Nations Bible

Proverbios 17

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.

1જે ઘર મિજબાનીથી ભરપૂર હોય પણ કજિયાકંકાસવાળું

હોય તેના કરતાં શાંતિ સહિત રોટલીનો સૂકો ટુકડો સારો છે.

2ડહાપણથી વર્તનાર ચાકર બદનામી કરાવનાર દીકરા પર અધિકાર ચલાવશે

અને એ ચાકરને દીકરાના ભાઈઓમાં વારસનો ભાગ મળશે.

3ચાંદીને ગાળવા માટે કુલડી હોય છે અને સોનાને માટે ભઠ્ઠી હોય છે.

પણ અંત:કરણને પારખનાર યહોવાહ છે.

4જે કોઈ વ્યક્તિ અનિષ્ટ વાત સાંભળે છે તે દુષ્ટ છે;

જે જૂઠો છે તે નુકસાનકારક જીભ તરફ ધ્યાન આપે છે.

5જે ગરીબની મશ્કરી કરે છે તે તેના સર્જનહારની નિંદા કરે છે

અને જે કોઈ બીજાની વિપત્તિને જોઈને રાજી થાય છે તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ.

6સંતાનોનાં સંતાનો વૃદ્ધ પુરુષનો મુગટ છે

અને સંતાનોનો મહિમા તેઓનાં માતાપિતા છે.

7ભાવપૂર્ણ ભાષણ મૂર્ખને ઘટતું નથી;

મહાપુરુષોને માટે જૂઠું બોલવું એ અઘટિત છે.

8જેને બક્ષિસ મળે છે તે તેની નજરમાં મૂલ્યવાન પથ્થર જેવી છે;

જ્યાં જ્યાં તે જાય છે, ત્યાં ત્યાં તે ઉદય પામે છે.

9દોષને ઢાંકનાર પ્રેમ શોધે છે,

પણ તેને જ વારંવાર બોલ્યા કરનાર ઇષ્ટ મિત્રોમાં અંતર પાડે છે.

10મૂર્ખને સો ફટકાના કરતાં બુદ્ધિમાનને

એક ઠપકાનો ઘા વધારે ઊંડી અસર કરે છે.

11દુર્જન હંમેશા આફતો શોધ્યા કરે છે.

તે માટે તેની સામે ક્રૂર સંદેશાવાહક મોકલવામાં આવશે.

12જેનાં બચ્ચાં છીનવી લીધાં હોય એવી રીંછણ કોઈને મળજો;

પણ મૂર્ખાઈ કરતો મૂર્ખ કોઈને ન મળો.

13જો કોઈ ભલાઈનો બદલો બૂરાઈથી વાળે છે,

તો તેના ઘરમાંથી બૂરાઈ દૂર થશે નહિ.

14કોઈ પાણીને બહાર આવવાનું બાકું કરી આપે, તે માફક જ ઝઘડાનો આરંભ છે,

માટે ઝઘડો થયા અગાઉ સમાધાન કરી લો.

15જે કોઈ દુષ્ટને નિર્દોષ ઠરાવે છે અને જે કોઈ નેકીવાનને દોષપાત્ર ઠરાવે છે

તે બન્નેને યહોવાહ ધિક્કારે છે.

16જ્યારે મૂર્ખને બુદ્ધિ હોતી નથી

ત્યારે ડહાપણ ખરીદવા તેના હાથમાં મૂલ્ય ક્યાંથી હોય?

17મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે

અને ભાઈ સંકટના સમયને માટે જ જન્મ્યો છે.

18અક્કલહીન વગરનો માણસ જ

પોતાના પડોશીનો જામીન થાય છે.

19કજિયો ચાહનાર પાપ કરે છે;

જે પોતાનો દરવાજો વિશાળ બનાવે છે, તે વિનાશ શોધે છે.

20કુટિલ હૃદયના માણસનું કદી હિત થતું નથી;

આડી જીભવાળો માણસ વિપત્તિમાં આવી પડે છે.

21મૂર્ખને પેદા કરનાર દુ:ખી થાય છે;

મૂર્ખના પિતાને કદી આનંદ થતો નથી.

22આનંદી હૃદય એ ઉત્તમ ઔષધ છે,

પણ ઘાયલ થયેલું મન હાડકાંને સૂકવી નાખે છે.

23દુષ્ટ માણસ છાની રીતે લાંચ લઈને

ઇનસાફના માર્ગ ઊંધા વાળે છે.

24બુદ્ધિમાન વ્યક્તિની આંખ ડહાપણ પર જ હોય છે,

પણ મૂર્ખની આંખો પૃથ્વીના છેડા પર ચોંટેલી હોય છે.

25મૂર્ખ પુત્ર પિતાને માટે વ્યથારૂપ

અને પોતાની માતાને માટે કડવાશરૂપ છે.

26વળી નિર્દોષને દંડ કરવો તથા

પ્રામાણિકપણાને લીધે સજ્જનોને મારવા એ યોગ્ય નથી.

27થોડાબોલો માણસ શાણો છે,

ઠંડા મિજાજનો માણસ બુદ્ધિમાન હોય છે.

28મૂર્ખ ચૂપ રહે ત્યાં સુધી તે ડાહ્યો ગણાય છે,

જ્યાં સુધી તે બોલે નહિ, ત્યાં સુધી તે શાણો લેખાય છે.

Ilustración artística: una interpretación, no un registro histórico.

¿Sabías que…?

Sabiduría para las relaciones, el habla y el corazón

  • Las antiguas técnicas metalúrgicas utilizaban crisoles para la plata y hornos de alta temperatura para el oro con el fin de separar el metal precioso de la escoria. El proverbio recurre a este proceso de refinación para ilustrar cómo el Señor examina y prueba los motivos más profundos del corazón humano.Fuentes: el propio texto bíblico
  • La imagen de iniciar una contienda como la ruptura de una presa evoca los antiguos diques de irrigación y contención de agua. Una pequeña grieta en un terraplén de tierra se ensancha con rapidez hasta convertirse en una corriente incontrolable, lo que ilustra por qué los conflictos deben detenerse antes de desbordarse.Fuentes: el propio texto bíblico
  • En la literatura sapiencial bíblica, la moderación al hablar y el mantenimiento de un espíritu sereno son rasgos fundamentales del entendimiento. Proverbios señala que el silencio está tan ligado a la prudencia que incluso el necio que guarda silencio puede ser tenido por sabio.Fuentes: el propio texto bíblico

Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.

Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fuente: http://ebible.org/guj2017/ · eBible.org

Habla con nosotros

Cuéntanos desde dónde lees, cómo te ha ayudado la Biblia o qué podemos mejorar. Leemos todos los mensajes.