Nations Bible

Salmos 135

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toque num versículo para ver as referências cruzadas.

ઈશ્વરસ્તુતિ

1યહોવાહની સ્તુતિ કરો.

યહોવાહના નામની સ્તુતિ કરો.

હે યહોવાહના સેવકો, તમે તેમની સ્તુતિ કરો.

2યહોવાહના ઘરમાં, આપણા ઈશ્વરના ઘરના,

આંગણાંમાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો.

3યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે;

તેમના નામની સ્તુતિ કરો, કારણ કે તેમ કરવું આનંદદાયક છે.

4કેમ કે યહોવાહે પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે,

ઇઝરાયલ ખાસ તેમની સંપત્તિ છે.

5હું જાણું છું કે યહોવાહ મહાન છે,

આપણા પ્રભુ સર્વ દેવો કરતાં તે મહાન છે.

6આકાશમાં તથા પૃથ્વી પર, સમુદ્રોમાં અને સર્વ મહાસાગરના ઊંડાણોમાં

યહોવાહને જે જે સારું લાગ્યું, તે સર્વ તેમણે કર્યું છે.

7તે પાણીની વરાળને ઊંચે લઈ જઈ તેનાં વાદળાં ચઢાવે છે,

તે વીજળી મોકલી વરસાદને વરસાવે છે

અને પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે.

8મિસરમાં તેમણે માણસોના

તથા પશુઓના પ્રથમજનિતોનો નાશ કર્યો.

9તેમણે ફારુન અને તેના સેવકોની વિરુદ્ધ

પોતાના ચિહ્નો તથા ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યાં.

10તેમણે ઘણી પ્રજાઓ પર હુમલો કર્યો

અને પરાક્રમી રાજાઓને મારી નાખ્યા,

11અમોરીઓના રાજા સીહોનને

અને બાશાનના રાજા ઓગને

અને કનાનના સર્વ રાજ્યોને તેમણે માર્યાં.

12તેમના દેશને તેમણે પોતાના

લોક ઇઝરાયલને વારસામાં આપ્યો.

13હે યહોવાહ, તમારું નામ અનંતકાળ ટકનાર છે,

હે યહોવાહ, તમારું સ્મરણ પેઢી દરપેઢી ટકી રહેનાર છે.

14કેમ કે યહોવાહ પોતાના લોકોનો ન્યાય કરશે

અને તે પોતાના સેવકો પ્રત્યે દયાળુ થશે.

15વિદેશીઓની મૂર્તિઓ તો સોનાચાંદીની છે,

તેઓ માણસોના હાથથી જ બનેલી છે.

16તે મૂર્તિઓને મુખ છે, પણ તેઓ બોલતી નથી;

તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી.

17તેઓને કાન છે, પણ તેઓ સાંભળતી નથી,

તેઓનાં મુખમાં શ્વાસ નથી.

18જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે,

જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા જ થશે.

19હે ઇઝરાયલના વંશજો, યહોવાહની સ્તુતિ કરો;

હે હારુનના વંશજો, યહોવાહની સ્તુતિ કરો.

20હે લેવીના વંશજો, યહોવાહની સ્તુતિ કરો;

હે યહોવાહના ભક્તો, યહોવાહની સ્તુતિ કરો.

21સિયોનમાં યહોવાહની સ્તુતિ કરો,

જે યરુશાલેમમાં રહે છે.

તે યહોવાહની સ્તુતિ કરો.

Ilustração artística — interpretação, não registro histórico.

Você sabia?

Louvando o Deus Soberano de Israel

  • O Salmo 135 destaca Seom, rei dos amorreus, e Ogue, rei de Basã, como governantes proeminentes derrotados antes que Israel recebesse sua herança. Ambos os reis dominavam territórios a leste do rio Jordão e eram lembrados em cânticos israelitas por sua derrota durante a jornada rumo a Canaã.Fontes: o próprio texto bíblico · Sihon · Og
  • O salmo encerra com uma liturgia dirigida a grupos distintos no culto: a comunidade geral ('casa de Israel'), a linhagem sacerdotal ('casa de Arão') e os demais ministros do templo ('casa de Levi') que serviam nos átrios da casa do Senhor.Fontes: o próprio texto bíblico · Aaron · Levi (patriarch)
  • Para destacar o poder soberano de Deus sobre a criação e a história, o salmo O contrasta com os ídolos pagãos de prata e ouro. O texto descreve essas estátuas fabricadas como totalmente sem vida, desprovidas de fôlego e incapazes de falar, ver ou ouvir.Fontes: o próprio texto bíblico

Notas escritas com auxílio de IA a partir de fontes abertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, domínio público) e revisadas antes de publicar.

Lugares deste capítulo

  • Egypt · 30.129, 31.308 · versículos 8, 9
  • Bashan · 32.781, 35.935 · versículo 11
  • Canaan · 32.767, 35.333 · versículo 11
  • Jerusalem · 31.777, 35.234 · versículo 21
  • Zion · Hoje: Jerusalem · 31.777, 35.234 · versículo 21

Só aparecem lugares com identificação de alta confiança (90% ou mais segundo as fontes acadêmicas reunidas pelo OpenBible). Mapa da época: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; mapa atual: © colaboradores do OpenStreetMap; lugares: OpenBible.info (CC BY 4.0).

Créditos e licença desta tradução
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fonte: http://ebible.org/guj2017/ · eBible.org

Fale com a gente

Conte de onde você lê, como a Bíblia tem te ajudado ou o que podemos melhorar. Lemos todas as mensagens.