Nations Bible

1 Crônicas 11

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toque num versículo para ver as referências cruzadas.

દાઉદ યહૂદિયા અને ઇઝરાયલનો રાજા

1પછી સમગ્ર ઇઝરાયલે, હેબ્રોનમાં દાઉદની પાસે એકઠા થઈને કહ્યું, “જો, અમારો તારી સાથે લોહીનો સંબંધ છે, તારા કુટુંબીઓ છીએ. 2ગતકાળમાં શાઉલ રાજા હતો ત્યારે પણ ઇઝરાયલને બહાર લઈ જનાર તથા અંદર લાવનાર તું જ હતો. તારા પ્રભુ યહોવાહે તને કહ્યું હતું કે, ‘તું મારા ઇઝરાયલી લોકોનું પાલન કરશે, તું મારા ઇઝરાયલી લોકો પર અધિકારી થશે.” 3પછી ઇઝરાયલના બધા વડીલો હેબ્રોનમાં રાજા સમક્ષ આવ્યા, દાઉદે હેબ્રોનમાં યહોવાહની સમક્ષ તેઓની સાથે કરાર કર્યો. શમુએલ મારફતે અપાયેલા યહોવાહના વચન પ્રમાણે તેઓએ દાઉદને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો.

4દાઉદ તથા સર્વ ઇઝરાયલ, યરુશાલેમ એટલે યબૂસ ગયા. દેશના રહેવાસી યબૂસીઓ ત્યાં હતા. 5યબૂસના રહેવાસીઓએ દાઉદને કહ્યું, “તારાથી અંદર આવી શકાશે નહિ.” તો પણ દાઉદે સિયોનનો કિલ્લો જીતી લીધો. તે જ દાઉદ નગર છે. 6દાઉદે કહ્યું, જે કોઈ યબૂસીઓને પ્રથમ મારશે તે સેનાપતિ થશે.” સરુયાના દીકરા યોઆબે પ્રથમ હુમલો કર્યો, તે સેનાપતિ બન્યો.

7પછી દાઉદ કિલ્લામાં રહ્યો. માટે તેઓએ તેનું નામ દાઉદનગર પાડ્યું. 8તેણે મિલ્લોથી લઈને ચોતરફ નગર બાંધ્યું. યોઆબે બાકીના નગરને સમાર્યું. 9દાઉદ વધુ અને વધુ મહાન થતો ગયો, કેમ કે સૈન્યના ઈશ્વર તેની સાથે હતા.

દાઉદના પ્રખ્યાત શૂરવીરો

10દાઉદના મુખ્ય યોદ્ધાઓ કે જેઓ, ઇઝરાયલ વિષે ઈશ્વરના વચન પ્રમાણે તેને રાજા બનાવવા માટે ઇઝરાયલની સાથે દ્રઢપણે તેના રાજયમાં તેની પડખે રહ્યા. 11તેઓની દાઉદે ગણતરી કરી. તેઓ આ છે: હાખ્મોનીનો દીકરો યાશોબામ એ ત્રણમાંનો મુખ્ય સેનાપતિ હતો. તેણે પોતાની બરછીથી ત્રણસો માણસોને એક જ વખતે મારી નાખ્યા હતા.

12તેના પછી અહોહી દોદોનો દીકરો એલાઝાર હતો, જે ત્રણ યોદ્ધાઓમાંનો એક હતો. 13પાસ-દામ્મીમમાં તે દાઉદની સાથે હતો, ત્યાં જવના ખેતરમાં પલિસ્તીઓ લડાઈને સારુ એકઠા થયા હતા, લોકો પલિસ્તીઓની આગળથી નાસતા હતા. 14ત્યારે તેઓએ તે ખેતરની વચ્ચે ઊભા રહીને તેનો બચાવ કર્યો, પલિસ્તીઓને મારી નાખ્યા. ઈશ્વરે મોટો જય કરીને તેઓને બચાવ્યા.

