Nations Bible

Salmos 115

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toque num versículo para ver as referências cruzadas.

એકમાત્ર ખરા ઈશ્વર

1હે યહોવાહ, અમોને નહિ, અમોને નહિ,

કેમ કે તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણાને લીધે,

તમારું નામ મહિમાવાન મનાઓ,

2પ્રજાઓ શા માટે કહે છે,

“તેઓના ઈશ્વર ક્યાં છે?”

3અમારા ઈશ્વર સ્વર્ગમાં છે;

જે તેમણે ઇચ્છ્યું તે સર્વ તેમણે કર્યું.

4તેઓની મૂર્તિઓ સોના તથા ચાંદીની જ છે,

તેઓ માણસોના હાથનું કામ છે.

5તેઓને મુખ છે, પણ તેઓ બોલી શકતી નથી;

તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી;

6તેઓને કાન છે, પણ તેઓ સાંભળી શકતી નથી;

તેઓને નાક છે, પણ તેઓ સૂંઘી શકતી નથી.

7તેઓને હાથ છે, પણ તેમનો ઉપયોગ કરી શકતી નથી;

તેઓને પગ છે, પણ તે ચાલી શકતી નથી;

વળી તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતી નથી.

8તેઓના બનાવનારા અને

તેઓના પર ભરોસો રાખનારા સર્વ તેઓના જેવા છે.

9હે ઇઝરાયલ, યહોવાહ પર ભરોસો રાખ;

તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.

10હારુનનું કુટુંબ, યહોવાહ પર ભરોસો રાખો;

તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.

11હે યહોવાહના ભક્તો, તેમના પર ભરોસો રાખો;

તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.

12યહોવાહે આપણને સંભાર્યા છે અને તે આપણને આશીર્વાદ આપશે;

તે ઇઝરાયલના પરિવારને

અને હારુનના પરિવારને આશીર્વાદ આપશે.

13જે યહોવાહને માન આપે છે,

તેવાં નાનાં કે મોટાં બન્નેને તે આશીર્વાદ આપશે.

14યહોવાહ તમારી તેમ જ તમારા

વંશજોની વૃદ્ધિ કર્યા કરશે.

15તમે આકાશ અને પૃથ્વીના ઉત્પન્નકર્તા,

યહોવાહના આશીર્વાદ પામ્યા છો.

16આકાશો યહોવાહનાં છે;

પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે.

17મૃત્યુ પામેલાઓ અથવા કબરમાં ઊતરનારા

તેઓમાંનું કોઈ યહોવાહની સ્તુતિ કરતું નથી.

18પણ અમે આજથી તે સર્વકાળ સુધી

યહોવાહની સ્તુતિ કરીશું.

યહોવાહની સ્તુતિ થાઓ.

Você sabia?

Confiança no Deus Vivo em Vez de Ídolos Inanimados

  • O salmo estabelece um contraste marcante entre o Deus de Israel, que habita nos céus e faz tudo o que Lhe agrada, e os ídolos das nações vizinhas, esculpidos em prata e ouro por mãos humanas, desprovidos de fôlego, visão, fala e movimento.Fontes: o próprio texto bíblico
  • O apelo à confiança no Senhor é estruturado em três grupos: toda a nação de Israel, a casa de Arão (a linhagem sacerdotal descendente do irmão de Moisés, da tribo de Levi) e todos os que temem ao Senhor, incluindo pequenos e grandes.Fontes: Aaron · o próprio texto bíblico
  • Refletindo a perspectiva do antigo Israel, o salmo ressalta que o reino dos mortos é um lugar de silêncio onde Deus não é mais louvado, tornando a dádiva da vida terrena a oportunidade essencial para os vivos bendizerem ao Senhor.Fontes: o próprio texto bíblico

Notas escritas com auxílio de IA a partir de fontes abertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, domínio público) e revisadas antes de publicar.

Créditos e licença desta tradução
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fonte: http://ebible.org/guj2017/ · eBible.org

Fale com a gente

Conte de onde você lê, como a Bíblia tem te ajudado ou o que podemos melhorar. Lemos todas as mensagens.