Nations Bible

Salmos 31

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toque num versículo para ver as referências cruzadas.

વિશ્વાસની પ્રાર્થના

મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.

1હે યહોવાહ, હું તમારા ઉપર આધાર રાખું છું;

મારી જરા પણ બદનામી થવા દેતા નહિ.

તમારા ન્યાયીપણાથી મારું રક્ષણ કરો.

2મારું સાંભળો; ઉતાવળથી મને છોડાવો;

તમે મારે માટે મજબૂત ગઢ

તથા મારા બચાવને માટે કિલ્લો થાઓ.

3કેમ કે તમે મારા ખડક અને કિલ્લો છો;

માટે તમારા નામની ખાતર મને દોરવણી આપો અને મને ચલાવો.

4મારા શત્રુઓએ પાથરેલી ગુપ્ત જાળમાંથી મને બચાવો,

કારણ કે તમે મારો આશ્રય છો.

5હું મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું;

હે યહોવાહ, સત્યના ઈશ્વર, તમે મારો ઉદ્ધાર કર્યો છે.

6જુઠા દેવોની પૂજા કરનારને હું ધિક્કારું છું,

પણ હું યહોવાહ પર ભરોસો રાખું છું.

7હું તમારી દયાથી આનંદ કરીશ તથા હરખાઈશ,

કેમ કે તમે મારું દુ:ખ જોયું છે;

તમે મારા આત્માની વિપત્તિઓ જાણી છે.

8તમે મને શત્રુઓના હાથમાં સોંપ્યો નથી.

તમે મારા પગ વિશાળ જગ્યા પર સ્થિર કર્યા છે.

9હે યહોવાહ, મારા પર દયા કરો, કેમ કે હું સંકટમાં છું;

ખેદથી મારી આંખ, મારો પ્રાણ તથા મારું શરીર ક્ષીણ થાય છે.

10કેમ કે સંતાપથી મારી જિંદગી

અને નિસાસાથી મારાં વર્ષો વહી જાય છે.

મારા ત્રાસના કારણે મારું બળ ઘટે છે

અને મારાં હાડકાં ક્ષીણ થાય છે.

11મારા સર્વ દુશ્મનોને લીધે લોકો મને મહેણાં મારે છે;

મારા પડોશીઓ તો મારી અતિશય નિંદા કરે છે

અને મારા ઓળખીતાઓને મારો ભય લાગે છે.

જે કોઈ મને મહોલ્લાઓમાં જુએ છે, તે જોતાંની સાથે જ મારી પાસેથી નાસી જાય છે.

12મૃત્યુ પામેલા મનુષ્યની જેમ હું વિસરાઈ ગયો છું, જેના વિષે કોઈ વિચારતું પણ નથી.

હું તૂટી ગયેલા વાસણ જેવો છું.

13કેમ કે મેં ઘણાંને તેઓને મુખે મારી બદનક્ષી કરતાં સાંભળ્યા છે,

ચારે બાજુ ધાસ્તી છે

તેઓ ભેગા થઈને મારી વિરુદ્ધ કાવતરાં ઘડે છે.

તેઓ મારો જીવ લેવાની યોજનાઓ ઘડે છે.

14પણ, હે યહોવાહ, હું તમારા પર ભરોસો રાખું છું;

મેં કહ્યું, “તમે મારા ઈશ્વર છો.”

15મારા સર્વ પ્રસંગો તમારા હાથમાં છે.

મારા શત્રુઓના હાથમાંથી તથા જેઓ મારો પીછો કરી રહ્યા છે તેઓનાથી મને બચાવો.

16તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ પાડો;

તમારી કૃપાથી મને બચાવો.

17હે યહોવાહ, મારી બદનામી થવા દેતા નહિ; કેમ કે મેં તમને વિનંતિ કરી છે!

દુષ્ટો લજ્જિત થાઓ! તેઓ ચૂપચાપ શેઓલમાં પડી રહો.

18જે જૂઠા હોઠ ન્યાયી માણસોની વિરુદ્ધ ગર્વથી

તથા તિરસ્કારથી અભિમાની વાત બોલે છે તે મૂંગા થાઓ.

19જે ઉદારતા તમારા ભક્તોને માટે તમે રાખી મૂકી છે,

તથા તમારા પર ભરોસો રાખનારને માટે

મનુષ્યોની આગળ તમે દર્શાવી છે,

તે કેટલી મોટી છે!

20તમે તમારી સંમુખ તેઓને સંતાડી રાખશો અને તેઓનાં કાવતરાં વિરુદ્ધ રક્ષણ કરશો.

તમે તમારા નિવાસસ્થાનમાં તેઓને સુરક્ષિત રાખશો અને તેઓને અનિષ્ટ જીભોથી બચાવશો.

21યહોવાહની સ્તુતિ થાઓ,

કેમ કે તેમણે મારા પર અસીમ વિશ્વાસુપણું દર્શાવ્યુ છે.

જ્યારે દુશ્મનોએ નગરને ઘેરી લીધું હતું, ત્યારે તેમણે મારા પર અદ્દભુત દયા કરી.

22અધીરતાથી મેં કહી દીધું હતું કે,

“તમે તમારી દ્રષ્ટિ આગળથી મને દૂર કર્યો છે,”

તોપણ મેં જ્યારે તમને મદદને માટે વિનંતી કરી,

ત્યારે તમે મારું સાંભળ્યું.

23હે યહોવાહના સર્વ ભક્તો, તમે તેમના પર પ્રેમ રાખો.

યહોવાહ વિશ્વાસીઓની રક્ષા કરે છે,

પણ અભિમાનીને પુષ્કળ બદલો આપે છે.

24જે સર્વ યહોવાહ પર મદદને માટે ભરોસો રાખે છે,

તે બળવાન તથા હિંમતવાન થાઓ.

Ilustração artística — interpretação, não registro histórico.

Você sabia?

Refúgio em Tempos de Angústia

  • O salmista retrata um severo sofrimento físico e isolamento social, descrevendo-se como um vaso quebrado e esquecido como os mortos, enquanto vizinhos e conhecidos fogem dele nas ruas.Fontes: o próprio texto bíblico
  • Em meio a imagens de laços ocultos, conspiradores tramando contra a sua vida e uma cidade sitiada, o autor confia repetidamente o seu destino a Deus, declarando que o seu espírito e os seus tempos estão nas mãos divinas.Fontes: o próprio texto bíblico
  • A composição transita do lamento individual e do temor de estar desamparado para o encorajamento comunitário, concluindo com uma exortação para que todos os fiéis sejam fortes e corajosos no Senhor.Fontes: o próprio texto bíblico

Notas escritas com auxílio de IA a partir de fontes abertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, domínio público) e revisadas antes de publicar.

Créditos e licença desta tradução
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fonte: http://ebible.org/guj2017/ · eBible.org

Fale com a gente

Conte de onde você lê, como a Bíblia tem te ajudado ou o que podemos melhorar. Lemos todas as mensagens.