે તે તેને માટે સારી બાબત છે

અને તેથી તેને યહોવાહની કૃપા પ્રાપ્ત થાય છે.

23ગરીબ દયાને માટે કાલાવાલા કરે છે,

પણ દ્વવ્યવાન ઉદ્ધતાઈથી જવાબ આપે છે.

24જે ઘણા મિત્રો કરે છે તે પોતાનું નુકસાન વહોરે છે,

પણ એક એવો મિત્ર છે કે જે ભાઈના કરતાં નિકટનો સંબંધ રાખી રહે છે.

Ilustración artística: una interpretación, no un registro histórico.

¿Sabías que…?

Sabiduría en las Palabras, la Justicia y la Seguridad

  • En el entorno judicial antiguo, Proverbios 18 destaca la necesidad de un examen riguroso al dirimir disputas, señalando que quien presenta su caso primero parece tener razón hasta ser interrogado por la otra parte. También menciona el echar suertes como un método aceptado para resolver litigios entre rivales poderosos.Fuentes: el propio texto bíblico
  • El capítulo contrasta la verdadera seguridad con la falsa autosuficiencia mediante imágenes defensivas de la época. Mientras que el nombre del Señor se describe como una torre fuerte que ofrece refugio genuino al justo, la fortuna del rico se compara con una muralla alta que brinda protección solo en su imaginación.Fuentes: el propio texto bíblico
  • Un tema central del capítulo es el impacto decisivo de la palabra humana, afirmando que la vida y la muerte están en poder de la lengua. Advierte contra hábitos perjudiciales, como responder antes de escuchar o difundir chismes que penetran hasta lo más profundo del ser.Fuentes: el propio texto bíblico

Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.

Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fuente: http://ebible.org/guj2017/ · eBible.org

Habla con nosotros

Cuéntanos desde dónde lees, cómo te ha ayudado la Biblia o qué podemos mejorar. Leemos todos los mensajes.