Nations Bible

Isaías 48

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toque num versículo para ver as referências cruzadas.

ભવિષ્યનો સ્વામી પણ ઈશ્વર જ

1હે યાકૂબનાં સંતાનો, આ સાંભળો,

જેઓને ઇઝરાયલના નામથી બોલવવામાં આવ્યા છે અને યહૂદિયાના ઝરાથી નીકળી આવેલા છો;

તમે જેઓ યહોવાહના નામે સમ ખાઓ છો અને ઇઝરાયલના ઈશ્વરને આહવાન આપો છો,

પણ નિષ્ઠાપૂર્વક કે ન્યાયની રીતે નહિ.

2કેમ કે તેઓ પોતાને પવિત્ર નગરના લોકો કહેવડાવે છે

અને ઇઝરાયલના ઈશ્વર પર ભરોસો રાખે છે; જેનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે.

3મેં અગાઉની બિનાઓને પ્રગટ કરી હતી; તે મારા મુખેથી નીકળી હતી અને મેં તેઓને જાહેર કરી હતી;

પછી મેં અચાનક તે પૂરી કરી અને તેઓ તેમાંથી પસાર થયા.

4કારણ કે મને ખબર છે કે તમે હઠીલા હતા,

તાર ગળાના સ્નાયુઓ લોખંડ જેવા અને તારું કપાળ પિત્તળ જેવું છે.

5તેથી મેં તમને પુરાતન કાળથી જાહેર કર્યું હતું; તે થયા પહેલાં મેં અગાઉથી તમને કહી સંભળાવ્યું હતું,

જેથી તમે કહી ના શકો કે, “મારી મૂર્તિએ તેઓને આ કર્યુ છે,” અથવા “મારી કોરેલી મૂર્તિએ તથા ઢાળેલી મૂર્તિએ તે ફરમાવ્યાં છે.”

6તમે તે સાંભળ્યું છે; આ સર્વ પુરાવા જુઓ; અને શું તમે એ સ્વીકારશો નહિ કે મેં જે કહ્યું તે સત્ય છે?

હવેથી હું તમને નવી અને ગુપ્ત રાખેલી બિનાઓ કે જે તમે જાણી નથી, તે તમને કહી સંભળાવું છું.

7હમણાં, તે ઉત્પન્ન થઈ છે, અગાઉથી તે નહોતી અને આજ સુધી તેં તે સાંભળી પણ નહોતી,

તેથી તું એમ કહી શકીશ નહિ, “હા, હું તે જાણતો હતો.”

8વળી તેં કદી સાંભળ્યું નહિ; તેં જાણ્યું નહિ; તારા કાન આ બાબતો વિષે અગાઉથી ઊઘડ્યા નહિ.

કેમ કે હું જાણતો હતો કે તું તદ્દન કપટી અને જન્મથી તું બંડખોર છે.

9મારા નામની ખાતર હું મારો કોપ મુલતવી રાખીશ અને મારા સન્માનની ખાતર હું તારો નાશ કરવામાં ધીરજ રાખીશ.

10જુઓ, મેં તને ચોખ્ખો કર્યો છે, પણ ચાંદીની માફક નહિ; મેં તને વિપત્તિરૂપી ભઠ્ઠીમાં શુદ્ધ કર્યો છે.

11મારા પોતાની ખાતર, મારા પોતાની ખાતર હું તે કાર્ય કરીશ;

કેમ કે હું કેવી રીતે મારું નામ અપમાનિત થવાની મંજૂરી આપી શકું?

હું મારો મહિમા બીજા કોઈને આપીશ નહિ.

પ્રભુનો પસંદિત આગેવાન:કોરેશ

12હે યાકૂબ અને મારા બોલાવેલા ઇઝરાયલ, મારું સાંભળો:

હું તે જ છું; હું જ પ્રથમ, હું જ છેલ્લો છું.

13હા, મારે હાથે પૃથ્વીનો પાયો નાખ્યો અને મારે જમણે હાથે આકાશોને પ્રસાર્યાં;

જ્યારે હું તેઓને બોલાવું છું ત્યારે તેઓ એકસાથે ઊભા થાય છે.

14તમે સર્વ એકત્ર થાઓ અને સાંભળો;

તમારામાંથી કોણે આ બાબતો જાહેર કરી છે?

યહોવાહના સાથીઓ બાબિલ વિરુદ્ધ તેનો હેતુ પૂરો કરશે.

