Psalms 96
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.
ઈશ્વર:સર્વોચ્ચ રાજા
1યહોવાહની આગળ નવું ગીત ગાઓ;
આખી પૃથ્વી, યહોવાહની આગળ ગાઓ.
2યહોવાહની આગળ ગાઓ, તેમના નામની પ્રશંસા કરો;
તેમના દ્વારા મળતો ઉદ્ધાર દિનપ્રતિદિન પ્રગટ કરો.
3વિદેશીઓમાં તેમનો મહિમા પ્રગટ કરો,
સર્વ લોકોમાં તેમના ચમત્કાર, જાહેર કરો.
4કારણ કે યહોવાહ મહાન છે અને બહુ સ્તુત્ય છે.
સર્વ દેવો કરતાં તે ભયાવહ છે.
5કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે,
પણ યહોવાહે, આકાશોને ઉત્પન્ન કર્યાં.
6ભવ્યતા અને મહિમા તેમની હજૂરમાં છે.
સામર્થ્ય તથા સૌંદર્ય તેમના પવિત્રસ્થાનમાં છે.
7લોકોનાં કુળો, યહોવાહની સ્તુતિ કરો,
ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો.
8યહોવાહના નામને શોભતું ગૌરવ તેમને આપો.
અર્પણ લઈને તેમના આંગણામાં આવો.
9પવિત્રતાની સુંદરતાએ યહોવાહને ભજો.
આખી પૃથ્વી, તેમની આગળ કંપો.
10વિદેશીઓમાં કહો, “યહોવાહ રાજ કરે છે.”
જગત પણ એવી રીતે સ્થાપન કરવામાં આવ્યું છે કે તે ખસેડી શકાય નહિ.
તે યથાર્થપણે લોકોનો ન્યાય કરશે.
11આકાશો આનંદ કરો અને પૃથ્વી હરખાઓ;
સમુદ્ર તથા તેનું ભરપૂરીપણું ગાજો.
12ખેતરો અને તેમાં જે કંઈ છે, તે સર્વ આનંદ કરો.
વનનાં સર્વ વૃક્ષો હર્ષ સાથે
13યહોવાહની આગળ ગાઓ, કેમ કે તે આવે છે.
તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે.
તે પ્રમાણિકપણે જગતનો
અને વિશ્વાસુપણે લોકોનો ન્યાય કરશે.

Did you know?
A Universal Song of Praise and Judgment
- Psalm 96 extends an invitation beyond Israel, calling all families of the nations to acknowledge the Lord, bring offerings into his courts, and abandon the idols of the peoples in recognition of the Creator of the heavens.Sources: the Bible text itself
- The psalm portrays the natural world—including the heavens, the earth, the roaring seas, fields, and forest trees—as actively rejoicing because the Lord comes to govern and judge all peoples with righteousness and equity.Sources: the Bible text itself
Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.
Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Source: http://ebible.org/guj2017/ · eBible.org