Zacarias 8
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toque num versículo para ver as referências cruzadas.
યરુશાલેમના જીર્ણોદ્ધારનું વચન
1સૈન્યોના યહોવાહનું વચન મારી પાસે આવ્યું, 2“સૈન્યોના યહોવાહ એવું કહે છે કે:
‘મને સિયોન માટે ઘણો આવેશ છે,
તેથી મને તેના પર ઘણો ગુસ્સો આવે છે.’
3સૈન્યોના યહોવાહ એવું કહે છે કે:
હું સિયોનમાં પાછો આવ્યો છું અને યરુશાલેમની મધ્યે રહીશ,
કેમ કે યરુશાલેમ સત્યનું નગર કહેવાશે અને સૈન્યોના યહોવાહનો પવિત્ર પર્વત કહેવાશે.’”
4સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે કે,
‘યરુશાલેમમાંની ગલીઓમાં ફરીથી વૃદ્ધ પુરુષો તથા સ્ત્રીઓ,
ઘણી ઉંમર થઈ ગઈ હોવાને લીધે હાથમાં લાકડી લઈને બેસશે.
5નગરની શેરીઓ તે નગરમાં રમતાં
છોકરાઓ તથા છોકરીઓથી ભરપૂર થશે.’”
6સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે કે;
‘જો તે આ દિવસોના બાકી રહેલા લોકોની નજરમાં અદ્ભૂત લાગે છે,
તો તે મારી નજરમાં પણ અદ્દભુત લાગે?” એવું સૈન્યોના ઈશ્વર યહોવાહ કહે છે.
7સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે કે,
‘જુઓ હું મારા લોકોને પૂર્વના તથા પશ્ચિમના દેશમાંથી બચાવી લાવીશ!
8હું તેઓને પાછા લાવીશ, તેઓ યરુશાલેમની મધ્યે રહેશે,
તેઓ મારી પ્રજા થશે,
હું સત્યથી તથા નીતિથી તેઓનો ઈશ્વર થઈશ!”
9સૈન્યોના ઈશ્વર યહોવાહ કહે છે કે:
‘જ્યારે સૈન્યોના યહોવાહનું સભાસ્થાન બાંધવા સારુ તેનો પાયો નાખવામાં આવ્યો,
ત્યારે પ્રબોધકોએ કહેલા વચનો સાંભળનારાઓ,
તમારા હાથ બળવાન કરો.
10કેમ કે તે સમય અગાઉ
કોઈ માણસને પાક મળતો ન હતો, કે કોઈ જાનવરને પાક માટે મજૂરી પણ મળતી ન હતી.
દુશ્મનને લીધે અંદર જનાર કે બહાર આવનારને કંઈ શાંતિ ન હતી.
મેં દરેક માણસોને પોતાના પડોશી વિરુદ્ધ કરી દીધા હતા.
11પણ હવે હું આ લોકોના બચેલાઓની સાથે અગાઉની માફક વર્તીશ નહિ.’
એવું સૈન્યોના યહોવાહ કહે છે.
12“ત્યાં શાંતિનું બીજ દેખાશે. દ્રાક્ષાવેલો તેનાં ફળ આપશે,
અને પૃથ્વી પોતાની ઊપજ આપશે. આકાશોમાંથી ઓસ પડશે,
કેમ કે આ લોકોમાંના બાકી રહેલાઓને હું આ સર્વ વસ્તુઓનો વારસો આપીશ.
13હે યહૂદિયાના તથા ઇઝરાયલના વંશજો,
તમે જેવી રીતે પ્રજાઓમાં શાપરૂપ હતા,
પણ હવે તમે આશીર્વાદરૂપ થશો અને હું તમારો ઉદ્ધાર કરીશ.
ભયભીત ન થાઓ, પણ તમારા હાથ બળવાન થાઓ.’”
