Nations Bible

Salmos 143

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toque num versículo para ver as referências cruzadas.

નિરાશ બનેલા ભક્તનો આર્તનાદ

દાઉદનું ગીત.

1હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારા કાલાવાલા પર ધ્યાન આપો.

તમારી સત્યતાથી અને ન્યાયીપણાથી મને ઉત્તર આપો!

2તમારા સેવકની સાથે ન્યાયની રૂએ ન વર્તો,

કેમ કે તમારી નજરમાં કોઈ ન્યાયી નથી.

3મારો શત્રુ મારી પાછળ પડ્યો છે;

તેણે મને જમીન પર પછાડ્યો છે;

તેણે મને ઘણા દિવસ પર મરણ પામેલાની જેમ અંધકારમાં પૂર્યો છે.

4મારો આત્મા મૂંઝાઈ ગયો છે;

મારું અંતઃકરણ સ્તબ્ધ થઈ ગયું છે.

5હું ભૂતકાળનાં દિવસોનું સ્મરણ કરું છું;

તમારા સર્વ કૃત્યોનું મનન કરું છું;

અને તમારા હાથનાં કાર્યોનો વિચાર કરું છું.

6પ્રાર્થનામાં હું મારા હાથ તમારા તરફ પ્રસારું છું;

સૂકી ભૂમિની જેમ મારો જીવ તમારા માટે તરસે છે.

7હે યહોવાહ, મને જલદી જવાબ આપો, કારણ કે મારો આત્મા ક્ષય પામે છે.

તમારું મુખ મારાથી ન સંતાડો,

રખેને હું ખાડામાં ઊતરનારના જેવો થાઉં.

8મને સવારે તમારી કૃપા અનુભવવા દો;

કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું.

જે માર્ગે મારે ચાલવું જોઈએ તે મને બતાવો,

કારણ કે હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું.

9હે યહોવાહ, મને મારા શત્રુઓથી બચાવો;

સંતાવા માટે હું તમારે શરણે આવ્યો છું.

10મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો,

કારણ કે તમે મારા ઈશ્વર છો.

તમારો ઉત્તમ આત્મા

મને સત્યને માર્ગે દોરી જાઓ.

11હે યહોવાહ, તમારા નામને માટે મને જિવાડો;

તમારા ન્યાયીપણાથી મારો જીવ મુશ્કેલીમાંથી બચાવો.

12તમારી કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો;

અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો;

કારણ કે હું તમારો સેવક છું.

Ilustração artística — interpretação, não registro histórico.

Você sabia?

Um pedido de misericórdia, orientação e livramento

  • O salmista pede expressamente a Deus que não o leve a julgamento, observando que nenhum ser vivo é justo diante d'Ele.Fontes: o próprio texto bíblico
  • Para expressar profundo esgotamento espiritual e anseio por Deus, o autor usa a imagem física de estender as mãos como terra seca e sedenta de água.Fontes: o próprio texto bíblico
  • Junto aos apelos de socorro contra os inimigos que o perseguem, o salmo se concentra na orientação moral, pedindo a Deus que lhe ensine a Sua vontade e que o Seu bom Espírito o guie por terra plana.Fontes: o próprio texto bíblico

Notas escritas com auxílio de IA a partir de fontes abertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, domínio público) e revisadas antes de publicar.

Créditos e licença desta tradução
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fonte: http://ebible.org/guj2017/ · eBible.org

Fale com a gente

Conte de onde você lê, como a Bíblia tem te ajudado ou o que podemos melhorar. Lemos todas as mensagens.