Eclesiastés 9
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.
મનુષ્ય-જ્ઞાન પરિચય
1એ બાબતમાં મેં જ્યારે કાળજીપૂર્વક તપાસ કરી તો મને જાણવા મળ્યું કે સદાચારીઓ અને જ્ઞાનીઓ તથા તેઓનાં કામ ઈશ્વરના હાથમાં છે. મેં જોયું કે તે પ્રેમ હશે કે ધિક્કાર તે કોઈ પણ જાણતું નથી. બધું તેઓનાં ભાવીમાં છે.
2બધી બાબતો સઘળાને સરખી રીતે મળે છે.
નેકની તથા દુષ્ટની,
સારાંની તથા ખરાબની
શુદ્ધની તથા અશુદ્ધની,
યજ્ઞ કરનારની તથા યજ્ઞ નહિ કરનારની પરિસ્થિતિ સમાન જ થાય છે.
જેવી સજ્જનની સ્થિતિ થાય છે તેવી જ દુર્જનની સ્થિતિ થાય છે.
જેવી સમ ખાનારની સ્થિતિ થાય છે તેવી જ સમ ન ખાનારની પણ થાય છે.
3સર્વ મનુષ્યોની ગતિ એક જ થવાની છે, એ તો જે બધાં કામ પૃથ્વી પર થાય છે તેઓમાંનો એક અનર્થ છે, વળી માણસોનું અંત:કરણ દુષ્ટતાથી ભરપૂર છે, જ્યાં સુધી તેઓ જીવે છે ત્યાં સુધી તેઓના હૃદયમાં મૂર્ખામી હોય છે, અને તે પછી તેઓ મૃતજનોમાં ભળી જાય છે.
4જેનો સંબંધ સર્વ જીવતાઓની સાથે છે તેને આશા છે; કારણ કે જીવતો કૂતરો મૂએલા સિંહ કરતાં સારો છે.
5જીવતાઓ જાણે છે કે તેઓ મરવાના છે.
પરંતુ મૃત્યુ પામેલાઓ કશું જાણતા નથી.
તેઓને હવે પછી કોઈ બદલો મળવાનો નથી.
તેઓની સ્મૃતિ પણ નાશ પામે છે.
6તેઓનો પ્રેમ, ઈર્ષ્યા, ધિક્કાર,
હવે નષ્ટ થયા છે.
અને જે કાંઈ હવે દુનિયામાં થાય છે
તેમાં તેઓને કોઈ હિસ્સો મળવાનો નથી.
7તારે રસ્તે ચાલ્યો જા, આનંદથી તારી રોટલી ખા અને આનંદિત હૃદયથી તારો દ્રાક્ષારસ પી.
કેમ કે ઈશ્વર સારાં કામોનો સ્વીકાર કરે છે.
8તારાં વસ્ત્રો સદા શ્વેત રાખ. અને તારા માથાને અત્તરની ખોટ કદી પડવા દઈશ નહિ.
9દુનિયા પર જે ક્ષણિક જીવન ઈશ્વરે તને આપ્યું છે, તેમાં તારી પત્ની, જેના પર તું પ્રેમ કરે છે, તેની સાથે વ્યર્થતાના સર્વ દિવસો આનંદથી વિતાવ, કારણ કે આ તારી જિંદગીમાં તથા પૃથ્વી પર જે ભારે પરિશ્રમ તું કરે છે તેમાં એ તારો હિસ્સો છે. 10જે કંઈ કામ તારે હાથ લાગે તે સામર્થ્યથી કર, કારણ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.
11હું પાછો ફર્યો તો પૃથ્વી પર મેં એવું જોયું કે;
શરતમાં વેગવાનની જીત થતી નથી.
અને યુદ્ધોમાં બળવાનની જીત થતી નથી.
વળી, બુદ્ધિમાનને રોટલી મળતી નથી.
અને સમજણાને ધન મળતું નથી.
તેમ જ ચતુર પુરુષો પર રહેમનજર હોતી નથી.
પણ સમય તથા પ્રસંગની અસર સર્વને લાગુ પડે છે.
12કોઈ પણ મનુષ્ય પોતાનો સમય જાણતો નથી;
કેમ કે જેમ માછલાં ક્રૂર જાળમાં સપડાઈ જાય છે,
અને જેમ પક્ષીઓ ફાંદામાં ફસાય છે,
તેમ જ ખરાબ સમય માણસો ઉપર એકાએક આવી પડે છે,
અને તેમને ફસાવે છે.
ડહાપણ અને મૂર્ખાઈ વિષે વિચારો
13વળી મેં પૃથ્વી પર એક બીજી જ્ઞાનની બાબત જોઈ અને તે મને મોટી લાગી. 14એક નાનું નગર હતું. તેમાં થોડાં જ માણસો હતાં. એક બળવાન રાજા પોતાના સૈન્ય સાથે નગર પર ચડી આવ્યો. અને તેને ઘેરો ઘાલ્યો. તેની સામે મોટા મોરચા બાંધ્યા. 15હવે આ નગરમાં એક ખૂબ ગરીબ પણ બુદ્ધિમાન માણસ રહેતો હતો. તે જાણતો હતો કે નગરને કેવી રીતે બચાવવું, પોતાની બુદ્ધિ અને સલાહથી તેણે નગરને બચાવ્યું પણ થોડા સમય પછી સર્વ તેને ભૂલી ગયા.
16ત્યારે મેં કહ્યું કે, બળ કરતાં બુદ્ધિ ઉત્તમ છે, તેમ છતાં ગરીબ માણસની બુદ્ધિને તુચ્છ ગણવામાં આવે છે, અને તેનું કહેવું કોઈ સાંભળતું નથી.
17મૂર્ખ સરદારના પોકાર કરતાં,
બુદ્ધિમાન માણસનાં છૂપા બોલ વધારે સારા છે.
18યુદ્ધશસ્ત્રો કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે;
પણ એક પાપી માણસ ઘણી ઉત્તમતાનો નાશ કરે છે.

¿Sabías que…?
Un destino común y el valor de la vida
- El autor aconseja celebrar la vida cotidiana mediante expresiones antiguas de alegría y honor: comer pan, beber vino, vestir ropas blancas y ungir la cabeza con aceite.Fuentes: el propio texto bíblico
- El pasaje alude al Seol como el reino de los muertos, describiéndolo como un estado donde cesan el trabajo, los planes, el conocimiento y la sabiduría, lo que subraya la urgencia de vivir activamente en el presente.Fuentes: el propio texto bíblico
- La guerra de asedio antigua se ilustra mediante el relato de un rey poderoso que construye grandes rampas de asedio contra una ciudad pequeña, la cual es liberada por la sabiduría de un hombre pobre y no por la fuerza militar.Fuentes: el propio texto bíblico
Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.
Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Fuente: http://ebible.org/guj2017/ · eBible.org