Nations Bible

Amós 9

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toque num versículo para ver as referências cruzadas.

પ્રભુના ન્યાયચુકાદા

1મેં પ્રભુને વેદી પાસે ઊભેલા જોયા, તેમણે કહ્યું કે,’ બુરજોની ટોચ પર એવો મારો ચલાવો કે ઉંબરા હાલી જાય.

અને તે સર્વ લોકનાં માથા પર પડીને તેઓના ચૂરેચૂરા કરો,

તેઓનાંમાંથી જે બાકી રહ્યા હશે,

તેઓનો હું તલવારથી નાશ કરીશ. તેઓમાંનો એકપણ નાસી જવા પામશે નહિ,

અને કોઈ છટકી જવા પામશે નહિ.

2જો તેઓ ખોદીને શેઓલમાં ઊતરી જાય,

તોપણ મારો હાથ તેમને પકડી પાડશે.

જો તેઓ આકાશમાં ચઢી જશે,

તોપણ હું તેઓને ત્યાંથી નીચે ઉતારીશ.

3જો તેઓ કાર્મેલના શિખર પર સંતાઈ જાય,

તોપણ હું તેઓને ત્યાંથી શોધી કાઢીશ.

જો તેઓ મારાથી સંતાઈને દરિયાને તળિયે સંતાઈ જશે,

તોપણ હું ત્યાં સર્પને આજ્ઞા કરીશ

અને તેઓને કરડવા માટે આદેશ આપીશ, એટલે તે તેઓને ડંખ મારશે.

4વળી જો તેઓ પોતાના શત્રુઓના હાથે બંદીખાનામાં જાય,

તોપણ હું ત્યાં તલવારને આજ્ઞા કરીશ કે તે તેમનો સંહાર કરે.

હું તેમના હિતને માટે તો નહિ પણ આપત્તિને સારુ મારી દ્રષ્ટિ રાખીશ.”

5કેમ કે પ્રભુ, સૈન્યોના ઈશ્વર

કે જે ભૂમિને સ્પર્શ કરે છે અને તે ઓગળી જાય છે.

અને તેમાં વસનારા સર્વ લોક શોક કરશે;

તે તમામ નદીની પેઠે ચઢી આવશે,

અને મિસરની નદીની જેમ પાછા ઊતરી જશે.

6જે આકાશોમાં પોતાનું ઘર બાંધે છે

અને પૃથ્વી ઉપર પોતાનો મુગટ સ્થાપે છે,

જે સમુદ્રના પાણીને બોલાવીને

તેને પૃથ્વીના પડ ઉપર રેડી દે છે,

તેમનું નામ યહોવાહ છે.

7યહોવાહ એવું કહે છે કે,

“હે ઇઝરાયલ પુત્રો,

શું તમે મારે માટે કૂશીઓ જેવા નથી?”

“શું હું ઇઝરાયલ પુત્રોને મિસરમાંથી,

પલિસ્તીઓને કાફતોરથી,

અને અરામીઓને કીરમાંથી બહાર લાવ્યો નથી?

8જુઓ, પ્રભુ યહોવાહની દ્રષ્ટિ દુષ્ટ રાજ્ય ઉપર છે,

અને હું તેને ધરતીના પડ ઉપરથી ભૂંસી નાખીશ,

તેમ છતાં હું યાકૂબના વંશનો સંપૂર્ણ સંહાર નહિ કરીશ”

9જુઓ, હું આજ્ઞા કરીશ કે,

જેવી રીતે અનાજને ચાળણીમાં ચાળવામાં આવે છે,

તેમ હું ઇઝરાયલના વંશજોને સઘળી પ્રજાઓમાં ચાળીશ,

તેમ છતાં તેમાંનો નાનામાં નાનો દાણો પણ નીચે પડશે નહિ.

10મારા લોકોમાંના જે પાપીઓ એવું કહે છે કે,

અમને કોઈ આફત આવશે નહી કે અમારી સામે પણ આવશે નહી તેઓ સર્વ તલવારથી નાશ પામશે.”