14કેમ કે સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, ‘તમારા પિતૃઓએ મને ગુસ્સે કર્યો હોવાથી મેં તમને નુકસાન પહોંચાડવાની યોજના ઘડી હતી, અને તે વિષે મને દયા આવી નહિ સૈન્યોના યહોવાહ કહે છે, 15આ સમયોમાં મેં યરુશાલેમનું તથા યહૂદિયાના લોકોનું ફરી ભલું કરવાનું ધાર્યું છે! તમે ડરશો નહિ.
16તમારે આ બાબતો કરવી: દરેક માણસ પોતાના પડોશી સાથે સાચું બોલો, અને અદાલતમાં સાચો ન્યાય કરો અને તમારી ભાગળોમાં શાંતિ રહે. 17તમારામાંના કોઈએ પોતાના પડોશી વિરુદ્ધ પોતાના હૃદયમાં દુષ્ટ વિચાર લાવવો નહિ, કે કોઈ જૂઠા સમ ખાવાની આનંદ માણવા નહિ; કેમ કે હું આ સર્વ બાબતોને ધિક્કારું છું,” એવું સૈન્યોના યહોવાહ કહે છે.
18સૈન્યોના યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું કે, 19“સૈન્યોના યહોવાહ એવું કહે છે કે: ચોથા, પાંચમા, સાતમા અને દશમા મહિનાનો ઉપવાસ યહૂદિયાના લોકોને આનંદરૂપ, હર્ષરૂપ તથા ખુશકારક ઉત્સવો થશે! માટે સત્યતા તથા શાંતિને પ્રેમ કરો!”
20સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, ‘અન્ય લોકો તથા ઘણાં નગરોના રહેવાસીઓ આવશે. 21એક નગરના રહેવાસીઓ જઈને બીજા નગરના રહેવાસીઓને કહેશે કે, “ચાલો આપણે યહોવાહની કૃપાને માટે વિનંતી કરીએ અને સૈન્યોના યહોવાહને જલ્દી શોધીએ! હું પોતે પણ જઈશ!” 22ઘણાં લોકો અને બળવાન પ્રજાઓ સૈન્યોના યહોવાહની શોધ કરવા યરુશાલેમમાં આવશે અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે વિનંતી કરશે.”
23સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, ‘તે સમયે દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દસ માણસો તારા ઝભ્ભાની કિનારી હાથમાં લેશે અને કહેશે, “અમે તારી સાથે આવીશું, કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તારી સાથે છે.”

Você sabia?
A restauração e a futura bênção de Jerusalém
- Zacarias profetizou por volta de 519 a.C. para encorajar o remanescente que havia retornado para reconstruir o templo em Jerusalém após anos de adversidades e conflitos.Fontes: Prophecies of Zechariah · o próprio texto bíblico
- A profecia descreve Jerusalém—historicamente ligada ao Monte Sião—transformada de ruínas vulneráveis em uma cidade segura e próspera, onde idosos apoiados em seus bordões e crianças brincando enchem as praças.Fontes: Jerusalem · Zion · o próprio texto bíblico
- Os jejuns tradicionais guardados no quarto, quinto, sétimo e décimo meses seriam transformados em festas alegres, antecipando uma época em que pessoas de muitas nações estrangeiras buscariam a Deus em Jerusalém.Fontes: o próprio texto bíblico
Notas escritas com auxílio de IA a partir de fontes abertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, domínio público) e revisadas antes de publicar.
Lugares deste capítulo
- Jerusalem · 31.777, 35.234 · versículos 2, 3, 4, 8, 15, 20, 21, 22
- Zion · Hoje: Jerusalem · 31.777, 35.234 · versículos 2, 3
Só aparecem lugares com identificação de alta confiança (90% ou mais segundo as fontes acadêmicas reunidas pelo OpenBible). Mapa da época: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; mapa atual: © colaboradores do OpenStreetMap; lugares: OpenBible.info (CC BY 4.0).
Créditos e licença desta tradução
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Fonte: http://ebible.org/guj2017/ · eBible.org