Salmos 68
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.
રાષ્ટ્રનું વિજયગાન
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત; ગાયન.
1ઈશ્વર ઊઠો; તેમના શત્રુઓ વિખેરાઈ જાઓ;
તેમને ધિક્કારનારા સર્વ લોકો પણ તેમની આગળથી નાસી જાઓ.
2તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાખો,
જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે,
તેમ દુષ્ટો ઈશ્વરની આગળ નાશ પામો.
3પણ ન્યાયીઓ આનંદ કરો; તેઓ ઈશ્વરની આગળ હર્ષ પામો;
તેઓ આનંદ કરો અને હર્ષ પામો.
4ઈશ્વરની સમક્ષ ગાઓ, તેમના નામનાં સ્તુતિગાન કરો;
એમના માટે રાજમાર્ગ બનાવો જે યર્દન નદીની ખીણના મેદાનોમાં થઈને સવારી કરે છે;
તેમનું નામ યહોવાહ છે; તેમની સમક્ષ આનંદ કરો.
5અનાથોના પિતા અને વિધવાઓના રક્ષણહાર,
એવા ઈશ્વર પોતાના પવિત્રસ્થાનમાં છે.
6ઈશ્વર એકલા માણસોને કુટુંબવાળા બનાવે છે;
તે કેદીઓને બંધનમાંથી છોડાવીને સમૃદ્ધિવાન કરે છે;
પણ બંડખોરો સૂકા અને વેરાન પ્રદેશમાં રહે છે.
7હે ઈશ્વર, જ્યારે તમે લોકોની આગળ આગળ ચાલ્યા,
જ્યારે અરણ્યમાં થઈને તમે કૂચ કરી, સેલાહ
8ત્યારે પૃથ્વી કાંપી;
વળી ઈશ્વરની આગળ આકાશમાંથી વરસાદ વરસ્યો,
ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વરની આગળ સિનાઈ પર્વત કાંપ્યો.
9હે ઈશ્વર, તમે પુષ્કળ વરસાદ વરસાવ્યો;
જ્યારે તમારું વતન નિર્બળ થયું હતું, ત્યારે તમે તેને બળવાન કર્યું.
10તમારા લોકો તેમાં રહે છે;
હે ઈશ્વર, તમે ગરીબો ઉપર ઉપકાર કરીને તેમની ભૂખ ભાંગી.
11પ્રભુ હુકમ આપે છે
અને તેઓને ખબર આપનાર એક મહાન સૈન્ય હતું.
12રાજાઓનું સૈન્ય નાસે છે, તેઓ દોડી જાય છે
અને સ્ત્રીઓ ઘરમાં બેસીને લૂંટ વહેંચવાની રાહ જુએ છે:
13જ્યારે તમે ઘેટાંના વાડામાં સૂઈ રહેશો,
ત્યારે જેની પાંખે ચાંદીનો ઢોળ અને પીંછાએ કેસરી સોનાનો ઢોળ ચઢાવેલો હોય,
એવા સૂતેલા કબૂતરનાં જેવા લાગશો.
14જ્યારે સર્વસમર્થે ત્યાં રાજાઓને વિખેરી નાખ્યા,
ત્યારે સાલ્મોનના પર્વત પર હિમ પડ્યા જેવું થયું.
15એક શક્તિશાળી પર્વત બાશાનનો પહાડી દેશ છે;
બાશાનનો પર્વત ઘણા શિખરોવાળો છે.
16અરે શિખરવાળા પર્વતો, ઈશ્વરે રહેવાને માટે જે પર્વત પસંદ કર્યો છે,
તેને તમે વક્ર દ્રષ્ટિએ કેમ જુઓ છો?
નિશ્ચે યહોવાહ ત્યાં સદાકાળ રહેશે.
17ઈશ્વરના રથો વીસ હજાર છે, લાખોલાખ છે;
જેમ તે સિનાઈના પવિત્રસ્થાનમાં છે, તેમ પ્રભુ તેઓમાં છે.
18તમે ઉચ્ચસ્થાનમાં ગયા છો; તમે બંદીવાનોને લઈને આવ્યા;
તમે માણસો પાસેથી ભેટો લીધી,
એ લોકો પાસેથી પણ જેઓ તમારી વિરુદ્ધ હતા,
કે જેથી યહોવાહ ઈશ્વર ત્યાં રહે.
19પ્રભુની સ્તુતિ થાઓ, કે જે રોજ આપણો બોજો ઊંચકી લે છે,
તે આપણા ઉદ્ધારના ઈશ્વર છે. સેલાહ
20ઈશ્વર એ આપણા ઈશ્વર છે જેમણે આપણને બચાવ્યા;
મરણથી છૂટવાના માર્ગો પ્રભુ યહોવાહ પાસે છે.
21પણ ઈશ્વર પોતાના શત્રુઓનાં માથાં ફોડી નાખશે,
પાપમાં રચ્યાપચ્યા રહેનારની કેશવાળી ખોપરી તે ફોડી નાખશે.
22પ્રભુએ કહ્યું, “હે મારા લોકો, હું તમને બાશાનથી પાછા લાવીશ,
હું સમુદ્રના ઊંડાણોમાંથી તમને પાછા લાવીશ.
