Provérbios 4
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toque num versículo para ver as referências cruzadas.
જ્ઞાનની ફળપ્રાપ્તિ
1દીકરાઓ, પિતાની શિખામણ સાંભળો,
સમજણ મેળવવા માટે ધ્યાન આપો.
2હું તમને ઉત્તમ બોધ આપું છું;
મારા શિક્ષણનો ત્યાગ કરશો નહિ.
3જ્યારે હું મારા પિતાનો માનીતો દીકરો હતો,
ત્યારે હું મારી માતાની દૃષ્ટિમાં સુકુમાર તથા એકનોએક હતો,
4ત્યારે મારા પિતાએ મને શિક્ષણ આપીને કહ્યું હતું કે,
“તારા હૃદયમાં મારા શબ્દો સંઘરી રાખજે
અને મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે.
5ડહાપણ પ્રાપ્ત કર, બુદ્ધિ સંપાદન કર;
એ ભૂલીશ નહિ અને મારા મુખના શબ્દ ભૂલીને આડે માર્ગે વળીશ નહિ.
6ડહાપણનો ત્યાગ ન કરીશ અને તે તારું રક્ષણ કરશે,
તેના પર પ્રેમ રાખજે અને તે તારી સંભાળ રાખશે.
7ડહાપણ એ ખૂબ જ મહત્વની બાબત છે, તેથી ડહાપણ પ્રાપ્ત કર
અને તારું જે કંઈ છે તે આપી દે, એનાથી તને બુદ્ધિ પ્રાપ્ત થશે.
8તેનું સન્માન કર અને તે તને ઉચ્ચ પદવીએ ચઢાવશે;
જ્યારે તું તેને ભેટશે, ત્યારે તે તને પ્રતિષ્ઠિત કરશે.
9તે તારા માથાને શોભાનો શણગાર પહેરાવશે;
તે તને તેજસ્વી મુગટ આપશે.”
સીધો અને અવળો માર્ગ
10હે મારા દીકરા, મારી વાતો સાંભળીને ધ્યાન આપ
એટલે તારા આયુષ્યનાં વર્ષો વધશે.
11હું તને ડહાપણનો માર્ગ બતાવીશ;
હું તને પ્રામાણિકપણાને માર્ગે દોરીશ.
12જ્યારે તું ચાલશે, ત્યારે તારાં રસ્તામાં કોઈ ઊભો રહી નહિ શકે
અને તું દોડશે ત્યારે તને ઠોકર વાગશે નહિ.
13શિખામણને મજબૂત પકડી રાખ, તેને છોડતો નહિ;
તેની કાળજી રાખજે, કારણ કે તે જ તારું જીવન છે.
14દુષ્ટ માણસોના માર્ગને અનુસરીશ નહિ
અને ખરાબ માણસોને રસ્તે પગ મૂકીશ નહિ.
15તે માર્ગે ન જા, તેનાથી દૂર રહેજે;
તેનાથી પાછો ફરી જઈને ચાલ્યો જા.
16કેમ કે તેઓ નુકસાન કર્યા વગર ઊંઘતા નથી
અને કોઈને ફસાવે નહિ, તો તેમની ઊંઘ ઊડી જાય છે.
17કારણ કે તેઓ દુષ્ટતાને અન્ન તરીકે ખાય છે
અને જોરજુલમને દ્રાક્ષારસની જેમ પીએ છે.
18પણ સદાચારીઓનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે;
જે દિવસ થતાં સુધી વધતો અને વધતો જાય છે.
19દુષ્ટોનો માર્ગ અંધકારરૂપ છે,
તેઓ શા કારણથી ઠેસ ખાય છે, તે તેઓ જાણતા નથી.
20મારા દીકરા, મારાં વચનો ઉપર ધ્યાન આપ;
મારાં વચન સાંભળ.
21તારી આંખ આગળથી તેઓને દૂર થવા ન દે;
તેને તારા હૃદયમાં સંઘરી રાખ.
22જે કોઈને મારાં વચનો મળે છે તેના માટે તે જીવનરૂપ છે
અને તેઓના આખા શરીરને આરોગ્યરૂપ છે.
23પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ,
કારણ કે તેમાંથી જ જીવનનો ઉદ્દભવ છે.
24કુટિલ વાણી તારી પાસેથી દૂર કર
અને ભ્રષ્ટ વાત તારાથી દૂર રાખ.
25તારી આંખો સામી નજરે જુએ
અને તારાં પોપચાં તારી આગળ સીધી નજર નાખે.
26તારા પગનો માર્ગ સપાટ કર;
પછી તારા સર્વ માર્ગો નિયમસર થાય.
27જમણે કે ડાબે વળ્યા વિના સીધા માર્ગે જજે;
દુષ્ટતાથી તારો પગ દૂર કર.
Você sabia?
A Transmissão da Sabedoria e os Dois Caminhos
- O autor apresenta sua instrução como uma herança familiar, recordando como seu próprio pai e sua mãe o ensinaram quando ele ainda era jovem e filho único. Isso destaca a prática antiga de transmitir sabedoria moral e prática de geração em geração.Fontes: o próprio texto bíblico
- O capítulo contrasta a vida dos justos e a dos ímpios usando a metáfora da luz e da escuridão. O caminho do justo é comparado à primeira luz da alvorada que brilha cada vez mais até o meio-dia, enquanto o caminho dos ímpios é como a mais densa escuridão, na qual tropeçam sem saber o motivo.Fontes: o próprio texto bíblico
- O texto enfatiza o cuidado com a vida interior, exortando o ouvinte a guardar o coração como a fonte da vida antes de dar orientações práticas sobre o falar, o olhar e os passos.Fontes: o próprio texto bíblico
Notas escritas com auxílio de IA a partir de fontes abertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, domínio público) e revisadas antes de publicar.
Créditos e licença desta tradução
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Fonte: http://ebible.org/guj2017/ · eBible.org