Nations Bible

Provérbios 12

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toque num versículo para ver as referências cruzadas.

1જે કોઈ માણસ શિખામણ ચાહે છે તે વિદ્યા પણ ચાહે છે,

પણ જે વ્યક્તિ ઠપકાને ધિક્કારે છે તે પશુ જેવો છે.

2સારો માણસ યહોવાહની કૃપા મેળવે છે,

પણ કુયુક્તિખોર માણસને તે દોષપાત્ર ઠેરવશે.

3માણસ દુષ્ટતાથી સ્થિર થશે નહિ,

પણ નેકીવાનની જડ કદી ઉખેડવામાં આવશે નહિ.

4સદગુણી સ્ત્રી તેના પતિને મુગટરૂપ છે,

પણ નિર્લજ્જ સ્ત્રી તેનાં હાડકાને સડારૂપ છે.

5નેકીવાનના વિચાર ભલા હોય છે,

પણ દુષ્ટોની સલાહ કપટભરી હોય છે.

6દુષ્ટની વાણી રક્તપાત કરવા વિષે હોય છે,

પણ પ્રામાણિક માણસનું મુખ તેને બચાવશે.

7દુષ્ટો ઉથલી પડે છે અને હતા નહતા થઈ જાય છે,

પણ સદાચારીનું ઘર કાયમ ટકી રહે છે.

8માણસ પોતાના ડહાપણ પ્રમાણે પ્રસંશા પામે છે,

પણ જેનું હૃદય દુષ્ટ છે તે તુચ્છ ગણાશે.

9જેને અન્નની અછત હોય અને પોતાને માનવંતો માનતો હોય તેના કરતાં

જે નિમ્ન ગણાતો હોય પણ તેને ચાકર હોય તો તે શ્રેષ્ઠ છે.

10ભલો માણસ પોતાના પશુના જીવની સંભાળ રાખે છે,

પણ દુષ્ટ માણસની દયા ક્રૂરતા સમાન હોય છે.

11પોતાની જમીન ખેડનારને પુષ્કળ અન્ન મળશે;

પણ નકામી વાતો પાછળ દોડનાર મૂર્ખ છે.

12દુષ્ટ માણસો ભૂંડાની લૂંટ લેવા ઇચ્છે છે,

પણ સદાચારીનાં મૂળ તો ફળદ્રુપ છે.

13દુષ્ટ માણસના હોઠોનાં ઉલ્લંઘનો તેઓને પોતાને માટે ફાંદો છે,

પણ સદાચારીઓ સંકટમાંથી છૂટા થશે.

14માણસ પોતે બોલેલા શબ્દોથી સંતોષ પામશે

અને તેને તેના કામનો બદલો પાછો મળશે.

15મૂર્ખનો માર્ગ તેની પોતાની નજરમાં સાચો છે,

પણ જ્ઞાની માણસ સારી સલાહ પર લક્ષ આપે છે.

16મૂર્ખ પોતાનો ગુસ્સો તરત પ્રગટ કરી દે છે,

પણ ડાહ્યો માણસ અપમાન ગળી જાય છે.

17સત્ય ઉચ્ચારનાર નેકી પ્રગટ કરે છે,

પણ જૂઠો સાક્ષી છેતરપિંડી કરે છે.

18અવિચારી વાણી તલવારની જેમ ઘા કરે છે

પણ જ્ઞાની માણસની જીભના શબ્દો આરોગ્યરૂપ છે.

19જે હોઠ સત્ય બોલે છે તેઓ શાશ્વત રહે છે

અને જૂઠા બોલી જીભ ક્ષણિક રહે છે.

20જેઓ ખરાબ યોજનાઓ કરે છે તેઓનાં મન કપટી છે,

પણ શાંતિની સલાહ આપનાર સુખ પામે છે.

21સદાચારીને કંઈ નુકશાન થશે નહિ,

પરંતુ દુષ્ટો મુશ્કેલીઓથી ભરેલા હોય છે.

22યહોવાહ જૂઠાને ધિક્કારે છે,

પણ સત્યથી વર્તનારાઓ તેમને આનંદરૂપ છે.

23ડાહ્યો પુરુષ ડહાપણને છુપાવે છે,

પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈ જાહેર કરે છે.

24ઉદ્યમીનો હાથ અધિકાર ભોગવશે,

પરંતુ આળસુ માણસ પાસે મજૂરી કરાવવામાં આવશે.

25પોતાના મનની ચિંતાઓ માણસને ગમગીન બનાવે છે,

પણ માયાળુ શબ્દો તેને ખુશ કરે છે.

26નેકીવાન માણસ પોતાના પડોશીને સાચો માર્ગ બતાવે છે,

પણ દુષ્ટોનો માર્ગ તેને ગેરમાર્ગે દોરે છે.

27આળસુ માણસ પોતે કરેલો શિકાર રાંધતો નથી,

પણ ઉદ્યમી માણસ થવું એ મહામૂલી સંપત્તિ મેળવવા જેવું છે.

28નેકીના માર્ગમાં જીવન છે.

અને એ માર્ગમાં મરણ છે જ નહિ.

Ilustração artística — interpretação, não registro histórico.

Você sabia?

Sabedoria na fala, no trabalho e na vida cotidiana

  • Provérbios 12 enfatiza o valor do trabalho agrícola árduo e da diligência em vez da busca por ilusões. Os provérbios contrastam o trabalho constante, como cultivar a terra e preparar a caça obtida, com a preguiça que resulta em trabalhos forçados e desperdício de recursos.Fontes: o próprio texto bíblico
  • O capítulo destaca o poder da fala, comparando palavras precipitadas a golpes de espada e a língua dos sábios à cura. O discurso verdadeiro é descrito como duradouro, enquanto as mentiras trazem danos e duram apenas um instante.Fontes: o próprio texto bíblico
  • A conduta ética nessa coleção se estende ao cuidado com os animais, afirmando que a pessoa justa cuida da vida e do bem-estar do seu rebanho, ao passo que a compaixão dos ímpios é cruel.Fontes: o próprio texto bíblico

Notas escritas com auxílio de IA a partir de fontes abertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, domínio público) e revisadas antes de publicar.

Créditos e licença desta tradução
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fonte: http://ebible.org/guj2017/ · eBible.org

Fale com a gente

Conte de onde você lê, como a Bíblia tem te ajudado ou o que podemos melhorar. Lemos todas as mensagens.