Psalms 75
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.
ન્યાય-તુલા ઈશ્વરને હાથ
મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ આસાફનું ગીત; ગાયન
1હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ;
અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે તમે તમારી હાજરીને પ્રગટ કરો છો;
લોકો તમારાં આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.
2પ્રસંગ આવશે ત્યારે હું તમારો યથાર્થ ન્યાય કરીશ.
3જો કે પૃથ્વી તથા તેમાં રહેનારાં બધાં ક્ષય પામે,
તો હું તેના સ્તંભો સ્થાપન કરીશ. સેલાહ
4મેં ઘમંડીઓને કહ્યું, “અભિમાન કરશો નહિ”
અને દુષ્ટોને કહ્યું, “શિંગ ઉઠાવશો નહિ.
5તમારું શિંગ ઊંચું ન કરો;
અભિમાન સાથે ન બોલો.”
6ઉન્નતિ દક્ષિણ કે પૂર્વ બાજુએથી આવતી નથી,
ના તો અરણ્યમાંથી.
7પણ ઈશ્વર ન્યાયાધીશ છે;
તે એકને નીચે પાડી નાખે છે અને બીજાને ઊંચો કરે છે.
8કેમ કે યહોવાહના હાથમાં રાતા દ્રાક્ષારસનો પ્યાલો છે,
તે તેજાનાની મેળવણીથી ભરેલો છે તેમાંથી તે પીરસે છે.
નિશ્ચે પૃથ્વીના દુષ્ટ લોકો નીચે પડી રહેલો છેલ્લો કૂચો ચૂસી જશે.
9પણ હું તો સદાકાળ બીજાઓને તમારાં કર્યો વિષે કહીશ;
હું યાકૂબના ઈશ્વરની સ્તુતિ ગાઈશ.
10તે કહે છે કે, “હું દુષ્ટોનાં સર્વ શિંગ કાપી નાખીશ,
પણ ન્યાયીઓનાં શિંગો ઊંચાં કરવામાં આવશે.”
Did you know?
God the Righteous Judge
- Psalm 75 belongs to a collection of psalms (Psalms 50 and 73–83) attributed to Asaph, a Levite and master musician who served as one of King David's choir leaders and was also described as a seer.Sources: Asaph (Levite) · the Bible text itself
- The psalm employs vivid imagery to depict divine sovereignty and justice: raising a horn represents arrogant power, while a cup filled with foaming, spiced wine drained to the dregs symbolizes full judgment poured out upon the wicked.Sources: the Bible text itself
Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.
Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Source: http://ebible.org/guj2017/ · eBible.org