Cântico dos Cânticos 2
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toque num versículo para ver as referências cruzadas.
1હું શારોનનું ગુલાબ છું,
અને ખીણોની ગુલછડી છું.
2કાંટાઓ મધ્યે જેમ ગુલછડી હોય છે, તે જ પ્રમાણે કુમારિકાઓમાં મારી પ્રિયતમા છે.
3જેમ જંગલના ઝાડમાં સફરજનનું વૃક્ષ હોય,
તેમ જુવાનો વચ્ચે મારો પ્રીતમ છે.
હું તેની છાયા નીચે બેસીને ઘણો આનંદ પામી,
અને તેના ફળનો સ્વાદ મને મીઠો લાગ્યો.
4તે મને ભોજન કરવાને ઘરે લાવ્યો,
અને તેની પ્રીતિરૂપી ધ્વજા મારા પર હતી.
5સૂકી દ્રાક્ષોથી મને હોશમાં રાખો અને સફરજનથી મને તાજી કરો;
કેમ કે હું પ્રેમપીડિત છું.
6તેનો ડાબો હાથ મારા માથા નીચે છે,
અને તેનો જમણો હાથ આલિંગન કરે છે.
7હે યરુશાલેમની દીકરીઓ,
હરણીઓના તથા જંગલી સાબરીઓના સમ દઈને કહું છું કે,
મારા પ્રીતમની મરજી થાય ત્યાં સુધી
તમે તેને ઢંઢોળીને ઉઠાડશો નહિ કે જગાડશો નહિ.
બીજું ગીત
8આ અવાજ તો મારા પ્રીતમનો છે! જુઓ તે,
પર્વતો પર કૂદતો,
ડુંગરો પર ઠેકડા મારતો અહીં આવે છે.
9મારો પ્રીતમ હરણ અને મૃગના બચ્ચા જેવો છે.
જુઓ, તે આપણી દીવાલ પાછળ ઊભો છે,
તે બારીમાંથી જોયા કરે છે,
તે જાળીમાંથી દેખાય છે.
10મારા પ્રીતમે મને કહ્યું,
“મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠ અને મારી સાથે બહાર આવ.
11જો, શિયાળો સમાપ્ત થયો છે;
વરસાદ પણ પૂરો થયો છે.
12ફૂલો જમીન પર ખીલવા લાગ્યાં છે;
કાપણીનો તથા પક્ષીઓના કલરવનો સમય આવ્યો છે,
આપણા દેશમાં કબૂતરોનો સ્વર સંભળાય છે.
13અંજીરના ઝાડ પર લીલાં અંજીર પાકે છે,
અને દ્રાક્ષાવેલામાં ફૂલો ખીલ્યાં છે,
તેઓ પોતાની ખુશ્બો ફેલાવે છે.
મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠીને બહાર નીકળી આવ.
14હે ખડકની ફાટોમાં,
પર્વતની ગુપ્ત ફાટોમાં રહેનારી મારી હોલી,
મને તારો ચહેરો જોવા દે,
તારો અવાજ સાંભળવા દે.
કેમ કે તારો અવાજ મીઠો છે અને તારો ચહેરો ખૂબસૂરત છે.”
15શિયાળવાં, નાનાં શિયાળવાંને મારા માટે પકડો,
તે દ્રાક્ષવાડીઓને બગાડે છે,
અમારી દ્રાક્ષવાડી ફૂલોથી ખીલી રહી છે.
16મારો પ્રીતમ મારો છે, હું તેની છું;
તે પોતાનાં ટોળાં ગુલછડીઓમાં ચરાવે છે.
17હે મારા પ્રીતમ ચાલ્યો જા,
પરોઢિયાનો શીતળ પવન વહે તે પહેલાં અને તારો પડછાયો પડે તે પહેલાં,
ચાલ્યો જા;
પર્વતો પરનાં ચપળ હરણાં અને મૃગનાં બચ્ચા જેવો થા.

Você sabia?
A Primavera e o Despertar do Amor
- Sarom era uma planície costeira fértil que se estendia entre o Mar Mediterrâneo e a região montanhosa a oeste de Jerusalém, celebrada por sua beleza e vegetação, inspirando imagens como a rosa de Sarom.Fontes: Saron · o próprio texto bíblico
- O poema retrata a chegada da primavera por meio de mudanças na natureza rural, como o fim das chuvas de inverno, o arrulhar das rolas, o amadurecimento dos figos e as videiras em flor que precisavam de proteção contra raposas.Fontes: o próprio texto bíblico
- A jovem se dirige repetidamente às filhas de Jerusalém, expressando suas advertências sobre o amor com base em animais selvagens dos campos, como gazelas e corças.Fontes: Jerusalem · o próprio texto bíblico
Notas escritas com auxílio de IA a partir de fontes abertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, domínio público) e revisadas antes de publicar.
Lugares deste capítulo
Só aparecem lugares com identificação de alta confiança (90% ou mais segundo as fontes acadêmicas reunidas pelo OpenBible). Mapa da época: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; mapa atual: © colaboradores do OpenStreetMap; lugares: OpenBible.info (CC BY 4.0).
Créditos e licença desta tradução
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Fonte: http://ebible.org/guj2017/ · eBible.org