Nations Bible

Salmos 147

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toque num versículo para ver as referências cruzadas.

રક્ષક-પોષક પ્રભુની સ્તુતિ

1યહોવાહની સ્તુતિ કરો,

કેમ કે આપણા ઈશ્વરનાં સ્તુતિગીતો ગાવાં

એ સારું તથા મનોરંજક છે, સ્તુતિ કરવી એ ઘટતું છે.

2યહોવાહ યરુશાલેમને ફરી બાંધે છે;

તે ઇઝરાયલનાં વિખેરાઈ ગયેલા લોકોને પાછા એકઠાં કરે છે.

3હૃદયભંગ થયેલાઓને તે સાજા કરે છે

અને તે તેઓના ઘા રુઝવે છે.

4તે તારાઓની ગણતરી કરે છે;

તે તેઓને નામ આપીને બોલાવે છે.

5આપણા પ્રભુ કેવા મહાન છે અને ઘણા પરાક્રમી છે;

તેમના ડહાપણની કોઈ સીમા નથી.

6યહોવાહ નમ્રજનોને ઊંચાં કરે છે;

તે દુષ્ટોને જમીનદોસ્ત કરી નાખે છે.

7યહોવાહનો આભાર માનતાં માનતાં ગાઓ;

વીણા સાથે આપણા ઈશ્વરનાં સ્તોત્ર ગાઓ.

8તે આકાશને વાદળોથી ઢાંકે છે

અને પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે,

તે પહાડો પર ઘાસ ઉગાડે છે.

9પશુઓને તેમ જ પોકાર કરતાં

કાગડાનાં બચ્ચાંને પણ તે ખોરાક આપે છે.

10તે ઘોડાના બળથી પ્રસન્ન થતા નથી;

તે માણસના પગના જોરથી પણ ખુશ થતા નથી.

11જેઓ તેમનો ભય રાખે છે

અને તેમની કૃપાની આશા રાખે છે, તેમના પર યહોવાહ ખુશ રહે છે.

12હે યરુશાલેમ, યહોવાહની સ્તુતિ કર;

હે સિયોન, તારા ઈશ્વરની સ્તુતિ કર.

13કારણ કે તેમણે તારાં દ્વારોની ભૂંગળો મજબૂત કરી છે;

તેમણે તારામાં તારાં સંતાનોને આશીર્વાદિત કર્યાં છે.

14તે તારી સરહદમાં શાંતિ સ્થાપે છે;

સારા ઘઉંથી તે તારા કોઠારોને ભરપૂર કરે છે.

15તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે;

તેમની આજ્ઞા બહુ ઝડપથી દોડે છે.

16તે ઊનના જેવો બરફ મોકલે છે;

તે હવામાંથી રાખ જેવા કરાની વૃષ્ટિ કરે છે.

17રોટલીના કટકા જેવા કરા વરસાવે છે;

તેની ટાઢ આગળ કોણ ઊભું રહી શકે?

18તે પોતાની આજ્ઞા મોકલીને તેમને ઓગળાવે છે;

તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે અને પાણીઓ વહેતાં થાય છે.

19તેમણે યાકૂબને તેમનાં વચનો પ્રગટ કર્યાં,

તેમણે તેમના વિધિઓ અને નિયમો ઇઝરાયલને પણ પ્રગટ કર્યા.

20અન્ય કોઈ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યું નથી;

તેઓએ તેમનાં ન્યાયવચનો જાણ્યાં નથી.

યહોવાહની સ્તુતિ થાઓ.

Você sabia?

Louvor ao Restaurador de Jerusalém e Criador

  • O Salmo 147 celebra a restauração de Jerusalém, descrevendo Deus como aquele que reúne os exilados dispersos de Israel e reforça os ferrolhos dos portões da cidade. Jerusalém e sua colina Sião são conclamadas a louvar a Deus por trazer paz às suas fronteiras.Fontes: o próprio texto bíblico · Jerusalem · Zion
  • O salmo justapõe a majestade cósmica de Deus com sua terna compaixão. O mesmo Senhor que determina o número das estrelas e comanda a neve, a geada e as águas do degelo é apresentado como aquele que cura os quebrantados de coração e alimenta os filhotes dos corvos.Fontes: o próprio texto bíblico
  • O poema termina destacando a aliança especial concedida aos descendentes de Jacó (Israel). Embora Deus envie suas ordens a toda a terra, seus estatutos e juízos foram revelados de forma única a Israel.Fontes: o próprio texto bíblico · Jacob (Israel)

Notas escritas com auxílio de IA a partir de fontes abertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, domínio público) e revisadas antes de publicar.

Lugares deste capítulo

  • Jerusalem · 31.777, 35.234 · versículos 2, 12
  • Zion · Hoje: Jerusalem · 31.777, 35.234 · versículo 12

Só aparecem lugares com identificação de alta confiança (90% ou mais segundo as fontes acadêmicas reunidas pelo OpenBible). Mapa da época: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; mapa atual: © colaboradores do OpenStreetMap; lugares: OpenBible.info (CC BY 4.0).

Créditos e licença desta tradução
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fonte: http://ebible.org/guj2017/ · eBible.org

Fale com a gente

Conte de onde você lê, como a Bíblia tem te ajudado ou o que podemos melhorar. Lemos todas as mensagens.