Salmos 59
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toque num versículo para ver as referências cruzadas.
સલામતી માટે પ્રાર્થના
મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ. દાઉદનું મિખ્તામ. શાઉલે મોકલેલા માણસોએ તેને મારવાને ઘરની ચોકી કરી, તે વખતનું.
1હે મારા ઈશ્વર, મારા શત્રુઓથી મને છોડાવો;
મારી વિરુદ્ધ જેઓ ઊઠે છે, તેઓથી તમે મને ઉગારો.
2દુષ્ટતા કરનારાઓથી મને દૂર રાખો
અને ખૂની માણસોથી મને બચાવો.
3કેમ કે, જુઓ, તેઓ મારો પ્રાણ લેવા સંતાઈ રહ્યા છે;
શક્તિશાળી દુષ્ટો મારી સામે એકત્ર થાય છે,
પણ, હે યહોવાહ, મારા ઉલ્લંઘન કે મારાં પાપને લીધે આ થાય છે, એમ નથી.
4જો કે મારો કંઈ પણ દોષ ન હોવા છતાં તેઓ દોડી આવીને તૈયારી કરે છે;
મને સહાય કરવાને જાગો અને જુઓ.
5તમે, હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર,
તમે સર્વ દેશોને શિક્ષા કરવાને ઊઠો;
કોઈ પણ દુષ્ટ અપરાધીઓ પર તમે દયા કરશો નહિ. સેલાહ
6તેઓ સાંજના સમયે પાછા આવે છે, અને તેઓ કૂતરાની જેમ ઘૂરકે છે;
અને નગરની આસપાસ ફરે છે.
7જુઓ, તેઓ પોતાના મુખથી ઓડકાર લે છે;
તેઓના હોઠોમાં તલવારો છે,
કેમ કે તેઓ કહે છે કે, “અમારું સાંભળનાર કોણ છે?”
8પણ, હે યહોવાહ, તમે તેઓને હસી કાઢશો;
તમે સર્વ દેશોની મજાક ઉડાવો છો.
9હે ઈશ્વર, મારા સામર્થ્ય, હું તમારી તરફ લક્ષ રાખીશ;
તમે મારો ઊંચો ગઢ છો.
10મારા ઈશ્વર તેમની કૃપાથી મને મળવા આવશે;
ઈશ્વર મારા શત્રુઓ ઉપર મને મારી ઇચ્છા પૂરી કરવા દેશે.
11તેઓનો સંહાર કરશો નહિ, નહિ તો મારા લોકો ભૂલી જશે;
હે પ્રભુ, અમારી ઢાલ, તમારી શક્તિ વડે તેઓને વિખેરીને નીચે પાડી નાખો.
12કેમ કે તેઓના મુખના પાપને લીધે અને તેઓના હોઠોના શબ્દોને લીધે,
તેઓ જે શાપ દે છે અને જે જૂઠું બોલે છે,
તેને લીધે તેઓને પોતાના જ અભિમાનમાં ફસાઈ જવા દો.
13કોપથી તેઓનો નાશ કરો, નાશ કરો, કે જેથી તેઓ રહે જ નહિ;
તેઓને જણાવો કે ઈશ્વર યાકૂબમાં રાજ કરે છે
અને પૃથ્વીના અંત સુધી પણ રાજ કરે છે. સેલાહ
14સાંજે તેઓ પાછા આવો; તેઓ કૂતરાની જેમ ઘૂરકો
અને નગરની આસપાસ ફરો.
15તેઓ અહીંતહીં ખાવા માટે ફરતા ફરશે
અને જો તેઓ સંતોષી ન હોય તો આખી રાત તેઓ રાહ જોશે.
16પણ હું તો તમારા સામર્થ્યનું ગીત ગાઈશ;
અને મારા સંકટના સમયે ભરોસો રાખીશ,
કેમ કે તમે મારે માટે ઊંચો ગઢ છો.
17હે મારા સામર્થ્ય, હું તમારાં સ્તોત્રો ગાઈશ;
કેમ કે ઈશ્વર મારે માટે ઊંચો ગઢ અને મારા પર કૃપા કરનાર ઈશ્વર છે.

Você sabia?
Um Cântico de Livramento da Emboscada
- O cabeçalho associa este salmo ao momento em que o rei Saul enviou homens armados para vigiar a casa de Davi a fim de matá-lo, ocasião em que Davi afirmava sua inocência de qualquer rebelião.Fontes: o próprio texto bíblico
- O salmo compara repetidamente os perseguidores a cães ferozes e famintos que rondam as ruas da cidade ao entardecer em busca de alimento, ilustrando vividamente a hostilidade ao seu redor.Fontes: o próprio texto bíblico
- O texto é classificado como um Mictão e indicado para ser cantado ao som da melodia 'Não Destruas', entregue ao regente do coro para uso litúrgico.Fontes: o próprio texto bíblico
Notas escritas com auxílio de IA a partir de fontes abertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, domínio público) e revisadas antes de publicar.
Créditos e licença desta tradução
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Fonte: http://ebible.org/guj2017/ · eBible.org