Joel 1
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toque num versículo para ver as referências cruzadas.

Sobre este livro
Sobre Joel
- O dicionário apresenta Joel como o segundo dos doze profetas menores. Ele era filho de Petuel, nome ali explicado como Visão de Deus, e sua história pessoal só é conhecida a partir do seu livro.Fontes: Joel · Pethuel
- O Easton's Bible Dictionary (1897) diz que Joel provavelmente residia em Judá, pois sua comissão era dirigida a esse povo, e que ele menciona com frequência Judá e Jerusalém. Diz também que ele provavelmente esteve ativo no reinado de Uzias, por volta de 800 a.C., e que foi contemporâneo de Amós e Isaías.Fontes: Easton: Joel, Book of
- Jerusalém, que o livro nomeia com frequência, é descrita como uma cidade de montanha construída sobre elevações que incluem Sião, a colina sudeste que se tornou a cidade de Davi. A profecia inicial alerta para uma grande calamidade pública então iminente sobre a terra: falta de água e uma praga extraordinária de gafanhotos.Fontes: Easton: Joel, Book of · Jerusalem · Zion
- O Easton's Bible Dictionary (1897) diz que o profeta então chama seus conterrâneos a se arrepender e a voltar-se para Deus, assegura-lhes a disposição de Deus para perdoar e anuncia a restauração da terra à fecundidade a que estava acostumada. A mesma entrada descreve em seguida uma profecia que chama de messiânica, da qual diz que Pedro a cita, e termina com portentos e juízos destinados a cair sobre os inimigos de Deus.Fontes: Easton: Joel, Book of
- Um detalhe notável é a numeração dos capítulos no fim do livro. O Easton's Bible Dictionary (1897) apresenta a seção final como capítulo 3, mas observa que no texto hebraico ela é o capítulo 4.Fontes: Easton: Joel, Book of
Notas escritas com auxílio de IA a partir de fontes abertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, domínio público) e revisadas antes de publicar.
તીડોએ વર્તાવેલા વિનાશ માટે વિલાપ
1યહોવાહનું જે વચન પથુએલના દીકરા યોએલ પાસે આવ્યું તે આ છે;
2હે વડીલો, તમે આ સાંભળો અને દેશના સર્વ વતનીઓ તમે પણ ધ્યાન આપો.
આ તમારા સમયમાં બન્યું છે કે,
તમારા પૂર્વજોના સમયમાં?
3તમારાં સંતાનોને એ વિષે કહી સંભળાવો,
અને તમારાં સંતાનો તેમના સંતાનોને કહે,
અને તેઓના સંતાનો તેઓની પછીની પેઢીને તે કહી જણાવે.
4જીવડાંઓએ રહેવા દીધેલું તીડો ખાઈ ગયાં;
તીડોએ રહેવા દીધેલું તે કાતરાઓ ખાઈ ગયા;
અને કાતરાઓએ રહેવા દીધેલું તે ઈયળો ખાઈ ગઈ છે.
5હે નશાબાજો, તમે જાગો અને વિલાપ કરો;
સર્વ દ્રાક્ષારસ પીનારાઓ, પોક મૂકીને રડો,
કેમ કે, સ્વાદિષ્ઠ દ્રાક્ષારસ તમારા મુખમાંથી લઈ લેવાયો છે.
6એક બળવાન પ્રજા કે જેના માણસોની સંખ્યા અગણિત છે.
તે મારા દેશ પર ચઢી આવી છે.
એ પ્રજાનાં દાંત સિંહના દાંત જેવા છે,
તેની દાઢો સિંહણની દાઢો જેવી છે.
7તેણે મારી દ્રાક્ષવાડીનો નાશ કર્યો છે
અને મારી અંજીરી છોલી નાખી છે.
તેણે તેની છાલ સંપૂર્ણ ઉતારી નાખી છે
અને તેની ડાળીઓને સફેદ કરી નાખી છે.
8જેમ કોઈ કુમારિકા પોતાના જુવાન પતિના અવસાનથી શોકનાં વસ્ત્રો પહેરીને વિલાપ કરે છે તેમ તમે વિલાપ કરો.
9યહોવાહના ઘરમાં ખાદ્યાર્પણો અને પેયાર્પણો આવતાં નથી.
યહોવાહના સેવકો, યાજકો, શોક કરે છે.
10ખેતરો લૂંટાઈ ગયાં છે,
ભૂમિ શોક કરે છે.
કેમ કે અનાજનો નાશ થયો છે.