ભવિષ્યમાં ઇઝરાયલનો પુનરોદ્ધાર

11“તે દિવસે હું દાઉદનો પડી ગયેલો મંડપ પાછો ઊભો કરીશ,

અને તેમાં પડેલી ફાટો સાંધી દઈશ.

તેના ખંડેરોની મરામત કરીશ,

અને તેને પ્રાચીન કાળના જેવો બાંધીશ,

12જેથી અદોમના બાકી રહેલા પ્રાંતોનું,

અને બીજા બધા પ્રજાઓ જે પહેલાં મારા નામથી ઓળખાય છે તેઓનું પણ તેઓ વતન પામે’

આ કરનાર હું યહોવાહ તે કહું છું.

13“જુઓ, યહોવાહ એવું કહે છે કે, એવા દિવસો આવી રહ્યા છે,

કે ખેડૂતનું કામ કાપણી કરનારના કામ સુધી ચાલશે,

અને દ્રાક્ષા પીલનારનું કામ બી વાવનારના કામ સુધી ચાલશે,

પર્વતોમાંથી મીઠો દ્રાક્ષનો રસ ટપકશે,

અને સર્વ ડુંગરો પીગળી જશે.

14હું મારા ઇઝરાયલી લોકોને બંદીવાસમાંથી પાછા લાવીશ.

તેઓ નષ્ટ થયેલાં નગરોને ફરીથી બાંધશે અને તેમાં વસશે.

તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે

અને તેનો દ્રાક્ષારસ પીશે તથા બગીચા તૈયાર કરશે અને તેના ફળ ખાશે.

15હું તેઓને તેઓની પોતાની ભૂમિમાં પાછા સ્થાપીશ,

તેઓને મેં જે ભૂમિ આપી છે,

તેમાંથી કોઈપણ તેઓને ખસેડી શકશે નહિ.”

એવું ઈશ્વર યહોવાહ કહે છે.

Ilustração artística — interpretação, não registro histórico.

Você sabia?

Julgamento e Restauração Futura

  • Amós 9:7 compara o êxodo de Israel do Egito com a condução divina das origens e migrações de outros povos, mencionando os filisteus de Caftor e os arameus de Quir. Muitos estudiosos identificam Caftor com Creta, enquanto Quir era um conhecido local de exílio arameu.Fontes: o próprio texto bíblico · Caphtor · Kir
  • A profecia em Amós 9:11-12 fala em restaurar a tenda caída de Davi e possuir o remanescente de Edom. Edom, a terra montanhosa e escarpada associada a Esaú, irmão de Jacó, tinha um longo histórico de conflito com Israel.Fontes: o próprio texto bíblico · Esau (Edom) · Edom
  • O capítulo termina com uma visão de extraordinária abundância agrícola, na qual o lavrador alcança o ceifeiro e as colinas destilam vinho doce. Essa linguagem retrata um remanescente restaurado que reconstrói cidades em ruínas, replanta vinhedos e habita em segurança na sua terra.Fontes: o próprio texto bíblico

Notas escritas com auxílio de IA a partir de fontes abertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, domínio público) e revisadas antes de publicar.

Lugares deste capítulo

  • Mount Carmel · 32.672, 35.023 · versículo 3
  • Egypt · 30.129, 31.308 · versículos 5, 7
  • Nile · Hoje: Nile River · 31.465, 30.367 · versículo 5
  • Ethiopia · 16.935, 33.751 · versículo 7
  • Edom · 30.746, 35.604 · versículo 12

Só aparecem lugares com identificação de alta confiança (90% ou mais segundo as fontes acadêmicas reunidas pelo OpenBible). Mapa da época: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; mapa atual: © colaboradores do OpenStreetMap; lugares: OpenBible.info (CC BY 4.0).

Créditos e licença desta tradução
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fonte: http://ebible.org/guj2017/ · eBible.org

Fale com a gente

Conte de onde você lê, como a Bíblia tem te ajudado ou o que podemos melhorar. Lemos todas as mensagens.