1 Crônicas 24
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toque num versículo para ver as referências cruzadas.
યાજકોને સોંપવામાં આવેલાં કામ
1હારુનના પુત્રો; નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામાર. 2નાદાબ અને અબીહૂ પોતાના પિતાની અગાઉ મરણ પામ્યા હતા. તેઓને સંતાન ન હતા, તેથી એલાઝાર તથા ઈથામાર યાજકનું કામ કરતા હતા. 3સાદોક, એલાઝારના વંશજોમાંનો એક અને અહીમેલેખે, ઈથામારના વંશજોમાંનો એકની સાથે મળી, દાઉદે, યાજકો તરીકેના કામ માટે તેઓને વિવિધ જૂથોમાં ગોઠવ્યા.
4એલાઝારના પુત્રોમાં, ઈથામારના પુત્રો કરતાં મુખ્ય પુરુષો સંખ્યામાં વધારે હતા, તેથી એલાઝારના પુત્રોના સોળ વર્ગ પાડવામાં આવ્યાં. ઈથામારના પુત્રોનાં કુટુંબોના આઠ મુખ્ય પુરુષો હતા, માટે તેઓના આઠ વર્ગ પાડવામાં આવ્યા. 5તેમણે ચિઠ્ઠીઓ નાંખી બિનપક્ષપાતીપણે તેઓને નિયુક્ત કર્યા તેથી પવિત્રસ્થાનના કારભારીઓ તથા ઈશ્વરના કારભારીઓ, એલાઝાર અને ઈથામાર, બન્નેના વંશજોમાંથી હતા.
6નથાનએલનો પુત્ર શમાયા ચીટનીસ, લેવીઓમાંનો એક હતો. તેણે રાજાની, સરદારોની, સાદોક યાજકની, અબ્યાથારના પુત્ર અહીમેલેખની તથા યાજકો અને લેવીઓના કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ તેઓની નોંધ કરી. એલાઝાર તથા ઈથામારના કુટુંબ, વારાફરતી એક પછી એક ગણવામાં આવતું હતું. 7પહેલી ચિઠ્ઠી યહોયારીબની અને બીજી યદાયાની નીકળી. 8ત્રીજી હારીમની, ચોથી સેઓરીમની, 9પાંચમી માલ્કિયાની, છઠ્ઠી મીયામીનની, 10સાતમી હાક્કોસની, આઠમી અબિયાની, 11નવમી યેશૂઆની, દસમી શખાન્યાની, 12અગિયારમી એલ્યાશિબની, બારમી યાકીમની, 13તેરમી હુપ્પાની, ચૌદમી યશેબાબની, 14પંદરમી બિલ્ગાની, સોળમી ઈમ્મેરની, 15સત્તરમી હેઝીરની, અઢારમી હાપ્પીસ્સેસની, 16ઓગણીસમી પથાહ્યાની, વીસમી હઝકિયેલની, 17એકવીસમી યાખીનની, બાવીસમી ગામૂલની, 18ત્રેવીસમી દલાયાની અને ચોવીસમી ચિઠ્ઠી માઝયાની નીકળી હતી.
19ઇઝરાયલના ઈશ્વર, યહોવાહે તેઓના પિતા હારુનને આપેલી આજ્ઞા મુજબ તેની મારફતે અપાયેલા હુકમ મુજબ સેવા કરવાને યહોવાહના ભક્તિસ્થાનમાં આવવાનો તેઓનો અનુક્રમ એ મુજબનો હતો.
લેવીઓની નામ-યાદી
20લેવીના બાકીના પુત્રો નીચે મુજબ છે:
આમ્રામના પુત્રોમાંનો શુબાએલ; શુબાએલના પુત્રોમાંનો યહદયા.
21રહાબ્યાના પુત્રોમાંનો યિશ્શિયા જે આગેવાન હતો.
22ઈસહારીઓમાંનો શલોમોથ. શલોમોથના પુત્રોમાં યાહાથ.
23હેબ્રોનના પુત્રોમાં સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ.
24ઉઝિયેલનો પુત્ર મિખા. મિખાના પુત્રોમાંનો શામીર.
25મિખાનો ભાઈ યિશ્શિયા. યિશ્શિયાનો પુત્ર ઝખાર્યા.
26મરારીના પુત્રો: માહલી તથા મુશી. યાઝિયાનો પુત્ર બનો.
27મરારીના પુત્રો: યાઝિયાનો બનો, શોહામ, ઝાક્કૂર અને ઈબ્રી.
28માહલીના પુત્રો એલાઝાર, તે નિ:સંતાન હતા.
29કીશનો પુત્ર: યરાહમેલ.
30મુશીના પુત્રો: માહલી, એદેર તથા યરિમોથ.
તે બધા તેમના કુટુંબ પ્રમાણે લેવીઓ હતા. 31તેઓએ પણ હારુનના પુત્રોની માફક દાઉદ રાજા, સાદોક, અહીમેલેખ અને યાજકો તથા લેવીઓનાં કુટુંબનાં મુખ્ય પુરુષોની હાજરીમાં ચિઠ્ઠીઓ નાખી. કુટુંબના મુખ્ય માણસોએ પોતાના નાના ભાઈઓની કુટુંબોની માફક જ ચિઠ્ઠીઓ નાખી.

Você sabia?
Organização dos sacerdotes e levitas
- Como os dois filhos mais velhos de Arão, Nadabe e Abiú, morreram sem filhos após oferecerem fogo estranho, apenas as linhagens de Eleazar e Itamar continuaram o sacerdócio. O rei Davi organizou esses descendentes em vinte e quatro turnos de serviço, sendo dezesseis de Eleazar e oito de Itamar.Fontes: o próprio texto bíblico · Eleazar · Ithamar · Nadab
- Para garantir a imparcialidade entre as duas linhagens, a ordem das escalas foi determinada por sorteio diante do rei Davi, de Zadoque e de Aimeleque. O escriba Semaías, um levita, registrou formalmente o nome de cada família à medida que o lote era sorteado.Fontes: o próprio texto bíblico · Zadok · Ahimelech
- Os demais clãs levitas, incluindo os descendentes de Coate e Merari, também foram organizados e designados para suas funções mediante sorteio. O processo tratou com igualdade tanto os chefes de famílias quanto seus irmãos mais jovens.Fontes: o próprio texto bíblico · Merari
Notas escritas com auxílio de IA a partir de fontes abertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, domínio público) e revisadas antes de publicar.
Lugares deste capítulo
- Holy Place · Hoje: on Mount Moriah · 31.778, 35.236 · versículo 5
Só aparecem lugares com identificação de alta confiança (90% ou mais segundo as fontes acadêmicas reunidas pelo OpenBible). Mapa da época: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; mapa atual: © colaboradores do OpenStreetMap; lugares: OpenBible.info (CC BY 4.0).
Créditos e licença desta tradução
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Fonte: http://ebible.org/guj2017/ · eBible.org