Nations Bible

Jó 32

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toque num versículo para ver as referências cruzadas.

અલિહૂનાં મંતવ્યો

1પછી આ ત્રણ મિત્રોએ અયૂબને જવાબ આપવાનું બંધ કર્યું, કારણ કે અયૂબ તેની પોતાની નજરમાં ન્યાયી હતો. 2પછી રામના કુટુંબના બારાકેલ બુઝીના દીકરા અલીહૂને અયૂબ પર ગુસ્સે આવ્યો; કારણ કે અયૂબે ઈશ્વર કરતાં પોતાને ન્યાયી જાહેર કર્યો હતો.

3અલીહૂને તેના ત્રણ મિત્રો પ્રત્યે પણ ક્રોધ આવ્યો, કારણ કે તેઓ અયૂબની વાતોનો જવાબ આપી શક્યા નહોતા, તેમ છતાં તેઓએ અયૂબને દોષિત જાહેર કર્યો. 4હવે અલીહૂ અયૂબ સાથે વાર્તાલાપ કરવાની રાહ જોઈ રહ્યો હતો, કારણ કે અન્ય લોકો તેના કરતા વડીલ હતા. 5તેમ છતાં જ્યારે અલીહૂએ જોયું કે તે ત્રણેની પાસે કોઈ જવાબ નથી, ત્યારે તેને વધારે ગુસ્સો આવ્યો.

અલિહૂ

6બારાકેલ બુઝીના દીકરા અલીહૂએ જવાબ આપતાં કહ્યું કે,

“હું તરુણ છું, અને તમે ઘણા વૃદ્ધ છો.

તે માટે હું ચૂપ રહ્યો અને મારો અભિપ્રાય તમને જણાવવાની મેં હિંમત કરી નહિ.”

7મેં કહ્યું, “દીર્ઘ આયુષ્યવાળાઓએ બોલવું જોઈએ;

અને દીર્ઘ આયુષ્યવાળાઓએ ડહાપણ શીખવવું જોઈએ.

8પણ માણસમાં આત્મા રહેલો છે;

અને સર્વશક્તિમાન ઈશ્વરનો શ્વાસ લોકોને સમજણ આપે છે.

9મહાન લોકો જ બુદ્ધિમાન હોય છે તેવું નથી,

અથવા વૃદ્ધ લોકો જ ન્યાય સમજે છે તે પ્રમાણે હંમેશા હોતું નથી.

10તે માટે હું કહું છું કે, ‘મને સાંભળો;

હું પણ તમને મારું ડહાપણ જાહેર કરીશ’.

11જુઓ, જ્યારે તમે વિચારતા હતા કે શું બોલવું;

મેં તમારા શબ્દોની રાહ જોઈ

અને મેં તમારી દલીલો સાંભળી.

12ખરેખર, મેં તમને ધ્યાનથી સાંભળ્યા,

પણ, જુઓ, તમારામાંનો કોઈ પણ અયૂબને ખાતરી કરાવી શક્યો નહિ

અને તેને જવાબમાં પ્રત્યુત્તર પણ આપી શક્યો નહિ.

13સાવચેત રહેજો અને એવું ન કહેતા કે, ‘અમને ડહાપણ પ્રાપ્ત થયું છે!”

ઈશ્વર અયૂબને હરાવશે; સામાન્ય માણસ કંઈ કરી શકે નહિ.

14અયૂબે મારી સાથે દલીલ કરી નથી,

તેથી હું તમારા શબ્દોથી તેને સામો જવાબ આપીશ નહિ.

15આ ત્રણ માણસો સ્તબ્ધ થઈ ગયા; તેઓ અયૂબને જવાબ આપી શક્યા નહીં.

તેઓની પાસે બોલવાને કોઈ શબ્દો રહ્યા નથી.

16કારણ કે તેઓ શાંત ઊભા છે અને જવાબ આપતા નથી,

તેઓ વાત કરતા નથી તેથી શું હું રાહ જોઈ બેસી રહું?

17ના, હું પણ જવાબમાં મારો અભિપ્રાય આપીશ;

હું તેઓને મારા વિચારો જાહેર કરીશ.

18મારી પાસે કહેવાને ઘણી બાબતો છે;

મારો આત્મા મને ફરજ પાડે છે.

19જુઓ, હું નવી દ્રાક્ષારસના મશક જેવો છું કે જે હજી ખોલી ન હોય; તેવું મારું મન છે,

નવા મશકની જેમ તે ફાટવાની તૈયારીમાં છે.

20હું બોલીશ જેથી મારું મન સ્વસ્થ થાય;

હું મારા મુખે જવાબ આપીશ.

21હું પક્ષપાત કરીશ નહિ;

અથવા હું કોઈ પણ માણસને ખુશામતનો ખિતાબ આપીશ નહિ.

22કેમ કે મને ખુશામત કરતાં આવડતું નથી;

જો હું એમ કરું તો, સર્જનહાર ઈશ્વર મારો જલદી નાશ કરે.

Ilustração artística — interpretação, não registro histórico.

Você sabia?

Eliú entra no debate

  • Eliú, filho de Baraquel, o buzita, da família de Rão, surge pela primeira vez depois que os três amigos de Jó deixam de responder. Seus discursos se estendem do capítulo 32 ao capítulo 37.Fontes: o próprio texto bíblico · Elihu · Barachel · Ram
  • Eliú se irrita com ambos os lados do debate: ele fica furioso com Jó por justificar a si mesmo em vez de a Deus, e zangado com os três companheiros idosos porque condenaram Jó sem refutar seus argumentos.Fontes: o próprio texto bíblico
  • Por deferência cultural aos mais velhos, Eliú permaneceu em silêncio durante os debates anteriores, acreditando que a idade ensinava sabedoria. Ele só fala quando os outros ficam sem palavras, afirmando que o verdadeiro entendimento vem do fôlego e do espírito do Todo-Poderoso, e não apenas da idade.Fontes: o próprio texto bíblico

Notas escritas com auxílio de IA a partir de fontes abertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, domínio público) e revisadas antes de publicar.

Créditos e licença desta tradução
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fonte: http://ebible.org/guj2017/ · eBible.org

Fale com a gente

Conte de onde você lê, como a Bíblia tem te ajudado ou o que podemos melhorar. Lemos todas as mensagens.