Psalms 45
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.
રાજવી લગ્નગીત
મુખ્ય ગવૈયાને માટે; રાગ શોશાન્નિમ; કોરાના દીકરાઓનું (ગીત). માસ્કીલ. પ્રેમ વિષે ગીત.
1મારું હૃદય ઉત્તમ વિષયથી ભરાઈ ગયું છે;
જે શબ્દો મેં રાજાને માટે લખ્યા છે તે હું બોલું છું;
મારી જીભ શ્રેષ્ઠ લેખકની કલમ જેવી ચપળ છે.
2તમે માણસ કરતાં વધારે સુંદર છો;
તમારા હોઠો કૃપાથી ભરેલા છે;
માટે અમે જાણીએ છીએ કે ઈશ્વરે તમને સદાને માટે આશીર્વાદિત કર્યા છે.
3હે પરાક્રમી, તમે તમારી તલવાર કમરે બાંધો,
તમારું ગૌરવ તથા તમારો મહિમા ધારણ કરો.
4સત્ય, નમ્રતા તથા ન્યાયીપણાને અર્થે
તમારા પ્રતાપે સવારી કરીને વિજયવંત થાઓ;
તમારો જમણો હાથ તમને ભયંકર કૃત્યો શીખવશે.
5તમારાં બાણ તીક્ષ્ણ છે;
તે રાજાના શત્રુઓના હૃદયને વીંધે છે;
તેથી લોકો તમારે શરણે આવે છે.
6ઈશ્વરે તમારા માટે આપેલા રાજ્યાસન સનાતન છે;
તમારો રાજદંડ તે યથાર્થ રાજદંડ છે.
7તમને ન્યાયીપણા પર પ્રીતિ છે અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે;
માટે ઈશ્વર, તમારા ઈશ્વર, તમારા સાથીઓ કરતાં
તમને સર્વશ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિક્ત કર્યા છે.
8તમારા બધાં વસ્ત્રો બોળ, અગર તથા તજની સુગંધથી મહેંકે છે;
હાથીદાંતના મહેલોમાં તારનાં વાજિંત્રો તમને આનંદ પમાડે છે.
9રાજાની દીકરીઓની મધ્યે કેટલીક સ્ત્રીઓ આદરમાન છે;
તમારે જમણે હાથે ઓફીરના સોનાથી શણગારેલા રાણી ઊભાં રહે છે.
10હે દીકરી, સાંભળ, કાન ધર;
તારા લોકોને અને તારા પિતાના ઘરને ભૂલી જા.
11આ રીતે રાજા તારા સૌંદર્ય પર મોહિત થશે;
તે તારા સ્વામી છે; તું તેમની સેવા કર.
12તૂરની દીકરી ભેટ લઈને ત્યાં આવશે;
ધનવાન લોકો તારી કૃપાને માટે તને કાલાવાલા કરશે.
13રાજપુત્રી મહેલમાં સંપૂર્ણ ગૌરવવાન છે;
તેનાં વસ્ત્રોમાં સોનાના તાર વણેલા છે.
14શણગારેલાં વસ્ત્રો પહેરીને તેને રાજા પાસે લઈ જવામાં આવશે;
કુમારિકાઓ, જે તેની સાથીઓ છે, તે તેની પાછળ ચાલે છે,
તેઓને તમારી પાસે લાવવામાં આવશે.
15તેઓને આનંદથી તથા ઉત્સાહથી લાવવામાં આવશે;
તેઓ રાજમહેલમાં પ્રવેશ કરશે.
16તમારા પિતૃઓને સ્થાને તમારા દીકરાઓ આવશે,
જેઓને તમે આખા દેશ પર રાજકુમાર ઠરાવશો.
17હું પેઢી દરપેઢી તમારા નામનું સ્મરણ રખાવીશ;
તેથી લોકો સદાકાળ સુધી તમારી આભારસ્તુતિ કરશે.

Did you know?
A Royal Wedding Song
- Psalm 45 is introduced as a love song and a Maskil of the sons of Korah, depicting a royal wedding accompanied by harps, ivory palaces, and garments perfumed with myrrh, aloes, and cassia.Sources: the Bible text itself
- The queen is described wearing gold from Ophir, a region famous in antiquity for its fine gold, though ancient translators and scholars have placed its location variously in Arabia, India, or the Malay Peninsula.Sources: the Bible text itself · Ophir
- The psalm notes that the Daughter of Tyre brings gifts to the king, reflecting Tyre's role as a powerful Phoenician maritime center whose merchants carried commerce across the Mediterranean.Sources: the Bible text itself · Tyre
Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.
Places in this chapter
- Tyre · 33.271, 35.196 · verse 12
Only places identified with high confidence are shown (90% or more according to the scholarly sources compiled by OpenBible). Period map: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; modern map: © OpenStreetMap contributors; places: OpenBible.info (CC BY 4.0).
Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Source: http://ebible.org/guj2017/ · eBible.org