Nations Bible

Psalms 76

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.

ન્યાયી ઈશ્વર

મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને, આસાફનું ગીત; ગાયન.

1યહૂદિયામાં ઈશ્વર પ્રગટ થયેલા છે;

ઇઝરાયલમાં તેમનું નામ મોટું છે.

2તેમનો મંડપ સાલેમમાં છે

અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે.

3ત્યાં તેમણે ધનુષ્યનાં ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં,

ઢાલ, તલવાર તથા યુદ્ધસામગ્રી તેમણે ભાંગી નાખ્યાં. સેલાહ

4સનાતન પર્વતોમાંથી

તમે મહિમાવાન તથા ઉત્તમ છો.

5જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયેલા છે,

તેઓ નિદ્રાવશ થયા છે.

સર્વ લડવૈયાઓ અસહાય થઈ ગયા છે.

6હે યાકૂબના ઈશ્વર, તમારી ધમકીથી

રથ અને ઘોડા બન્ને ભરનિદ્રામાં પડ્યા છે.

7તમે, હા, તમે ભયાવહ છો;

જ્યારે તમે કોપાયમાન થાઓ, ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે?

8તમે આકાશમાંથી ન્યાય ચુકાદો ફરમાવ્યો,

ધરતી ભયભીત બનીને શાંત થઈ ગઈ.

9હે ઈશ્વર, તમે ન્યાય કરવા માટે

અને પૃથ્વીના સર્વ ગરીબોને બચાવવાને માટે ઊભા થયા છે. સેલાહ

10નિશ્ચે માણસનો કોપ તમારું સ્તવન કરશે.

બાકી રહેલો તેનો કોપ તમે તમારી કમરે બાંધશો.

11તમે તમારા ઈશ્વર યહોવાહની પ્રતિજ્ઞાઓ લઈને પૂરી કરો.

તેમની આસપાસના સર્વ ભયાવહ ઈશ્વરની પાસે દાન લાવો.

12તે રાજકુમારોનું અભિમાન ઉતારશે;

પૃથ્વીના રાજાઓની પ્રત્યે તે ભયાવહ છે.

Did you know?

God's Victory and Dwelling in Zion

  • Psalm 76 is part of a collection of psalms (Psalms 50 and 73–83) attributed to Asaph, a Levite musician and seer who led choral worship during the reign of King David.Sources: Asaph (Levite) · the Bible text itself
  • The psalm pairs the names Salem and Zion as the dwelling place of God. Salem is an ancient name commonly understood to refer to Jerusalem, while Zion was the elevated hill where David established his citadel.Sources: Salem · Zion · the Bible text itself

Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.

Places in this chapter

  • Salem · Today: Jerusalem · 31.777, 35.234 · verse 2
  • Zion · Today: Jerusalem · 31.777, 35.234 · verse 2

Only places identified with high confidence are shown (90% or more according to the scholarly sources compiled by OpenBible). Period map: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; modern map: © OpenStreetMap contributors; places: OpenBible.info (CC BY 4.0).

Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Source: http://ebible.org/guj2017/ · eBible.org

Talk to us

Tell us where you read from, how the Bible has helped you, or what we could improve. We read every message.