Provérbios 25
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toque num versículo para ver as referências cruzadas.
સુલેમાનનાં નીતિવચનોનો બીજો ગુચ્છ
1આ પણ સુલેમાનનાં નીતિવચનો છે કે, જેનો ઉતારો યહૂદિયાના રાજા હિઝકિયાના માણસોએ કર્યો હતો.
2કોઈ બાબત ગુપ્ત રાખવી તેમાં ઈશ્વરનો મહિમા છે,
પણ કોઈ બાબત શોધી કાઢવી એમાં રાજાનું ગૌરવ છે.
3જેમ આકાશની ઊંચાઈ તથા પૃથ્વીનું ઊંડાણ હોય છે,
તેમ રાજાઓનું મન અગાધ છે.
4ચાંદીમાંથી નકામો ભાગ કાઢી નાખો,
એટલે ચાંદીનો કારીગર તેમાંથી વાસણ બનાવી શકશે.
5તેમ રાજા પાસેથી દુષ્ટોને દૂર કરો,
એટલે તેનું સિંહાસન ન્યાય વડે સ્થિર થશે.
6રાજાની હાજરીમાં પોતાની બડાઈ ન કર
અને મોટા માણસોની જગ્યાએ ઊભા ન રહે.
7ઉમરાવના દેખતાં તને નીચે ઉતારવામાં આવે તેના કરતાં,
“આમ આવો” કહીને ઉપર બેસાડવામાં આવે એ વધારે સારું છે.
8દાવામાં જલદી ઊતરી ન પડ.
કેમ કે આખરે તારો પ્રતિવાદી તને ઝંખવાણો પાડે
ત્યારે શું કરવું તે તને સૂઝે નહિ?
9તારા દાવા વિષે તારા પ્રતિવાદી સાથે જ વિવાદ કર
અને બીજાની ગુપ્ત વાત ઉઘાડી ન કર,
10રખેને તે સાંભળનાર તારી નિંદા કરે
અને તારા પરનો બટ્ટો દૂર થાય નહિ.
11પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ
ચાંદીની ટોપલીમાંનાં સોનાનાં સફરજન જેવો છે.
12જ્ઞાની વ્યક્તિએ આપેલો ઠપકો આજ્ઞાંકિતના કાનમાં સોનાની કડીઓ
તથા સોનાના ઘરેણાં જેવો છે.
13ફસલના સમયમાં બરફની શીતળતા જેવી લાગે છે
તેવી જ વિશ્વાસુ સંદેશાવાહક તેના મોકલનારાઓને લાગે છે;
તે પોતાના માલિકના આત્માને તાજો કરે છે.
14જે કોઈ ભેટો આપવાની વ્યર્થ ડંફાસો મારે છે,
પણ કંઈ આપતો નથી, તે વરસાદ વગરનાં વાદળાં તથા પવન જેવો છે.
15લાંબી મુદતની સહનશીલતાથી અધિકારીનું મન માને છે
અને કોમળ જીભ હાડકાને ભાંગે છે.
16જો તને મધ મળ્યું હોય, તો જોઈએ તેટલું જ ખા
રખેને તે તારા ગળા સુધી આવે અને તારે તે ઓકી કાઢવું પડે.
17તું તારા પડોશીના ઘરમાં કવચિત જ જા,
નહિ તો તે તારાથી કંટાળીને તારો ધિક્કાર કરશે.
18પોતાના પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરનાર માણસ
હથોડા, તલવાર તથા તીક્ષ્ણ તીર જેવો છે.
19સંકટસમયે અવિશ્વાસુ માણસ પર મૂકેલો વિશ્વાસ
સડેલા દાંત અને ઊતરી ગયેલા પગ જેવો છે.
20જે દુઃખી દિલવાળા માણસ આગળ ગીતો ગાય છે,
તે ઠંડીમાં અંગ પરથી વસ્ત્ર કાઢી લેનાર જેવો
અથવા ઘા પર સરકો રેડનાર જેવો છે.
21જો તારો શત્રુ ભૂખ્યો હોય, તો તેને ખાવા માટે રોટલો આપ;
અને જો તે તરસ્યો હોય, તો પીવા માટે પાણી આપ.
22કેમ કે એમ કરવાથી તું તેના માથા પર અંગારાનો ઢગલો કરશે
અને યહોવાહ તને તેનો બદલો આપશે.
23ઉત્તરનો પવન વરસાદ લાવે છે;
તેમ જ ચાડીકરનારી જીભ ક્રોધિત ચહેરો ઉપજાવે છે.
24કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવું,
તે કરતાં અગાશીના ખૂણામાં રહેવું સારું છે.
25જેવું તરસ્યા જીવને માટે ઠંડુ પાણી છે,
તેવી જ દૂર દેશથી મળેલી સારી ખબર છે.
26જેવો ડહોળાયેલો ઝરો અથવા વિનાશક કૂવો છે,
તેવો જ દુશ્મનોની આગળથી ખસી જનાર નેક પુરુષ છે.
27વધુ પડતું મધ ખાવું સારું નથી,
તેમ જ પોતાનું મહત્વ શોધવું એ કંઈ પ્રતિષ્ઠા નથી.
28જે માણસ પોતાના પર કાબુ રાખી શકતો નથી
તે ખંડિયેર જેવો તથા કોટ વગરના નગર જેવો છે.
Você sabia?
Sabedoria Real Preservada
- O versículo de abertura registra que esta coleção de provérbios de Salomão foi compilada e transcrita pelos escribas do rei Ezequias de Judá, que reinou séculos depois de Salomão e promoveu amplas reformas religiosas e administrativas.Fontes: o próprio texto bíblico · Hezekiah · Solomon
- Grande parte do capítulo aborda a conduta na corte real e a liderança, aconselhando humildade diante dos governantes, o afastamento de conselheiros ímpios e o uso da paciência e da brandura ao persuadir autoridades.Fontes: o próprio texto bíblico
- O texto utiliza comparações vívidas da vida cotidiana antiga, como o trabalho do prateiro, nuvens sem chuva, bebidas frescas que aliviam os trabalhadores na colheita e muralhas caídas que ilustram a falta de domínio próprio.Fontes: o próprio texto bíblico
Notas escritas com auxílio de IA a partir de fontes abertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, domínio público) e revisadas antes de publicar.
Créditos e licença desta tradução
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Fonte: http://ebible.org/guj2017/ · eBible.org