તે ખાલદીઓ વિરુદ્ધ યહોવાહની ઇચ્છા પૂર્ણ કરશે.

15હું, હા, હું જ તે બોલ્યો છું, મેં તેને બોલાવ્યો છે, હું તેને લાવ્યો છું અને તે સફળ થશે.

16મારી પાસે આવો, આ સાંભળો;

પ્રારંભથી હું ગુપ્તમાં બોલ્યો નથી; તે થયું ત્યારથી હું ત્યાં છું;

અને હવે પ્રભુ યહોવાહે મને અને તેમના આત્માને મોકલ્યા છે.

પોતાના લોકોને માટે પ્રભુની યોજના

17તારો ઉદ્ધાર કરનાર યહોવાહ, ઇઝરાયલના પવિત્ર આ કહે છે: “હું યહોવાહ તારો ઈશ્વર છું,

જે તને સફળ કેવી રીતે થવું તે તને શીખવું છું.

તારે જે માર્ગે જવું જોઈએ તે પર હું તને લઈ જાઉં છું.

18જો તેં મારી આજ્ઞાઓ પાળી હોત તો કેવું સારું!

પછી તારી શાંતિ અને સમૃદ્ધિ એક નદીની જેવી વહેતી હોત અને તારો ઉદ્ધાર સમુદ્રનાં મોજાં જેવો થાત.

19તારાં વંશજો રેતી જેટલા અસંખ્ય અને તારા પેટના સંતાન રેતીના કણ જેટલાં અસંખ્ય થાત;

તેઓનું નામ મારી સંમુખથી નાબૂદ થાત નહિ કે મારી આગળથી કપાઈ જાત નહિ.

20બાબિલમાંથી બહાર નીકળો, ખાલદીઓની પાસેથી નાસી જાઓ!

હર્ષનાદના અવાજથી આ જાહેર કરો! આ વાત પ્રગટ કરો, પૃથ્વીના છેડા સુધી તેને પ્રગટ કરો

અને કહો, “યહોવાહે પોતાના સેવક યાકૂબનો ઉદ્ધાર કર્યો છે.

21તે તેઓને રણમાં દોરી લઈ ગયા તો પણ તેઓ તરસ્યા રહ્યા નહિ;

તેમણે તેઓને માટે ખડકમાંથી પાણી વહેવડાવ્યું;

વળી તેમણે ખડક ફાડ્યો અને પાણી ખળખળ વહ્યું.

22યહોવાહ કહે છે, “દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી.”

Ilustração artística — interpretação, não registro histórico.

Você sabia?

Purificação de Israel e saída da Babilônia

  • Em Isaías 48, Deus explica que revelou profecias e as cumpriu repentinamente para que o povo obstinado não atribuísse esses acontecimentos a ídolos esculpidos ou de metal fundido. O anúncio tanto de coisas antigas quanto de coisas totalmente novas visava desmantelar qualquer alegação de poder idolátrico.Fontes: o próprio texto bíblico
  • O capítulo exorta os exilados a fugirem da Babilônia e dos caldeus, uma região na Baixa Mesopotâmia situada na vasta planície banhada pelos rios Eufrates e Tigre. A Babilônia, localizada junto ao Eufrates, serviu como local de exílio até este chamado para partir com proclamação de alegria.Fontes: o próprio texto bíblico · Babylon · Chaldea
  • Embora Deus fale em purificar a casa de Jacó na fornalha da aflição em vez de prata, o texto promete provisão divina em seu retorno, evocando a água que jorrou de uma rocha fendida no deserto.Fontes: o próprio texto bíblico

Notas escritas com auxílio de IA a partir de fontes abertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, domínio público) e revisadas antes de publicar.

Lugares deste capítulo

  • Babylon · 32.543, 44.422 · versículos 14, 20
  • Chaldea · 30.962, 46.104 · versículos 14, 20

Só aparecem lugares com identificação de alta confiança (90% ou mais segundo as fontes acadêmicas reunidas pelo OpenBible). Mapa da época: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; mapa atual: © colaboradores do OpenStreetMap; lugares: OpenBible.info (CC BY 4.0).

Créditos e licença desta tradução
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fonte: http://ebible.org/guj2017/ · eBible.org

Fale com a gente

Conte de onde você lê, como a Bíblia tem te ajudado ou o que podemos melhorar. Lemos todas as mensagens.