Nations Bible

Salmos 145

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toque num versículo para ver as referências cruzadas.

સર્વસમર્થ પ્રભુનું યશોગાન

સ્તવન (ગીત); દાઉદનું.

1હે મારા ઈશ્વર, મારા રાજા, હું તમને મોટા માનીશ;

હું સદા તમારા નામની સ્તુતિ કરીશ.

2હું પ્રતિદિન તમારી પ્રશંસા કરીશ;

સદા હું તમારા નામની સ્તુતિ કરીશ.

3યહોવાહ મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે;

તેમની મહાનતા સમજશક્તિની બહાર છે.

4પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે

અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરવામાં આવશે.

5હું તમારી મહાનતા તથા તમારા મહિમા

અને તમારાં અદ્દભુત કાર્યો વિષે મનન કરીશ.

6લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સામર્થ્ય પ્રગટ કરશે;

હું તમારી મહાનતા વર્ણવીશ.

7તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ફેલાવશે

અને તેઓ તમારા ન્યાયીપણા વિષે ગાયન કરશે.

8યહોવાહ દયાળુ અને કૃપાળુ છે,

તે ક્રોધ કરવામાં ધીમા અને કૃપા કરવામાં ભરપૂર છે.

9યહોવાહ સર્વને હિતકારક છે;

પોતાનાં સર્વ કામો પર તેમની રહેમ નજર છે.

10હે યહોવાહ, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો;

તમારા ભક્તો તમારી સ્તુતિ કરો.

11તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે;

અને તેઓ તમારું પરાક્રમ પ્રગટ કરશે.

12સર્વ લોકોમાં તેઓ ઈશ્વરના પરાક્રમી કામો જાહેર કરશે

અને તમારા રાજ્યના મહિમા વિષે અને તમારા પ્રતાપ વિષે જાણશે.

13તમારું રાજ્ય સદાકાળનું રાજ્ય છે

અને તમારું શાસન પેઢી દરપેઢી ટકી રહે છે.

14સર્વ પડતા માણસોને યહોવાહ આધાર આપે છે

અને સર્વ દબાઈ રહેલાઓને તે ઊભા કરે છે.

15સર્વની આંખો તમને આતુરતાથી જોઈ રહી છે;

તમે તેઓને રાતના સમયે પણ અન્ન આપો છો.

16તમે તમારો હાથ ખોલો છો,

એટલે સર્વ સજીવોની ઇચ્છા તૃપ્ત થાય છે.

17યહોવાહ પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે

અને તે પોતાના સર્વ કામોમાં કૃપાળુ છે.

18જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે,

તેઓની સાથે યહોવાહ રહે છે.

19જેઓ યહોવાહને માન આપે છે તેમની ઇચ્છાઓને તે પૂરી કરે છે;

તે તેઓનો પોકાર સાંભળીને તેમને બચાવે છે.

20યહોવાહ તેમના પર પ્રેમ રાખનારા સર્વનું તે ધ્યાન રાખે છે,

પણ તે સર્વ દુષ્ટોનો નાશ કરે છે.

21મારું મુખ યહોવાહની સ્તુતિ કરશે;

સર્વ માણસો તેમના પવિત્ર નામની સ્તુતિ કરો.

Ilustração artística — interpretação, não registro histórico.

Você sabia?

Um Cântico de Louvor a um Reino Eterno

  • O Salmo 145 é intitulado como um salmo de louvor atribuído a Davi, enfatizando o dever de cada geração de proclamar as obras poderosas e o esplendor divino à geração seguinte.Fontes: o próprio texto bíblico
  • O salmo destaca o cuidado universal de Deus por toda a criação, descrevendo como todos os seres vivos dependem Dele para o seu sustento, enquanto Ele sustenta os que caem e Se achega aos que O invocam em verdade.Fontes: o próprio texto bíblico

Notas escritas com auxílio de IA a partir de fontes abertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, domínio público) e revisadas antes de publicar.

Créditos e licença desta tradução
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fonte: http://ebible.org/guj2017/ · eBible.org

Fale com a gente

Conte de onde você lê, como a Bíblia tem te ajudado ou o que podemos melhorar. Lemos todas as mensagens.