15ત્રીસ આગેવાનોમાંના ત્રણ દાઉદની પાસે અદુલ્લામની ગુફામાં ગઢ આગળ જઈ પહોંચ્યા. પલિસ્તીઓના સૈન્યએ રફાઈમના મેદાનમાં છાવણી નાખી હતી. 16દાઉદ તે સમયે ગઢમાં હતો, બેથલેહેમમાં પલિસ્તીઓનું થાણું હતું. 17દાઉદે પાણી માટે આતુર થઈને કહ્યું, “જો કોઈ મને બેથલેહેમના દરવાજા પાસેના ફૂવાનું પાણી પીવડાવે તો કેવું સારુ!”

18તેથી આ ત્રણ શૂરવીર પુરુષોએ પલિસ્તીઓની છાવણીમાં ધસી જઈને તે દરવાજા પાસેના બેથલેહેમના કૂવામાંથી પાણી કાઢ્યું. તેઓ તે પાણી લઈને દાઉદની પાસે આવ્યા, પણ દાઉદે તે પાણી પીવાની ના પાડી. પણ તેણે તે ઈશ્વરની આગળ રેડી દીધું. 19પછી તેણે કહ્યું, હું આ કેમ પીઉં? “મારા ઈશ્વર મને એવું કરવા ન દો. આ પુરુષો કે જેઓએ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે તેઓનું લોહી હું કેમ પીઉં? કેમ કે તેઓ તો પોતાના જીવના જોખમે તે લાવ્યા છે.” માટે તે પીવાને રાજી ન હતો. આ કાર્યો એ ત્રણ યોદ્ધાઓએ કર્યાં હતાં.

20યોઆબનો ભાઈ અબિશાય તે ત્રણનો ઉપરી હતો. કેમ કે તેણે પોતાની બરછી ત્રણસો માણસોની વિરુદ્ધ ઉઠાવીને તેઓને મારી નાખ્યા. એમ કરીને તેણે ત્રણમાં નામના મેળવી. 21ત્રીસમાં તે વધારે નામાંકિત હતો અને તે તેઓનો ઉપરી થયો. જો કે તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ.

22કાબ્સએલના પરાક્રમી કૃત્યો કરનાર શૂરવીર પુરુષના દીકરા યહોયાદાનો દીકરો બનાયા હતો. તેણે મોઆબી અરીએલના બે દીકરાઓને મારી નાખ્યા. વળી તેણે હીમ પડતું હતું ત્યારે ગુફામાં જઈને એક સિંહને મારી નાખ્યો. 23વળી તેણે પાંચ હાથ ઊંચા મિસરી પુરુષને પણ મારી નાખ્યો. તે મિસરીના હાથમાં વણકરની તોરના જેવી એક બરછી હતી, પરંતુ તે ફક્ત લાકડી લઈને તેની સામે થયો. તેણે તે બરછી મિસરીના હાથમાંથી છીનવી લઈને તેની જ બરછીથી તેને મારી નાખ્યો.

24યહોયાદાના દીકરા બનાયાએ એ કાર્યો કર્યાં, તેથી તે પેલા ત્રણ યોદ્ધાઓના જેવો નામાંકિત થયો. 25તે પેલા ત્રીસ યોદ્ધાઓ કરતાં પણ વધારે નામાંકિત હતો, પણ તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ. દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો ઉપરી ઠરાવ્યો.

26વળી સૈન્યમાં આ યોદ્ધાઓ પણ હતા: યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો દીકરો એલ્હાનાન, 27શામ્મોથ હરોરી, હેલેસ પલોની, 28તકોઈ ઇક્કેશનો દીકરો ઈરા, અબીએઝેર અનાથોથી, 29સિબ્બખાય હુશાથી, ઈલાહ અહોહી.

30મહારાય નટોફાથી, નટોફાથી બાનાહનો દીકરો હેલેદ, 31બિન્યામીનપુત્રોના ગિબ્યાના રિબાયનો દીકરો ઈથાય, બનાયા પિરઆથોની, 32ગાઆશની ખીણવાળો હુરાય, અબીએલ આર્બાથી, 33આઝમાવેથ બાહરૂમી, એલ્યાહબા શાઆલ્બોની.

