Salmos 141
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toque num versículo para ver as referências cruzadas.
સાયંકાળની પ્રાર્થના
દાઉદનું ગીત.
1હે યહોવાહ, હું તમને વિનંતિ કરું છું; તમે મારી પાસે ઉતાવળથી આવો.
જ્યારે હું તમને પોકારું ત્યારે મારું સાંભળો.
2મારી પ્રાર્થના તમારી સંમુખ ધૂપ જેવી થાઓ;
મારા ઊંચા થયેલા હાથો સંધ્યાકાળના અર્પણ જેવા થાઓ.
3હે યહોવાહ, મારા મુખની ચોકી કરો
અને મારા હોઠનું દ્વાર સંભાળો.
4અન્યાય કરનારાઓની સાથે
હું દુષ્ટ કર્મ કરવામાં સામેલ ન થાઉં તેથી
મારા હૃદયને કોઈ પણ દુષ્ટ વાતને વળગવા ન દો.
તેઓના મિષ્ટાનમાંથી મને ખાવા ન દો.
5જો કોઈ ન્યાયી માણસ મને ફટકા મારે; તો હું તે કૃપા સમજીશ.
તે મને સુધારે; તો તે મારા માથા પર ચોળેલા તેલ જેવો થશે;
મારું માથું તેનો નકાર નહિ કરે.
પણ દુષ્ટ લોકોનાં કર્મોની વિરુદ્ધ હું પ્રાર્થના કર્યા કરીશ.
6તેઓના ન્યાયધીશોને પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવ્યા છે;
તેઓ સાંભળશે કે મારા પોતાના શબ્દો સુખદ છે.
7તેઓ કહેશે, “જેમ કોઈ જમીન પર લાકડાંને કાપીને ચીરે છે તેમ,
અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતાં.”
8હે પ્રભુ, યહોવાહ, નિશ્ચે મારી દ્રષ્ટિ તમારા તરફ છે;
હું તમારા પર ભરોસો રાખું છું; મારા આત્માનો નાશ થવા ન દો.
9તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી તથા
દુર્જનોએ ગોઠવેલી જાળમાંથી મને બચાવો.
10દુષ્ટો પોતાની જાળમાં ફસાઈ જાય,
એટલામાં તો હું બચી જાઉં.

Você sabia?
Oração por Proteção e Integridade
- O salmo compara a oração individual e as mãos levantadas aos rituais do santuário, como a queima do incenso e a oferta da tarde.Fontes: o próprio texto bíblico
- O autor acolhe a correção vinda dos justos, descrevendo essa repreensão como um ato de lealdade e comparando-a a óleo suave derramado sobre a cabeça.Fontes: o próprio texto bíblico
- Metáforas de caça, como laços, armadilhas e redes, ilustram as ameaças dos ímpios, terminando com o pedido de que eles caiam em suas próprias redes.Fontes: o próprio texto bíblico
Notas escritas com auxílio de IA a partir de fontes abertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, domínio público) e revisadas antes de publicar.
Créditos e licença desta tradução
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Fonte: http://ebible.org/guj2017/ · eBible.org