Salmos 103
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toque num versículo para ver as referências cruzadas.
ઈશ્વરનો પ્રેમ
દાઉદનું (ગીત.)
1હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન
અને મારા ખરા અંતઃકરણ, તેમના પવિત્ર નામને સ્તુત્ય માન.
2હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન,
અને તેમના સર્વ ઉપકારો તું ભૂલી ન જા.
3તે તારાં સઘળાં પાપ માફ કરે છે;
અને તારા સર્વ રોગ મટાડે છે.
4તે તારો જીવ નાશથી બચાવે છે;
તને કૃપા તથા દયાનો મુગટ પહેરાવે છે.
5તે તારા જીવને ઉત્તમ વસ્તુઓથી તૃપ્ત કરે છે
જેથી ગરુડની જેમ તારી જુવાની તાજી કરાય છે.
6યહોવાહ જે ઉચિત છે તે કરે છે,
અને તે સર્વ જુલમથી લદાયેલાને માટે ન્યાયનાં કૃત્યો કરે છે.
7તેમણે પોતાના માર્ગો મૂસાને
અને પોતાનાં કૃત્યો ઇઝરાયલના વંશજોને જણાવ્યાં.
8યહોવાહ દયાળુ તથા કરુણાળુ છે;
તે ધીરજ રાખનાર છે; તે કૃપા કરવામાં મોટા છે.
9તે હંમેશાં શિક્ષા કરશે નહિ;
તે હંમેશા ગુસ્સે રહેતા નથી.
10તેઓ આપણાં પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યા નથી
અથવા આપણા પાપના પ્રમાણમાં તેમણે આપણને બદલો વાળ્યો નથી.
11કારણ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે,
તેમ તેમનો આદર કરનાર પર તેમની કૃપા વિશાળ છે.
12પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે,
તેટલાં તેમણે આપણા અપરાધો આપણાથી દૂર કર્યાં છે.
13જેમ પિતા પોતાનાં સંતાનો પર દયાળુ છે,
તેમ યહોવાહ પોતાના ભક્તો પર દયાળુ છે.
14કારણ કે તે આપણું બંધારણ જાણે છે;
આપણે ધૂળ છીએ એવું તે જાણે છે.
15માણસના દિવસો ઘાસ જેવા છે;
ખેતરમાંના ફૂલની જેમ તે ખીલે છે.
16પવન તેના પર થઈને વાય છે અને તે ઊડી જાય છે
અને તે ક્યાં હતું એ કોઈને માલૂમ પડતું નથી.
17પણ યહોવાહની કૃપા તેમના ભક્તો પર અનાદિકાળથી તે અનંતકાળ સુધી છે.
તેમનું ન્યાયીપણું તેમના વંશજોને માટે છે.
18તેઓ તેમનો કરાર માને છે
અને તેમની સૂચનાઓનું પાલન કરે છે.
19યહોવાહે પોતાનું રાજ્યાસન આકાશમાં સ્થાપ્યું છે
અને તેમના રાજ્યની સત્તા સર્વ ઉપર છે.
20હે બળમાં પરાક્રમી, યહોવાહનું વચન પાળનારા
તથા તેમની આજ્ઞાઓ પાળનારા
તેમના દૂતો, તમે યહોવાહની સ્તુતિ કરો.
21હે યહોવાહનાં સર્વ સૈન્યો,
તેમની ઇચ્છાને અનુસરનારા તેમના સેવકો, તમે તેમને સ્તુત્ય માનો.
22યહોવાહના રાજ્યમાં સર્વ સ્થળોમાં
તેમનાં સૌ કૃત્યો તેમને સ્તુત્ય માનો;
હે મારા આત્મા, તું યહોવાહને સ્તુત્ય માન.

Você sabia?
Louvor pela compaixão e misericórdia de Deus
- O salmo recorda como Deus deu a conhecer os Seus caminhos a Moisés e os Seus feitos ao povo de Israel, celebrando o SENHOR como compassivo, clemente, tardio em irar-se e abundante em amor fiel.Fontes: o próprio texto bíblico
- Para destacar a misericórdia duradoura de Deus, o salmo utiliza imagens da fragilidade humana, observando que os mortais são formados do pó e têm vidas passageiras, semelhantes à relva e às flores do campo que desaparecem quando o vento sopra sobre elas.Fontes: o próprio texto bíblico
- A composição estrutura o seu louvor em círculos crescentes, começando com uma ordem íntima para que a própria alma bendiga ao SENHOR antes de se expandir para convocar anjos poderosos, exércitos celestiais e toda a criação sob o domínio divino.Fontes: o próprio texto bíblico
Notas escritas com auxílio de IA a partir de fontes abertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, domínio público) e revisadas antes de publicar.
Créditos e licença desta tradução
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Fonte: http://ebible.org/guj2017/ · eBible.org