Psalms 97
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.
પ્રભુ સર્વોચ્ચ રાજકર્તા
1યહોવાહ રાજ કરે છે; પૃથ્વી હરખાઓ;
ટાપુઓનો સમૂહ આનંદ પામો.
2વાદળો અને અંધકાર તેમની આસપાસ છે.
ન્યાયીપણું તથા ન્યાય તેમના રાજ્યાસનનો પાયો છે.
3અગ્નિ તેમની આગળ ચાલે છે
અને તે તેમની આસપાસના તેમના શત્રુઓને ભસ્મ કરે છે.
4તેમની વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું છે;
તે જોઈને પૃથ્વી કાંપી.
5યહોવાહની સમક્ષ, આખી પૃથ્વીના પ્રભુની સમક્ષ,
પર્વતો મીણની જેમ પીગળી ગયા.
6આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરે છે
અને સર્વ લોકોએ તેમનો મહિમા જોયો છે.
7મૂર્તિઓની પૂજા કરનારાઓ,
મૂર્તિઓમાં અભિમાન કરનારાઓ,
ઓ બધી દેવતાઓ! તેમની આગળ પ્રણામ કરો.
8હે યહોવાહ, તમારાં ન્યાયનાં કાર્યો વિષે
સાંભળીને સિયોન આનંદ પામ્યું
અને યહૂદિયાની દીકરીઓ હરખાઈ.
9કેમ કે, હે યહોવાહ, તમે સમગ્ર પૃથ્વી પર પરાત્પર છો.
તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.
10હે યહોવાહ પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાને ધિક્કારો!
તે પોતાના ભક્તોના આત્માઓનું રક્ષણ કરે છે
અને તે તેઓને દુષ્ટોના હાથમાંથી છોડાવે છે.
11ન્યાયીઓને અજવાળાથી
અને જેઓનાં હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરપૂર કરવામાં આવે છે.
12હે ન્યાયીઓ, તમે યહોવાહમાં આનંદ કરો;
અને તેમના પવિત્ર નામની સ્તુતિ કરો.

Did you know?
The Lord's Universal Reign
- Psalm 97 portrays God's supreme rule using dramatic theophany imagery, describing dense clouds, darkness, consuming fire, and lightning flashes that cause the earth to tremble and mountains to melt like wax.Sources: the Bible text itself
- The psalm mentions Zion rejoicing alongside the surrounding towns of Judah; historically, Zion was the elevated southeastern hill of Jerusalem where King David established his citadel and palace.Sources: the Bible text itself · Zion
- The text directly confronts idolatry by declaring shame upon those who boast in carved images, contrasting their futile worship with the deliverance and joy bestowed upon the upright in heart.Sources: the Bible text itself
Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.
Places in this chapter
- Zion · Today: Jerusalem · 31.777, 35.234 · verse 8
Only places identified with high confidence are shown (90% or more according to the scholarly sources compiled by OpenBible). Period map: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; modern map: © OpenStreetMap contributors; places: OpenBible.info (CC BY 4.0).
Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Source: http://ebible.org/guj2017/ · eBible.org