Salmos 98
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toque num versículo para ver as referências cruzadas.
ઈશ્વર:સૃષ્ટિના રાજા
ગીત.
1યહોવાહની સમક્ષ, એક નવું ગીત ગાઓ,
કેમ કે તેમણે અદ્દભુત કૃત્યો કર્યાં છે;
તેમના જમણા હાથે તથા તેમના પવિત્ર બાહુએ પોતાને માટે વિજય મેળવ્યો છે.
2યહોવાહે પોતાનું તારણ બતાવ્યું છે;
તેમણે પોતાનું ન્યાયીપણું વિદેશીઓની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે.
3તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાર્યાં છે;
આખી પૃથ્વીએ આપણા ઈશ્વરનો વિજય જોયો છે.
4હે પૃથ્વીના લોકો, યહોવાહની આગળ હર્ષનાદ કરો;
આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ, હા, સ્તોત્રો ગાઓ.
5વીણાસહિત, વીણા તથા ગાયનસહિત
યહોવાહનાં સ્તોત્રો ગાઓ.
6તૂરી તથા રણશિંગડાંના અવાજથી
યહોવાહ રાજાની આગળ હર્ષનાદ કરો.
7સમુદ્ર તથા તેનું સર્વસ્વ,
જગત અને તેમાંના સર્વ રહેવાસીઓ, ગાજો.
8નદીઓના પ્રવાહો તાળી પાડો
અને પર્વતો હર્ષનાદ કરો.
9યહોવાહ પૃથ્વીનો ન્યાય કરવાને આવે છે;
તે ન્યાયીપણાએ પૃથ્વીનો
અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે.
Você sabia?
Salmo 98: Um Cântico de Louvor e Justo Juízo
- O salmo convoca o louvor acompanhado por diversos instrumentos musicais, incluindo a lira, trombetas e o toque do chifre de carneiro, aclamando o SENHOR como Rei perante toda a terra.Fontes: o próprio texto bíblico
- Por meio de vívida linguagem poética, o salmo convida a própria criação a celebrar, retratando o mar rugindo, os montes cantando e os rios batendo palmas em celebração ao justo julgamento divino.Fontes: o próprio texto bíblico
Notas escritas com auxílio de IA a partir de fontes abertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, domínio público) e revisadas antes de publicar.
Créditos e licença desta tradução
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Fonte: http://ebible.org/guj2017/ · eBible.org