34ગેઝોની હાશેમના દીકરાઓ, હારારી શાગેનો દીકરો યોનાથાન, 35હારારી સાખારનો દીકરો અહીઆમ, ઉરનો દીકરો અલિફાહ, 36હેફેર મખેરાથી, અહિયા પલોની, 37હેસ્રો કાર્મેલી, એઝબાયનો દીકરો નારાય.

38નાથાનનો ભાઈ યોએલ, હાગ્રીનો દીકરો મિબ્હાર, 39સેલેક આમ્મોની, સરુયાના દીકરા યોઆબનો શસ્ત્રવાહક નાહરાય બેરોથી, 40ઈરા યિથ્રી, ગારેબ યિથ્રી, 41ઉરિયા હિત્તી, આહલાયનો દીકરો ઝાબાદ.

42રુબેનીઓનો મુખ્ય રુબેની શિઝાનો દીકરો અદીના અને તેની સાથે ત્રીસ સરદારો. 43માકાનો દીકરો હાનાન, યોશાફાટ મિથ્ની, 44ઉઝિયા આશ્તારોથી, અરોએરી હોથામના દીકરા શામા તથા યેઈએલ.

45શિમ્રીનો દીકરો યદીએલ, તેનો ભાઈ તીસી નો યોહા, 46અલીએલ માહવી, એલ્નામના દીકરો યરીબાઈ તથા યોશાવ્યા, યિથ્મા મોઆબણ, 47અલીએલ, ઓબેદ તથા યાસિયેલ મસોબાથી.

Você sabia?

A Coroação de Davi e Seus Valentes

  • Antes de ser conquistada por Davi, Jerusalém era conhecida como Jebus, uma fortaleza cananeia no monte Sião considerada inexpugnável por seus habitantes. Davi prometeu o comando do exército a quem liderasse o primeiro ataque, posto conquistado por seu sobrinho Joabe.Fontes: Jebus · Joab · o próprio texto bíblico
  • Quando Davi expressou o desejo de beber água do poço junto à porta de Belém, três de seus principais guerreiros romperam o acampamento filisteu para buscá-la. Recusando-se a beber a água obtida com o risco da vida deles, Davi derramou-a no chão como oferta ao Senhor.Fontes: Bethlehem · Jashobeam · Eleazar · o próprio texto bíblico
  • Benaia, filho de Joiada, celebrizou-se por façanhas extraordinárias em combate, incluindo matar um leão numa cova em um dia de neve e derrotar um guerreiro egípcio armado apenas com um cajado. Davi o nomeou comandante de sua guarda pessoal.Fontes: Benaiah · o próprio texto bíblico

Notas escritas com auxílio de IA a partir de fontes abertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, domínio público) e revisadas antes de publicar.

Lugares deste capítulo

  • Hebron · Hoje: Tel Rumeida · 31.525, 35.102 · versículos 1, 3
  • Jerusalem · 31.777, 35.234 · versículos 4, 8
  • City of David · 31.774, 35.236 · versículos 5, 7
  • Zion · Hoje: Jerusalem · 31.777, 35.234 · versículo 5
  • Valley of Rephaim · 31.763, 35.219 · versículo 15
  • Bethlehem · 31.704, 35.208 · versículos 16, 17, 18, 26
  • Moab · Hoje: Moab 1 · 31.181, 35.701 · versículos 22, 46
  • Tekoa · Hoje: Khirbet Teku’a · 31.632, 35.210 · versículo 28
  • Arabah · 30.417, 35.151 · versículo 32
  • Ammon · 31.955, 35.934 · versículo 39
  • Jattir · Hoje: Khirbet Attir · 31.352, 35.016 · versículo 40
  • Zobah · 33.935, 36.151 · versículo 47

Só aparecem lugares com identificação de alta confiança (90% ou mais segundo as fontes acadêmicas reunidas pelo OpenBible). Mapa da época: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; mapa atual: © colaboradores do OpenStreetMap; lugares: OpenBible.info (CC BY 4.0).

Créditos e licença desta tradução
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fonte: http://ebible.org/guj2017/ · eBible.org

Fale com a gente

Conte de onde você lê, como a Bíblia tem te ajudado ou o que podemos melhorar. Lemos todas as mensagens.