Salmos 90
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.
ભાગ 4
ઈશ્વરભક્ત મૂસાની પ્રાર્થના.
1હે ઈશ્વર, પેઢી દરપેઢી
તમે અમારું નિવાસસ્થાન થયા છો.
2પર્વતો ઉત્પન્ન થયા હતા,
અને તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં, તે પહેલાંથી,
એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી, તમે ઈશ્વર છો.
3તમે મનુષ્યોને ધૂળમાં પાછા મેળવી દો છો
અને તમે કહો છો, “હે મનુષ્યપુત્રો પાછા ફરો.”
4કારણ કે તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષો
વીતી ગયેલી કાલના જેવાં છે
અને રાતના એક પહોર જેવાં છે.
5તમે તેઓને પૂરની જેમ તાણી જાઓ છો અને તેઓ નિંદ્રા જેવાં છે;
તેઓ સવારમાં ઊગતાં ઘાસ જેવા છે.
6તે સવારે ખીલે છે અને વધે છે;
સાંજે સુકાઈ જાય છે અને ચીમળાય છે.
7ખરેખર, તમારા કોપથી અમારો નાશ થાય છે
અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.
8તમે અમારા અન્યાય તમારી સમક્ષ,
અમારાં ગુપ્ત પાપો તમારા મુખના પ્રકાશમાં મૂક્યાં છે.
9તમારા રોષમાં અમારા સર્વ દિવસો વીતી જાય છે;
નિસાસાની જેમ અમે અમારા વર્ષો પૂરાં કરીએ છીએ.
10અમારી ઉંમરના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે,
અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય;
પણ તેઓનો ગર્વ, શ્રમ તથા દુ:ખમાત્ર છે.
હા, તે ઝડપથી પસાર થઈ જાય છે અને અમે ઊડી જઈએ છીએ.
11તમારા ક્રોધના બળને તથા તમારો રોષ ધ્યાનમાં લઈને
તે પ્રમાણે તમારી બીક રાખવી તે કોણ જાણે છે?
12તમે અમને અમારું જીવન એવી રીતે ગણવાને શીખવો
કે જેથી અમને ડહાપણવાળું હૃદય પ્રાપ્ત થાય.
13હે યહોવાહ, પાછા આવો; ક્યાં સુધી?
તમારા સેવકો પર કરુણા કરો.
14સવારે અમને તમારી કૃપાથી ભરી દો,
કે જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષ તથા આનંદમાં ગુજારીએ.
15જે દિવસોમાં તમે અમને દુઃખી કર્યા છે
અને જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે, તે પ્રમાણે અમને આનંદ પમાડો.
16તમારા સેવકોને તમારાં કૃત્યો
અને તેઓના દીકરાઓ પર તમારો મહિમા દેખાઓ.
17અમારા પર અમારા પ્રભુ ઈશ્વરની કૃપા થાઓ;
તમે અમારા હાથનાં કામ અમારે માટે સ્થાપન કરો;
હા, અમારા હાથનાં કામ તમે સ્થાપન કરો.

¿Sabías que…?
Una Oración sobre la Mortalidad y la Eternidad de Dios
- El encabezado identifica este texto como una oración de Moisés, describiéndolo como el hombre de Dios. Es el único salmo en la colección bíblica tradicionalmente atribuido a él.Fuentes: el propio texto bíblico · Moses
- El salmo contrasta la eternidad divina con la fragilidad de la existencia humana, comparando mil años a los ojos de Dios con un solo día que pasa o una vigilia de la noche, y la vida humana con la hierba que brota por la mañana y se marchita al atardecer.Fuentes: el propio texto bíblico
Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.
Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Fuente: http://ebible.org/guj2017/ · eBible.org