Job 40
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.
યહોવાહ (ચાલુ)
1યહોવાહે અયૂબને ઉત્તર આપતાં કહ્યું કે,
2“જે કોઈ દલીલ કરવાની ઇચ્છા રાખે તે શું સર્વશક્તિમાન ઈશ્વરને સુધારી શકે?
જે ઈશ્વર સાથે દલીલ કરે છે તે જવાબ આપે.”
અયૂબ
3ત્યારે અયૂબે યહોવાહને જવાબ આપતાં કહ્યું કે,
4“હું અર્થહીન છું; હું તમને કેવી રીતે જવાબ આપી શકું?
હું મારો હાથ મારા મોં પર રાખું છું.
5હું એક વખત બોલ્યો, પણ, હું ફરીથી બોલીશ નહિ;
હા, હું બે વખત બોલ્યો, પણ હવે હું વધારે કંઈ બોલીશ નહિ.”
યહોવાહ
6પછી યહોવાહે વંટોળિયા મારફતે અયૂબને જવાબ આપ્યો કે,
7“હવે બળવાનની માફક જવાબ આપ,
હું તને પ્રશ્ન પૂછીશ અને તારે તેનો જવાબ આપવાનો છે.
8શું તું માને છે કે હું અન્યાયી છું?
તું ન્યાયી સાબિત થાય માટે શું તું મને દોષિત સાબિત કરીશ?
9તને ઈશ્વરના જેવા હાથ છે?
શું તું ગર્જના કરી શકે છે?
10તો હવે તું ગર્વ અને મહિમા ધારણ કર;
તો માન અને પ્રતિષ્ઠાને વસ્ત્રોની જેમ પરિધાન કર.
11તારા કોપનો ઊભરો ગર્વિષ્ઠો પર રેડી દે;
તેના પર દ્રષ્ટિ કરીને તેને નીચો પાડ.
12જે કોઈ અહંકારી હોય તેને નમ્ર બનાવ;
દુષ્ટો જ્યાં ઉપસ્થિત હોય તે સ્થાનને કચડી નાખ.
13તે સર્વ લોકોને એકસાથે ધૂળમાં દાટી દે;
તેઓના મુખને કબરોમાં ઢાંકી દે.
14પછી હું પણ તને માન્ય કરીશ કે,
તું તારા પોતાના જમણા હાથથી પોતાને બચાવી શકે છે.
15બહેમોથની સામે જો. મેં તેને અને તને ઉત્પન્ન કર્યા છે,
તે બળદની જેમ ઘાસ ખાય છે.
16હવે જો, તેનું બળ તેની કમરમાં છે;
તેના પેટમાંના સ્નાયુઓમાં સામર્થ્ય છે.
17એની પૂંછડી દેવદાર વૃક્ષની જેમ હાલે છે;
એની પગની જાંઘના સ્નાયુઓ કેવા મજબૂત છે.
18તેનાં હાડકાં કાંસાની નળી જેવાં છે;
તેના પગ લોખંડના સળિયા જેવા મજબૂત છે.
19પ્રાણીઓના સર્જનમાં ગેંડો શ્રેષ્ઠ છે.
માત્ર ઈશ્વર જ કે જેમણે તેનું સર્જન કર્યું છે તે જ તેને હરાવી શકે છે.
20જંગલનાં બીજાં પ્રાણીઓ જ્યાં વસે છે;
ત્યાં પર્વતો પરથી તેને ઘાસ મળી રહે છે.
21તે કાદવ કીચડવાળી જગ્યામાં કમળના છોડ નીચે પડી રહે છે.
તે બરુઓની વચ્ચે ભીનાશવાળી જગ્યાઓમાં સંતાય છે.
22કમળવૃક્ષો તેને પોતાની છાયાથી ઢાંકે છે;
તે નદી પાસે ઊગતા વેલા નીચે રહે છે.
23જો નદીમાં પૂર આવે, તોપણ તે ધ્રૂજતો નથી; તેનામાં આત્મવિશ્વાસ છે,
જો યર્દનમાં પૂર ચઢીને તેના મુખ સુધી પાણી આવે તો પણ તે ગભરાતો નથી.
24શું કોઈ તેને આંકડીમાં ભરાવીને પકડી શકે,
અથવા ફાંદા દ્વારા તેનું નાક વીંધી શકે છે?

¿Sabías que…?
El Desafío de Dios y el Poder de Behemot
- Al ser interrogado por Dios, Job responde poniéndose la mano sobre la boca, reconociendo su insignificancia y decidiendo no discutir más. Dios entonces le habla desde un torbellino, desafiándolo a demostrar si posee fuerza divina y la capacidad de humillar a los soberbios.Fuentes: el propio texto bíblico
- Dios dirige la atención de Job hacia Behemot, describiéndolo como un enorme herbívoro con huesos como tubos de bronce y extremidades semejantes a barras de hierro. La criatura es representada descansando apaciblemente bajo los lotos y los juncos del pantano, imperturbable ante las aguas turbulentas e indomable para los seres humanos.Fuentes: el propio texto bíblico
- El texto señala que Behemot permanece sin temor incluso cuando el río Jordán se desborda contra su boca. El Jordán es un río caracterizado por corrientes rápidas y cursos sinuosos a través de llanuras pantanosas y canales profundos.Fuentes: el propio texto bíblico · Jordan
Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.
Lugares de este capítulo
- Jordan · Hoy: Jordan River · 31.761, 35.558 · versículo 23
Solo aparecen lugares identificados con alta confianza (90 % o más según las fuentes académicas reunidas por OpenBible). Mapa de la época: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; mapa actual: © colaboradores de OpenStreetMap; lugares: OpenBible.info (CC BY 4.0).
Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Fuente: http://ebible.org/guj2017/ · eBible.org