Nations Bible

Salmos 71

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toque num versículo para ver as referências cruzadas.

વૃદ્ધજનની પ્રભુસ્તુતિ

1હે યહોવાહ, મેં તમારા પર ભરોસો રાખ્યો છે;

મને કદી આબરુહીન થવા દેશો નહિ.

2તમારા ન્યાયીપણાથી મને છોડાવો તથા બચાવો;

મારી તરફ તમારા કાન ધરો અને મને ઉગારો.

3જ્યાં હું નિત્ય જઈ શકું તેવો મારા રહેવાને માટે ગઢ તમે થાઓ;

તમે મને બચાવવાને આજ્ઞા આપી છે,

કેમ કે તમે મારો ખડક તથા કિલ્લો છો.

4હે મારા ઈશ્વર, તમે દુષ્ટોના હાથોમાંથી,

અન્યાયી તથા ક્રૂર માણસના હાથમાંથી મને બચાવો.

5હે પ્રભુ, ફક્ત તમે જ મારી આશા છો.

મેં મારા બાળપણથી તમારા પર વિશ્વાસ કર્યો છે.

6હું ગર્ભસ્થાનમાં હતો, ત્યારથી તમે મારા આધાર રહ્યા છો;

મારી માતાના ઉદરમાંથી મને બહાર લાવનારા તમે જ છો;

હું હંમેશા તમારી સ્તુતિ કરીશ.

7હું ઘણા લોકો માટે એક દ્રષ્ટાંત બન્યો છું;

તમે મારો મજબૂત ગઢ છો.

8મારું મુખ તમારી સ્તુતિથી ભરપૂર થશે

અને આખો દિવસ તમારા ગૌરવની વાતોથી ભરપૂર થશે.

9મારી વૃદ્ધાવસ્થામાં મને તજી ન દો;

જ્યારે મારી શક્તિ ખૂટે, ત્યારે મારો ત્યાગ ન કરો.

10કેમ કે મારા શત્રુઓ મારી વિરુદ્ધ વાતો કરે છે;

જેઓ મારો પ્રાણ લેવાને તાકી રહ્યા છે, તેઓ અંદરોઅંદર મસલત કરે છે.

11તેઓ કહે છે કે, “ઈશ્વરે તેને તજી દીધો છે;

તેની પાછળ દોડીને તેને પકડી પાડીએ, કેમ કે તેને બચાવનાર કોઈ નથી.”

12હે ઈશ્વર, મારાથી દૂર ન જાઓ;

હે મારા ઈશ્વર, મને મદદ કરવાને ઉતાવળ કરો.

13મારા આત્માનાં દુશ્મનો બદનામ થઈને નાશ પામો;

મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા તથા અપમાનથી ઢંકાઈ જાઓ.

14પણ હું નિત્ય તમારી આશા રાખીશ

અને તમારી સ્તુતિ વધારે અને વધારે કરીશ.

15મારું મુખ આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે તથા

તમારા દ્વારા મળતા ઉદ્ધાર વિષે વાતો પ્રગટ કરશે,

તેમ છતાં હું તેમને સમજી શકતો નથી.

16હું પ્રભુ યહોવાહના પરાક્રમી કામોનું વર્ણન કરતો આવીશ;

હું તમારા, કેવળ તમારા જ ન્યાયીપણાનું વર્ણન કરીશ.

17હે ઈશ્વર, મારી જુવાનીથી તમે મને શીખવ્યું છે;

ત્યારથી હું તમારા ચમત્કારો પ્રગટ કરતો આવ્યો છું.

18હે ઈશ્વર, જ્યારે હું વૃદ્ધ તથા પળિયાંવાળો થાઉં, ત્યારે પણ તમે મને મૂકી દેતા નહિ,

હું આવતી પેઢીને તમારું બળ જણાવું અને સર્વ આવનારાઓને તમારું પરાક્રમ પ્રગટ કરું,

ત્યાં સુધી મારો ત્યાગ ન કરશો.

19હે ઈશ્વર, તમારું ન્યાયીપણું અતિશય ઉચ્ચ છે;

હે ઈશ્વર, તમે મોટાં કામો કર્યાં છે; તમારા જેવો બીજો કોણ છે?

20ઘણા ખેદજનક સંકટો તમે અમને દેખાડ્યાં છે

તમે અમને ફરીથી સજીવ કરશો

અને પૃથ્વીનાં ઊંડાણોમાંથી તમે અમને પાછા બહાર લાવશો.

21તમે મારું મહત્વ વધારો;

પાછા ફરીને મને દિલાસો આપો.

22સિતાર સાથે હું તમારું સ્તવન કરીશ

હે મારા ઈશ્વર, હું તમારી સત્યતાનું સ્તવન કરીશ;

હે ઇઝરાયલના પવિત્ર,

વીણા સાથે હું તમારાં સ્તોત્રો ગાઈશ.

23જ્યારે હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો હર્ષનો પોકાર કરશે

અને મારો ઉદ્ધાર પામેલો આત્મા અતિશય આનંદ પામશે.

24મારી જીભ આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે વાતો કરશે;

કેમ કે મારું ખરાબ શોધનારાઓ બદનામ થયા છે અને ગભરાઈ ગયા છે.

Ilustração artística — interpretação, não registro histórico.

Você sabia?

Uma Oração de Fé na Velhice

  • O Salmo 71 é estruturado a partir da perspectiva de um crente idoso que reflete sobre uma vida inteira de confiança em Deus desde o nascimento e a juventude. O autor pede a Deus que não o rejeite nem o desampare no momento em que suas forças físicas se esgotam diante de adversários.Fontes: o próprio texto bíblico
  • Uma motivação central para o pedido de livramento do salmista é intergeracional: ele deseja continuar vivendo para proclamar o poder e os feitos maravilhosos de Deus à geração seguinte. O salmo culmina em votos de louvor público acompanhado por instrumentos de cordas, como a harpa e a lira.Fontes: o próprio texto bíblico

Notas escritas com auxílio de IA a partir de fontes abertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, domínio público) e revisadas antes de publicar.

Créditos e licença desta tradução
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fonte: http://ebible.org/guj2017/ · eBible.org

Fale com a gente

Conte de onde você lê, como a Bíblia tem te ajudado ou o que podemos melhorar. Lemos todas as mensagens.