23કે જેથી તું તારા શત્રુઓને શાપ આપે અને તેમના લોહીમાં તારો પગ બોળે
અને જેથી તારા કૂતરાઓની જીભને તારા શત્રુઓનો ભાગ મળે.”
24હે ઈશ્વર, તેઓએ તમારી સવારી જોઈ છે,
મારા ઈશ્વર, મારા રાજાના પવિત્રસ્થાનની સવારી તેઓએ જોઈ છે.
25આગળ ગાયકો ચાલતા હતા, પાછળ વાજાં વગાડનારા ચાલતા હતા
અને તેઓની વચમાં ખંજરી વગાડનારી કન્યાઓ ચાલતી હતી.
26હે ભક્તમંડળ, તમે ઈશ્વરની સ્તુતિ કરો;
ઇઝરાયલના વંશજો તમે યહોવાહની સ્તુતિ કરો.
27પ્રથમ ત્યાં બિન્યામીનનું નાનું કુળ આગેવાની આપે છે,
પછી યહૂદાના આગેવાનો અને તેઓની સભા,
ત્યારબાદ ઝબુલોનના આગેવાનો અને નફતાલીના આગેવાનો પણ ત્યાં છે.
28તમારા ઈશ્વરે તમારું બળ સર્જ્યું છે;
હે ઈશ્વર, જેમ ભૂતકાળમાં તમે તમારું સામર્થ્ય પ્રગટ કર્યું હતું તેમ અમને તમારું સામર્થ્ય પ્રગટ કરો.
29કેમ કે યરુશાલેમના તમારા ઘરમાં
રાજાઓ તમારી પાસે ભેટો લાવશે.
30સરકટોમાં રહેનાર વન્ય પ્રાણીઓને ધમકાવો,
બળદોનાં ટોળાં તથા વાછરડાં જેવા લોકોને પણ ઠપકો આપો.
જે લોકો વિજયી થવા ચાહે છે, તેઓને તમારા પગ નીચે કચડી નાખો;
જે લોકો યુદ્ધમાં રાજી હોય છે, તેઓને તમે વિખેરી નાખો.
31મિસરમાંથી રાજકુમારો આવશે;
કૂશના લોકો જલદી ઈશ્વર આગળ હાથ જોડશે.
32હે પૃથ્વીના રાજ્યો, તમે ઈશ્વર માટે ગાઓ; સેલાહ
યહોવાહનું સ્તવન કરો.
33પુરાતન કાળનાં આકાશોનાં આકાશ પર સવારી કરનારનું સ્તવન કરો;
જુઓ, તે પોતાની સામર્થ્યવાન વાણી કાઢે છે.
34પરાક્રમ કેવળ ઈશ્વરનું છે;
તેમની સત્તા ઇઝરાયલ પર છે
અને તેમનું સામર્થ્ય આકાશોમાં છે.
35હે ઈશ્વર, તમે તમારાં પવિત્રસ્થાનોમાં અતિ ભયાવહ છો;
ઇઝરાયલના ઈશ્વર પોતાના લોકોને સામર્થ્ય તથા બળ આપે છે.
ઈશ્વરની સ્તુતિ થાઓ.

¿Sabías que…?
El Dios Victorioso de Israel
- El salmo describe una gran procesión festiva hacia el santuario, encabezada por cantores, músicos y jóvenes que tocan panderos. Representantes tanto de tribos del sur, como el pequeño Benjamín y Judá, como del norte, como Zabulón y Neftalí, se unen en la celebración.Fuentes: el propio texto bíblico · Benjamin (patriarch) · Zebulun · Naphtali
- El texto contrasta el imponente monte de Basán, con sus múltiples cumbres, con el monte que Dios eligió para Su morada en Jerusalén. También compara la dispersión de los reyes derrotados por la tierra con la nieve que cae sobre Salmón, un monte boscoso cerca de Siquem.Fuentes: el propio texto bíblico · Bashan · Zalmon · Jerusalem
- Más allá de Israel, el salmo prevé que las naciones extranjeras se someterán y llevarán tributos a Jerusalén. Menciona expresamente la llegada de emisarios desde Egipto y de la tierra de Cus, al sur, extendiendo sus manos hacia Dios.Fuentes: el propio texto bíblico · Egypt · Cush · Jerusalem
Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.
Lugares de este capítulo
- Egypt · 30.129, 31.308 · versículos 7, 31
- Mount Bashan · Hoy: Jebel Druze · 32.667, 36.733 · versículo 15
- Mount Zion · 31.772, 35.229 · versículo 16
- Holy Place · Hoy: on Mount Moriah · 31.778, 35.236 · versículo 17
- Bashan · 32.781, 35.935 · versículo 22
- Jerusalem · 31.777, 35.234 · versículo 29
- Cush · Hoy: Cush 1 · 16.935, 33.751 · versículo 31
Solo aparecen lugares identificados con alta confianza (90 % o más según las fuentes académicas reunidas por OpenBible). Mapa de la época: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; mapa actual: © colaboradores de OpenStreetMap; lugares: OpenBible.info (CC BY 4.0).
Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Fuente: http://ebible.org/guj2017/ · eBible.org