Nations Bible

Provérbios 23

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toque num versículo para ver as referências cruzadas.

1જ્યારે તું કોઈ અધિકારીની સાથે જમવા બેસે,

ત્યારે તારી આગળ જે પીરસેલુ હોય તેનું ખૂબ ધ્યાનથી અવલોકન કર.

2જો તું ખાઉધરો હોય,

તો તારે ગળે છરી મૂક.

3સ્વાદિષ્ટ વાનગીઓથી લોભાઈ ન જા,

કારણ કે તે કપટી ભોજન છે.

4ધનવાન થવા માટે તન તોડીને મહેનત ન કર;

હોશિયાર થઈને પડતું મૂકજે.

5જે કંઈ વિસાતનું નથી તે પર તું તારી દૃષ્ટિ ચોંટાડશે

અને અચાનક દ્રવ્ય આકાશમાં ઊડી જશે

અને ગરુડ પક્ષીના જેવી પાંખો નિશ્ચે ધારણ કરે છે.

6કંજૂસ માણસનું અન્ન ન ખા

તેની સ્વાદિષ્ટ વાનગીથી તું લોભાઈ ન જા,

7કારણ કે જેવો તે વિચાર કરે છે, તેવો જ તે છે.

તે તને કહે છે, “ખાઓ અને પીઓ!”

પણ તેનું મન તારા પ્રત્યે નથી.

8જે કોળિયો તેં ખાધો હશે, તે તારે ઓકી કાઢવો પડશે

અને તારાં મીઠાં વચનો વ્યર્થ જશે.

9મૂર્ખના સાંભળતાં બોલીશ નહિ,

કેમ કે તારા શબ્દોના ડહાપણનો તે તિરસ્કાર કરશે.

10પ્રાચીન સીમા પથ્થરોને ખસેડીશ નહિ

અથવા અનાથના ખેતરોમાં પ્રવેશ કરીશ નહિ.

11કારણ કે તેઓનો ઉદ્ધારનાર બળવાન છે

તે તારી વિરુદ્ધ તેના પક્ષની હિમાયત કરશે.

12શિખામણ પર તારું મન લગાડ

અને ડહાપણના શબ્દોને તારા કાન દે.

13બાળકને ઠપકો આપતાં ખચકાઈશ નહિ;

કેમ કે જો તું તેને સોટી મારીશ તો તે કંઈ મરી જશે નહિ.

14જો તું તેને સોટીથી મારીશ,

તો તું તેના આત્માને શેઓલમાં જતાં ઉગારશે.

15મારા દીકરા, જો તારું હૃદય જ્ઞાની હોય,

તો મારું હૃદય હરખાશે.

16જ્યારે તારા હોઠો નેક વાત બોલશે,

ત્યારે મારું અંતઃકરણ હરખાશે.

17તારા મનમાં પાપીની ઈર્ષ્યા ન કરીશ, પણ હંમેશા યહોવાહથી ડરીને ચાલજે.

18ત્યાં ચોક્કસ ભવિષ્ય છે

અને તારી આશા સાર્થક થશે.

19મારા દીકરા, મારી વાત સાંભળ અને ડાહ્યો થા

અને તારા હૃદયને સાચા માર્ગમાં દોરજે.

20દ્રાક્ષારસ પીનારાઓની

અથવા માંસના ખાઉધરાની સોબત ન કર.

21કારણ કે દ્રાક્ષારસ પીનારાઓ તથા ખાઉધરાઓ કંગાલવસ્થામાં આવશે

અને ઊંઘ તેમને ચીંથરેહાલ કરી દેશે.

22તારા પોતાના પિતાનું કહેવું સાંભળ

અને જ્યારે તારી માતા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ.

23સત્યને ખરીદ, પણ તેને વેચીશ નહિ;

હા, ડહાપણ, શિખામણ તથા બુદ્ધિને પણ ખરીદ.

24નીતિમાન દીકરાનો પિતા આનંદથી હરખાય છે

અને જે દીકરો શાણો છે તે તેના જન્મ આપનારને આનંદ આપશે.

25તારા માતાપિતા પ્રસન્ન થાય એવું કર

અને તારી જન્મ આપનાર માતાને હર્ષ થાય એવું કર.

26મારા દીકરા, મને તારું હૃદય આપ

અને તારી આંખો મારા માર્ગોને લક્ષમાં રાખે.

27ગણિકા એક ઊંડી ખાઈ છે

અને પરસ્ત્રી એ સાંકડો કૂવો છે.

28તે લૂંટારાની જેમ સંતાઈને તાકી રહે છે

અને માણસોમાં કપટીઓનો વધારો કરે છે.

29કોને અફસોસ છે? કોણ ગમગીન છે? કોણ ઝઘડે છે?

કોણ ફરિયાદ કરે છે? કોણ વગર કારણે ઘવાય છે?

કોની આંખોમાં રતાશ છે?

30જે ઘણીવાર સુધી દ્રાક્ષારસ પિધા કરે છે તેઓને,

જેઓ મિશ્ર મધ શોધવા જાય છે તેઓને અફસોસ છે.

31જ્યારે દ્રાક્ષારસ લાલ હોય,

જ્યારે તે પ્યાલામાં પોતાનો રંગ પ્રકાશતો હોય

અને જ્યારે તે સરળતાથી પેટમાં ઊતરતો હોય, ત્યારે તે પર દૃષ્ટિ ન કર.

32આખરે તે સર્પની જેમ કરડે છે

અને નાગની જેમ ડસે છે.

33તારી આંખો અજાણ્યા વસ્તુઓ જોશે

અને તારું હૃદય વિપરીત બાબતો બોલશે.

34હા, કોઈ સમુદ્રમાં સૂતો હોય કે,

કોઈ વહાણના સઢના થાંભલાની ટોચ પર આડો પડેલો હોય, તેના જેવો તું થશે.

35તું કહેશે કે, “તેઓએ મારા પર પ્રહાર કર્યો!” “પણ મને વાગ્યું નહિ.

તેઓએ મને માર્યો, પણ મને કંઈ ખબર પડી નહિ.

હું ક્યારે જાગીશ? મારે ફરી એકવાર પીવું છે.”

Ilustração artística — interpretação, não registro histórico.

Você sabia?

Advertências e orientações para uma vida sábia

  • O capítulo recomenda extrema cautela e autocontrole ao comer com governantes ou anfitriões mesquinhos. Ele adverte que a hospitalidade generosa pode ser enganosa ou calculada secretamente por alguém cujo coração não é verdadeiramente generoso.Fontes: o próprio texto bíblico
  • O texto proíbe expressamente mudar os marcos de limites antigos ou confiscar a propriedade dos órfãos. Ele adverte que essas pessoas vulneráveis têm um forte Redentor que defenderá a causa delas contra os opressores.Fontes: o próprio texto bíblico
  • Provérbios 23 apresenta uma descrição vívida dos perigos do consumo excessivo de bebida, comparando o vinho a uma serpente que pica como uma víbora. O texto retrata a embriaguez por meio de desorientação, alucinações, insensibilidade a ferimentos e o ciclo vicioso de buscar outro gole.Fontes: o próprio texto bíblico

Notas escritas com auxílio de IA a partir de fontes abertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, domínio público) e revisadas antes de publicar.

Créditos e licença desta tradução
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fonte: http://ebible.org/guj2017/ · eBible.org

Fale com a gente

Conte de onde você lê, como a Bíblia tem te ajudado ou o que podemos melhorar. Lemos todas as mensagens.