Nations Bible

Cantares 4

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.

1મારી પ્રિયતમા તું કેવી સુંદર છે તું મનોહર છે; મારી પ્રિયતમા!

તારા બુરખા પાછળ તારી આંખો કબૂતર જેવી છે;

તારા કેશ ગિલ્યાદ પર્વતના ઢાળ પરથી નીચે આવતાં,

બકરાનાં ટોળાં જેવા લાગે છે.

2તારા દાંત તરત કતરાયેલ

તથા ધોયેલ ઘેટીના જેવા સફેદ છે.

પ્રત્યેક ઘેટીને બબ્બે બચ્ચાં છે,

તેઓમાંની કોઈ વાંઝણી નથી.

3તારા હોઠ જાંબલી રંગના દોરા જેવા છે;

તારું મુખ ખૂબસૂરત છે! તારા બુરખાની પાછળ,

તારા બુરખાની પાછળ

તારા ગાલ દાડમના અડધિયા જેવા દેખાય છે.

4શસ્ત્રગૃહ થવા માટે બાંધેલો દાઉદનો બુરજ,

જેમાં હજારો ઢાલો લટકાવેલી છે એટલે

યોદ્ધાઓની સર્વ ઢાલો લટકાવેલી તેના જેવી તારી ગરદન છે.

5હરણીનાં જોડકાં બચ્ચાં

ગુલછડીઓમાં ચરતાં હોય,

તેવા તારા બન્ને સ્તન છે.

6સવાર થાય અને અંધારું દૂર થાય ત્યાં સુધી,

હું બોળના પર્વત પર

તથા લોબાનના ડુંગર પર જઈશ.

7મારી પ્રિયતમા, સર્વ બાબતોમાં તું અતિ સુંદર છે

તારામાં કોઈ ખોડ નથી.

8હે મારી નવવધૂ, લબાનોનથી તું મારી સાથે આવ.

લબાનોનથી મારી સાથે આવ;

આમાનાહના શિખર પરથી,

સનીર તથા હેર્મોન શિખર પરથી,

સિંહોની ગુફામાંથી,

દીપડાઓના પર્વતોની ગુફામાંથી આવ.

9હે મારી પ્રાણપ્રિયા, મારી નવવધૂ,

તેં મારું હૃદય મોહી લીધું છે

તારા એક જ નજરથી, તારા ગળાના હારના એક મણકાથી તેં મારું મન મોહી લીધું છે.

10મારી પ્રાણપ્રિયા, મારી નવવધૂ, તારો પ્રેમ કેવો મધુર છે!

દ્રાક્ષારસ કરતાં તારો પ્રેમ કેટલો ઉત્તમ છે?

તથા તારા અત્તરની ખુશ્બો સર્વ પ્રકારના સુગંધીઓ કરતાં કેટલી ઉત્તમ છે.

11મારી નવવધૂ, મધપૂડાની જેમ તારા હોઠમાંથી મીઠાશ ટપકે છે;

તારી જીભ નીચે મધ તથા દૂધ છે;

તારા વસ્રોની ખુશ્બો લબાનોનની ખુશ્બો જેવી છે.

12મારી પ્રાણપ્રિયા, મારી નવવધૂ, બંધ કરેલી વાડી;

બાંધી દીધેલો ઝરો, બંધ કરી દીધેલો કૂવા જેવી છે.

13તારી મોહિનીઓ જાણે કે દાડમડીઓના છોડ જેવી છે જેને મૂલ્યવાન ફળ લાગેલાં છે.

જેમાં મેંદી અને જટામાસીના છોડવાઓ છે, 14જટામાસી અને કેસર,

મધુર સુગંધી બરુ, તજ અને સર્વ પ્રકારના લોબાનનાં વૃક્ષો,

બોળ, અગર તથા સર્વ મુખ્ય સુગંધી દ્રવ્યો છે.

15તું બાગમાંના ફુવારા જેવી,

જીવંતજળનાં પાણી જેવી,

લબાનોનના વહેતા ઝરણાં જેવી છે.

16હે ઉત્તરના વાયુ, તું જાગૃત થા, અને હે દક્ષિણના વાયુ, તું આવ, મારા બગીચામાં તું વા કે જેથી તેની સુગંધીઓના સુવાસ સર્વત્ર ફેલાય, મારો પ્રીતમ પોતાના બગીચામાં આવે અને પોતાનાં મનોહર ફળો ખાય.

Ilustración artística: una interpretación, no un registro histórico.

¿Sabías que…?

La belleza de la novia y el huerto de especias

  • El poema invita a la novia a descender de las imponentes cordilleras del norte en el Líbano, que incluyen Amana, Senir y el monte Hermón. El monte Hermón es la cumbre más alta del Antilíbano, y las fuentes bíblicas señalan que Senir era el nombre amorreo para este monte.Fuentes: el propio texto bíblico · Hermon · Senir · Lebanon
  • El cabello de la amada se compara con un rebaño de cabras que desciende por el monte Galaad, una región fértil y montañosa situada al este del río Jordán.Fuentes: el propio texto bíblico · Gilead
  • La novia es descrita como un huerto cerrado, una fuente sellada y un vergel repleto de valiosas especias como nardo, azafrán, canela e incienso, lo que evoca exclusividad, frescura y fragancia.Fuentes: el propio texto bíblico

Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.

Lugares de este capítulo

  • Gilead · Hoy: Gilead 1 · 32.187, 35.692 · versículo 1
  • Lebanon · 33.540, 35.584 · versículos 8, 11, 15
  • Mount Hermon · 33.400, 35.850 · versículo 8
  • Senir · Hoy: Mount Hermon · 33.400, 35.850 · versículo 8

Solo aparecen lugares identificados con alta confianza (90 % o más según las fuentes académicas reunidas por OpenBible). Mapa de la época: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; mapa actual: © colaboradores de OpenStreetMap; lugares: OpenBible.info (CC BY 4.0).

Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fuente: http://ebible.org/guj2017/ · eBible.org

Habla con nosotros

Cuéntanos desde dónde lees, cómo te ha ayudado la Biblia o qué podemos mejorar. Leemos todos los mensajes.