Nations Bible

Jó 12

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toque num versículo para ver as referências cruzadas.

અયૂબ

1ત્યારે અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે,

2“નિઃસંદેહ તમારા સિવાય તો બીજા લોક જ નથી;

તમારી સાથે બુદ્ધિનો અંત આવશે.

3પરંતુ તમારી જેમ મને પણ અક્કલ છે;

અને હું તમારા કરતાં ઊતરતો નથી.

હા, એ બધું કોણ નથી જાણતું?

4મારા પડોશીઓ હાંસીપાત્ર ગણે તેવો હું છું;

હું, જેણે ઈશ્વરને પ્રાર્થના કરી અને જેને ઈશ્વરે ઉત્તર પણ આપ્યો તે હું છું;

હું, નિર્દોષ અને સંપૂર્ણ માણસ જે હમણાં હાંસીપાત્ર ગણાય તે હું છું.

5જેઓ પોતે સુખી છે તેઓ દુર્ભાગી માણસનો તિરસ્કાર કરે છે;

જ્યારે કોઈ માણસ ઠોકર ખાય છે ત્યારે તેઓ એમ જ કરે છે.

6લૂટારુઓનાં ઘર આબાદ થાય છે,

અને ઈશ્વરને પડકારનારાઓ સુરક્ષિત હોય છે;

તેઓની તાકાત તે જ તેમનો ઈશ્વર છે.

7પરંતુ પશુઓને પૂછો તો તે તમને શીખવશે,

જો ખેચર પક્ષીઓને પૂછો તો તે તમને કહેશે.

8અથવા પૃથ્વીને પૂછો અને તે તમને શીખવશે;

સમુદ્રમાંની માછલીઓને પૂછો તો તે તમને માહિતી આપશે.

9દરેક વ્યક્તિ જાણે છે કે

આ સર્વનું યહોવાહે સર્જન કર્યું છે.

10બધા જ જીવો તથા

મનુષ્યનો આત્મા પણ ઈશ્વરના જ હાથમાં છે.

11જેમ જીભ અન્નનો સ્વાદ પારખે છે,

તે જ રીતે શું કાન શબ્દોની પરીક્ષા નથી કરતા?

12વૃદ્ધ પુરુષોમાં ડહાપણ હોય છે;

અને પાકી વયમાં સમજણ હોય છે.

13પરંતુ જ્ઞાન તથા બળ તો ઈશ્વરનાં જ છે.

સમજ અને સત્તા તો તેમની પાસે જ છે.

14ઈશ્વર જે તોડી નાખે છે તેને કોઈ ફરીથી બાંધી શકતું નથી;

જ્યારે તે માણસને કેદ કરે છે, ત્યારે કોઈ તેને છોડાવી શકતું નથી.

15જુઓ, જો તે વરસાદને અટકાવે છે, એટલે જમીન સુકાઈ જાય છે;

અને જ્યારે તે તેને છોડી દે છે, ત્યારે તે ભૂમિ પર ફરી વળે છે.

16તેમની પાસે બળ અને બુદ્ધિ છે;

છેતરનારા અને છેતરાયેલા બન્ને તેમના હાથમાં જ છે.

17તે રાજમંત્રીઓની બુદ્ધિ લૂંટી લે છે

અને તે ન્યાયકર્તાઓને મૂર્ખ બનાવે છે.

18રાજાઓનાં બંધન તે તોડી પાડે છે.

અને તેમની કમરે સાંકળ બાંધે છે.

19તે યાજકોને લૂંટાવીને તેઓને લઈ જાય છે,

અને બળવાનનો પરાજય કરે છે.

20વક્તાઓની વાણી તે લઈ લે છે.

અને વડીલોનું ડહાપણ લઈ લે છે.

21રાજાઓ ઉપર તે તિરસ્કાર કરે છે.

તે શકિતશાળીઓની સત્તા આંચકી લે છે.

22તેઓ અંધકારમાંથી ગુપ્ત રહસ્ય પ્રગટ કરે છે,

તે મૃત્યુછાયા પર પ્રકાશ લાવે છે.

23તે પ્રજાઓને બળવાન બનાવે છે,

તે તેઓનો નાશ પણ કરે છે.

24તે પૃથ્વીના લોકોના આગેવાનોની સમજશકિત હણી લે છે;

અને તેઓને દિશા-વિહોણા અરણ્યમાં રખડતા કરી મૂકે છે.

25તેઓ અજવાળા વગર અંધકારમાં અથડાય છે

અને તે તેઓને વ્યસની માણસની જેમ લથડતા કરી મૂકે છે.

Ilustração artística — interpretação, não registro histórico.

Você sabia?

A defesa de Jó e a soberania de Deus

  • Jó inicia sua resposta com profunda ironia, afirmando sarcasticamente que a sabedoria morrerá com seus amigos. Ele declara que o conhecimento básico do poder de Deus não é um segredo exclusivo deles, mas algo evidente até mesmo para os animais, as aves, os peixes e a própria terra.Fontes: o próprio texto bíblico
  • Neste capítulo, Jó descreve a autoridade absoluta de Deus sobre as instituições e os líderes humanos. Ele destaca que Deus desfaz o poder estabelecido ao retirar o discernimento dos anciãos, descalçar conselheiros e sacerdotes e derrubar reis, juízes e nações inteiras.Fontes: o próprio texto bíblico

Notas escritas com auxílio de IA a partir de fontes abertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, domínio público) e revisadas antes de publicar.

Créditos e licença desta tradução
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fonte: http://ebible.org/guj2017/ · eBible.org

Fale com a gente

Conte de onde você lê, como a Bíblia tem te ajudado ou o que podemos melhorar. Lemos todas as mensagens.