Psalms 44
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Tap a verse to see its cross-references.
રક્ષણ માટે પ્રજાનો પોકાર
મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું (ગીત). માસ્કીલ.
1હે ઈશ્વર, જે કૃત્યો અમારા પિતૃઓના સમયમાં
એટલે પુરાતન કાળમાં, તમે જે કામો કર્યાં હતાં, તે વિષે તેઓએ અમને કહ્યું છે
તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે.
2તમે તમારે હાથે વિદેશીઓને નસાડી મૂક્યા,
અને તમે તમારા લોકોને વસાવ્યા;
તમે વિદેશી લોકો પર દુઃખ લાવ્યા,
પણ તમે અમારા લોકોને દેશમાં વસાવ્યા.
3તેઓએ પોતાની તલવાર વડે દેશને કબજે કર્યો નહોતો,
વળી તેઓએ પોતાના ભુજ વડે પોતાનો બચાવ કર્યો નહોતો;
પણ તમારા જમણા હાથે, તમારા ભુજે અને તમારા મુખના પ્રકાશે તેમને બચાવ્યા હતા,
કેમ કે તમે તેઓ પર પ્રસન્ન હતા.
4તમે મારા ઈશ્વર તથા રાજા છો;
તમે યાકૂબને વિજય ફરમાવો.
5તમારી સહાયતાથી અમે અમારા વૈરીઓને જમીનદોસ્ત કરી નાખીશું;
તમારે નામે અમારી વિરુદ્ધ ઊઠનારને છૂંદી નાખીશું.
6કેમ કે હું મારા ધનુષ્ય પર ભરોસો રાખીશ નહિ,
મારી તલવાર પણ મારો બચાવ કરી શકશે નહિ.
7પણ અમારા વૈરીઓથી તમે અમને બચાવ્યા છે
અને જેઓ અમને ધિક્કારે છે તેઓને બદનામ કર્યા છે.
8આખો દિવસ અમે ઈશ્વરમાં બડાશ મારી છે
અને અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ કરીશું. સેલાહ.
9પણ હવે તમે અમને દૂર કર્યા છે અને શરમિંદા કર્યા છે
અને અમારા સૈન્યોની સાથે તમે બહાર આવતા નથી.
10તમે શત્રુઓ આગળ અમારી પાસે પીઠ ફેરવાવો છો;
અને જેઓ અમને ધિક્કારે છે તેઓ પોતાની મરજી પ્રમાણે અમને લૂંટે છે.
11તમે અમને કાપવાનાં ઘેટાંની જેમ બનાવી દીધા છે
અને વિદેશીઓમાં અમને વિખેરી નાખ્યા છે.
12તમે તમારા લોકોને મફત વેચી દીધા છે;
તેઓની કિંમતથી અમને કંઈ લાભ થતો નથી.
13અમારા પડોશીઓ આગળ તમે અમને નિંદારૂપ બનાવ્યા છે,
અમારી આસપાસના લોકો સમક્ષ અમને હાંસીરૂપ તથા તિરસ્કારરૂપ બનાવ્યા છે.
14તમે અમને વિદેશીઓમાં કહાણીરૂપ
અને લોકોમાં માથાં હલાવવાનું કારણ કરો છો.
15આખો દિવસ મારી આગળથી મારું અપમાન ખસતું નથી
અને મારા મુખ પર થતી શરમિંદગીએ મને ઢાંકી દીધો છે.
16નિંદા તથા દુર્ભાષણ કરનાર બોલને લીધે
અને શત્રુ તથા વેર વાળનારની દ્રષ્ટિને લીધે આવું થાય છે.
17આ બધું અમારા પર આવી પડ્યું છે; તોપણ અમે તમને વીસરી ગયા નથી
અને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી બન્યા નથી.
18અમારું હૃદય તમારાથી પાછું હઠી ગયું નથી;
અમારાં પગલાં તમારા માર્ગ પરથી અન્ય માર્ગે વળ્યાં નથી.
19તોપણ તમે અમને શિયાળવાંની જગ્યામાં કચડ્યા છે
અને અમને મોતની છાયાથી ઢાંકી દીધા છે
20જો અમે અમારા ઈશ્વરનું નામ ભૂલી ગયા હોઈએ
અથવા પારકા દેવોની તરફ અમારા હાથ ફેલાવ્યા હોય,
21તો શું ઈશ્વર તે શોધી ન કાઢત?
કેમ કે તે હૃદયની ગુપ્ત વાતો જાણે છે.
22કેમ કે તમારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ;
કાપવાના ઘેટાંની જેવા અમને ગણવામાં આવે છે.
23હે પ્રભુ, જાગો, તમે કેમ ઊંઘો છો?
ઊઠો, અમને સદાને માટે દૂર ન કરો.
24તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવ્યું છે?
અને અમારું સંકટ તથા અમારી સતાવણી કેમ વીસરી જાઓ છો?
25કેમ કે અમારો જીવ જમીન સુધી નમી ગયો છે;
અને અમે પેટ ઘસડતા થયાં છીએ.
26અમને મદદ કરવાને ઊઠો
અને તમારી કૃપાથી અમને છોડાવો.

Did you know?
A Community Lament in Time of Defeat
- Psalm 44 is introduced as a Maskil of the sons of Korah, a Levite family associated with temple music and liturgy, descending from the Levite Korah mentioned in Exodus and Numbers.Sources: the Bible text itself · Korah (Levite)
- Unlike many biblical laments that connect national disaster to idolatry, the community in Psalm 44 insists on its loyalty, declaring that they have neither forgotten God nor betrayed His covenant.Sources: the Bible text itself
- The psalm contrasts ancestral traditions of God establishing Israel in the land with a painful present reality of military defeat, scattering among the nations, and being treated like sheep destined for slaughter.Sources: the Bible text itself
Notes written with AI assistance from open sources (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, public domain) and reviewed before publishing.
Credits and license for this translation
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Source: http://ebible.org/guj2017/ · eBible.org