Eclesiastés 10
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.
શાણપણભરી વાતો
1જેમ મરેલી માખીઓ અત્તરને દૂષિત કરી દે છે,
તેવી જ રીતે થોડી મૂર્ખાઈ બુદ્ધિ અને સન્માનને દબાવી દે છે.
2બુદ્ધિમાન માણસનું હૃદય તેને જમણે હાથે છે,
પણ મૂર્ખનું હૃદય તેને ડાબે હાથે છે.
3વળી મૂર્ખ પોતાને રસ્તે જાય છે,
ત્યારે તેની બુદ્ધિ ખૂટી જાય છે,
અને તે દરેકને કહે છે કે હું મૂર્ખ છું.
4જ્યારે તારો અધિકારી તારા પર ગુસ્સે થાય તો તું ત્યાંથી નાસી ન જા,
કારણ કે નમ્ર થવાથી ભારે ગુસ્સો પણ સમી જાય છે.
5મેં આ દુનિયામાં એક અનર્થ જોયો છે,
અને તે એ છે કે અધિકારી દ્વારા થયેલી ભૂલ;
6મૂર્ખને ઉચ્ચ પદવીએ સ્થાપન કરવામાં આવે છે,
જ્યારે ધનવાનો નીચા સ્થળે બેસે છે.
7મેં ગુલામોને ઘોડે સવાર થયેલા
અને અમીરોને ગુલામોની જેમ પગે ચાલતા જોયા છે.
8જે ખાડો ખોદે છે
તે જ તેમાં પડે છે અને જે વાડમાં છીંડું પાડે છે તેને સાપ કરડે છે.
9જે માણસ પથ્થર ખસેડશે,
તેને જ તે વાગશે,
અને કઠિયારો લાકડાથી જ જોખમમાં પડે છે.
10જો કોઈ બુઠ્ઠા લોખંડને ઘસીને તેની ધાર ન કાઢે,
તો તેને વધારે શકિતની જરૂર પડે છે,
સીધા ચાલવાને માટે બુદ્ધિ લાભકારક છે.
11જો મંત્ર્યા અગાઉ જ સાપ કોઈને કરડી જાય,
તો મદારીની વિદ્યા નકામી છે.
12જ્ઞાની માણસનાં શબ્દો માયાળુ છે
પણ મૂર્ખના બોલ તેનો પોતાનો જ નાશ આમંત્રે છે.
13તેના મુખના શબ્દોનો આરંભ મૂર્ખાઈ છે,
અને તેના બોલવાનું પરિણામ નુકસાનકારક છે.
14વળી મૂર્ખ માણસ વધારે બોલે છે,
પણ ભવિષ્ય વિષે કોઈ જાણતું નથી.
કોણ જાણે છે કે તેની પોતાની પાછળ શું થવાનું છે?
15મૂર્ખની મહેનત તેઓમાંના દરેકને થકવી નાખે છે.
કેમ કે તેને નગરમાં જતાં આવડતું નથી.
16જો તારો રાજા યુવાન હોય,
અને સરદારો સવારમાં ઉજાણીઓ કરતા હોય, ત્યારે તને અફસોસ છે!
17તારો રાજા કુલીન કુટુંબનો હોય ત્યારે દેશ આનંદ કરે છે,
તારા હાકેમો કેફને સારુ નહી
પણ બળ મેળવવાને માટે યોગ્ય સમયે ખાતા હોય છે.
ત્યારે તો તું આશીર્વાદિત છે!
18આળસથી છાપરું નમી પડે છે,
અને હાથની આળસથી ઘરમાં પાણી ટપકે છે.
19ઉજાણી મોજમજાને માટે ગોઠવવામાં આવે છે,
અને દ્રાક્ષારસ જીવને ખુશી આપે છે.
પૈસા સઘળી વસ્તુની જરૂરિયાત પૂરી પાળે છે.
20રાજાને શાપ ન આપીશ તારા વિચારમાં પણ નહિ,
અને દ્રવ્યવાનને તારા સૂવાના ઓરડામાંથી પણ શાપ ન દે,
કારણ કે, વાયુચર પક્ષી તે વાત લઈ જશે
અને પંખી તે વાત કહી દેશે.

¿Sabías que…?
Sabiduría, Necedad y Gobierno
- El capítulo emplea imágenes de la vida cotidiana antigua —como moscas muertas que arruinan el perfume, serpientes en grietas de muros de piedra y hachas sin filo que exigen más esfuerzo físico— para mostrar cómo pequeños errores o la falta de destreza pueden echar a perder grandes esfuerzos.Fuentes: el propio texto bíblico
- El autor contrasta el buen y el mal liderazgo, señalando que una nación sufre cuando su rey es inexperto y sus príncipes banquetean por la mañana en lugar de gobernar con templanza.Fuentes: el propio texto bíblico
- La advertencia de que un ave del cielo podría llevar las palabras pronunciadas contra un gobernante en la alcoba privada refleja el conocimiento antiguo sobre espías en la corte y el riesgo político de las palabras imprudentes.Fuentes: el propio texto bíblico
Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.
Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Fuente: http://ebible.org/guj2017/ · eBible.org