Nations Bible

Job 39

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.

યહોવાહ (ચાલુ)

1ડુંગર પરની જંગલી બકરીઓ કેવી રીતે બચ્ચાંને જન્મ આપે છે તે શું તું જાણે છે?

શું તું જાણી શકે છે કે જંગલી હરણીઓ બચ્ચાંને જન્મ કેવી રીતે આપે છે?

2તેઓના ગર્ભના પૂરા મહિનાની સંખ્યા તું જાણે છે?

શું તું જાણે છે કે તેઓ ક્યારે પોતાનાં બચ્ચાંને જન્મ આપે છે?

3તેઓ નમીને તેઓનાં બચ્ચાંને જન્મ આપે છે,

અને પછી તેઓને પ્રસૂતિ પીડાનો અનુભવ થાય છે

4તેઓનાં બચ્ચાં મજબૂત અને ખુલ્લાં મેદાનોમાં ઊછરેલાં હોય છે;

તેઓ બહાર નીકળે છે અને પાછાં ફરતાં નથી.

5જંગલી ગધેડાને કોણે છૂટો મૂક્યો છે?

તેનાં બંધ કોણે છોડી નાખ્યા છે?

6તેનું ઘર મેં અરાબાહમાં,

તથા તેનું રહેઠાણ મેં ખારી જમીનમાં ઠરાવ્યું છે.

7તે નગરની ધાંધલને તુચ્છ ગણે છે

અને હાંકનારની બૂમો તેને સાંભળવી પડતી નથી.

8જંગલ ગર્દભો પર્વતો પર રહે છે, કે જ્યાં તેઓનું ચરવાનું ઘાસ છે;

ત્યાં તેઓ પોતાનો ખોરાક શોધી કાઢે છે.

9શું તારી સેવા કરવામાં જંગલના બળદો આનંદ માણશે ખરા?

તેઓ તારી ગભાણમાં રાત્રે આવીને રહેશે?

10શું તું જંગલના બળદને અછોડાથી બાંધીને ખેતરના ચાસમાં ચલાવી શકે છે?

શું તે તારા માટે હળ ખેડશે?

11જંગલના બળદ ખૂબ શક્તિશાળી છે માટે શું તું તેનો ભરોસો કરશે?

તારું કામ કરાવવા માટે શું તું તેની અપેક્ષા કરી શકશે?

12શું તું તેના પર ભરોસો રાખશે કે તે તારું અનાજ તારા ઘરે લાવશે?

અને તારા ખળાના દાણા લાવીને વખારમાં ભરશે?

13શાહમૃગ પોતાની પાંખો આનંદથી હલાવે છે,

પણ તેની પાંખો અને પીંછાઓ શું માયાળુ હોય છે?

14કેમ કે તે પોતાનાં ઈંડાં જમીન પર મૂકીને જતી રહે છે

અને ધૂળ ઈંડાને સેવે છે.

15કોઈ પગ મૂકીને ઈંડાને છૂંદી નાંખશે

અથવા જંગલી પ્રાણીઓ તેમનો નાશ કરી નાખશે તેની તેને ચિંતા હોતી નથી.

16તે પોતાના બચ્ચાં વિષે એવી બેદરકાર રહે છે કે જાણે તે બચ્ચાં તેના પોતાનાં હોય જ નહિ;

તેનો શ્રમ નિષ્ફળ જાય છે તોપણ તે ગભરાતી નથી.

17કારણ કે ઈશ્વરે તેને બુદ્ધિહીન સર્જી છે

અને તેમણે તેને અક્કલ આપી નથી.

18તે જ્યારે કૂદે છે અને દોડવા લાગે છે,

ત્યારે તે ઘોડા અને તેના સવાર પર હસે છે.

19શું ઘોડાને બળ તેં આપ્યું છે?

શું તેં તેની ગરદનને કેશવાળીથી આચ્છાદિત કરી છે?

20શું તેં તેને તીડની જેમ કદી કુદાવ્યો છે?

તેના નસકોરાના સુસવાટાની ભવ્યતા ભયજનક હોય છે.

21તેના પંજામાં બળ છે અને તેમાં તે હર્ષ પામે છે;

અને તે યુદ્ધમાં ઝડપથી દોડી જાય છે.

22તે ડર ઉપર હસે છે અને તે ડરતો નથી;

તે તલવાર જોઈને પાછો હટી જતો નથી.

23ભાથો, તીરો તથા ચમકતી બરછી

તેના શરીર પર ખખડે છે.

24ઘોડો ઉશ્કેરાઈ જાય છે અને તે ખૂબ ઝડપથી જમીન પર દોડે છે;

જ્યારે રણશિંગડાનો અવાજ તે સાંભળે છે ત્યારે તે સ્થિર રહી શકતો નથી.

25જ્યારે પણ તેને રણશિંગડાનો નાદ સંભળાય છે ત્યારે તે કહે છે ‘વાહ!’

તેને દૂરથી યુદ્ધની ગંધ આવી જાય છે,

સેનાપતિઓના હુકમો અને ગર્જનાઓ તે સમજી જાય છે.

26શું બાજ પક્ષી તારા ડહાપણથી આકાશમાં ઊડે છે,

અને પોતાની પાંખો દક્ષિણ તરફ ફેલાવે છે?

27શું તારી આજ્ઞાથી ગરુડ પક્ષી પર્વતો પર ઊડે છે

શું તેં તેને ઊંચે માળો બાંધવાનું કહ્યું હતું?

28ગરુડ પર્વતના શિખર પર પોતાનું ઘર બનાવે છે

ખડકનાં શિખર એ ગરુડોના કિલ્લા છે.

29“ત્યાંથી તે પોતાનો શિકાર શોધી કાઢે છે;

તેની આંખો તેને દૂરથી શોધી કાઢે છે.

30તેનાં બચ્ચાં પણ લોહી પીવે છે;

અને જ્યાં મૃતદેહો પડ્યા હોય ત્યાં ગીધ એકઠાં થાય છે.”

Ilustración artística: una interpretación, no un registro histórico.

¿Sabías que…?

El cuidado y el diseño de Dios en el reino animal

  • El discurso divino interpela a Job acerca de la naturaleza indómita de animales como el asno salvaje y el buey salvaje. A diferencia de las bestias domesticadas usadas para arar y trillar, estas criaturas habitan libres en el desierto y las llanuras salinas, al margen del dominio humano.Fuentes: el propio texto bíblico
  • El texto resalta los hábitos particulares del avestruz al anidar, describiendo cómo deja sus huevos en la arena sin el cuidado protector típico de otras aves, aunque supera en velocidad al caballo y a su jinete en campo abierto.Fuentes: el propio texto bíblico
  • La descripción del caballo de batalla resalta su intrepidez, fuerza y entusiasmo ante las armas y el toque del cuerno de guerra, subrayando que su valentía y naturaleza provienen de Dios y no del entrenamiento humano.Fuentes: el propio texto bíblico

Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.

Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fuente: http://ebible.org/guj2017/ · eBible.org

Habla con nosotros

Cuéntanos desde dónde lees, cómo te ha ayudado la Biblia o qué podemos mejorar. Leemos todos los mensajes.