નવો દ્રાક્ષારસ સુકાઈ ગયો છે.
તેલ સુકાઈ જાય છે.
11હે ખેડૂતો, તમે લજ્જિત થાઓ.
હે દ્રાક્ષવાડીના માળીઓ,
ઘઉંને માટે તથા જવ માટે પોક મૂકો;
કેમ કે ખેતરોના પાકનો નાશ થયો છે.
12દ્રાક્ષવેલા સુકાઈ ગયા છે અને અંજીરી પણ સુકાઈ ગઈ છે.
દાડમડીના ખજૂરીનાં તેમ જ સફરજનનાં વૃક્ષોસહિત,
ખેતરનાં બધાં વૃક્ષો સુકાઈ ગયાં છે.
કેમ કે માનવજાતિના વંશજોમાંથી આનંદ જતો રહ્યો છે.
13હે યાજકો શોકનાં વસ્ત્રો ધારણ કરો, તમારા વસ્ત્રોને બદલે હૃદય ફાળો.
હે વેદીના સેવકો, તમે બૂમ પાડીને રડો.
હે મારા ઈશ્વરના સેવકો, ચાલો, શોકના વસ્ત્રોમાં સૂઈ જઈને આખી રાત પસાર કરો.
કેમ કે ખાદ્યાર્પણ કે પેયાર્પણ તમારા ઈશ્વરના ઘરમાં આવતાં બંધ થઈ ગયા છે.
14પવિત્ર ઉપવાસ કરો.
અને ધાર્મિક સંમેલન ભરો,
વડીલોને અને દેશના સર્વ રહેવાસીઓને
તમારા ઈશ્વર યહોવાહના ઘરમાં ભેગા કરો,
અને યહોવાહની આગળ વિલાપ કરો.
15તે દિવસને માટે અફસોસ!
કેમ કે યહોવાહનો દિવસ નજીક છે.
તે દિવસ સર્વશક્તિમાન તરફથી વિનાશરૂપે આવશે.
16શું આપણી નજર સામેથી જ આપણું અન્ન નાશ થયું નથી?
આપણા ઈશ્વરના મંદિરમાંથી આનંદ અને ઉત્સાહ જતાં રહ્યાં નથી?
17જમીનના દગડાં નીચે બી સડી જાય છે.
અનાજના પુરવઠા ખાલી થઈ ગયા છે.
કોઠારો તોડી નાખવામાં આવ્યા છે.
કેમ કે અનાજ સુકાઈ ગયું છે.
18પશુઓ કેવી ચીસો પાડે છે!
જાનવરોના ટોળાં નિસાસા નાખે છે.
કેમ કે તેમને માટે બિલકુલ ઘાસચારો રહ્યો નથી.
ઘેટાંનાં ટોળાંઓ નાશ પામે છે.
19હે યહોવાહ, હું તમને વિનંતી કરું છું.
કેમ કે અગ્નિએ વનનાં ગૌચરોને ભસ્મ કર્યા છે
અને અગ્નિની જ્વાળાઓએ ખેતરનાં બધા વૃક્ષોને બાળી નાખ્યાં છે.
20હા, જંગલી પશુઓ પણ હાંફીને તમને પોકારે છે,
કેમ કે પાણીના વહેળાઓ સુકાઈ ગયા છે,
અને અગ્નિએ વનનાં ગૌચરો ભસ્મ કર્યા છે.

Você sabia?
Uma praga de gafanhotos e o luto nacional
- Joel é considerado o segundo dos doze Profetas Menores, identificado apenas como filho de Petuel, sem outros detalhes preservados sobre sua vida pessoal fora de seu livro profético.Fontes: Joel · Pethuel · o próprio texto bíblico
- O capítulo relata uma crise agrícola sem precedentes provocada por sucessivas ondas de gafanhotos e severa estiagem, que descascaram figueiras e destruíram plantações essenciais como trigo, cevada, uvas e azeite.Fontes: o próprio texto bíblico
- Como as colheitas arruinadas interromperam as ofertas de cereais e de libação no templo, o profeta convocou sacerdotes e líderes a vestir pano de saco, proclamar um jejum solene e reunir o povo em clamor diante da proximidade do Dia do SENHOR.Fontes: o próprio texto bíblico
Notas escritas com auxílio de IA a partir de fontes abertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, domínio público) e revisadas antes de publicar.
Créditos e licença desta tradução
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Fonte: http://ebible.org/guj2017/ · eBible.org