Nations Bible

Salmos 50

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.

સાચી ભક્તિ

આસાફનું ગીત.

1સામર્થ્યવાન, ઈશ્વર, યહોવાહ, બોલ્યા છે

અને તેમણે સૂર્યના ઉદયથી તે તેના અસ્ત સુધી પૃથ્વીને બોલાવી છે.

2સિયોન, જે સૌંદર્યની સંપૂર્ણતા છે,

તેમાંથી ઈશ્વર પ્રકાશે છે.

3આપણા ઈશ્વર આવશે અને છાના રહેશે નહિ;

તેમની આગળ અગ્નિ બાળી મૂકશે

અને તેમની આસપાસ મહાતોફાન જાગશે.

4પોતાના લોકોનો ન્યાય કરવા

તે ઉપરના આકાશને તથા પૃથ્વીને બોલાવશે.

5“જેઓએ બલિદાનથી મારી સાથે કરાર કર્યો છે;

એવા મારા ભક્તોને મારી પાસે ભેગા કરો.”

6આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરશે,

કેમ કે ઈશ્વર પોતે ન્યાયાધીશ છે.

7“હે મારા લોકો, સાંભળો અને હું બોલીશ;

હું ઈશ્વર, તમારો ઈશ્વર છું.

8તારા બલિદાનોને લીધે હું તને ઠપકો આપીશ નહિ;

તારાં દહનીયાર્પણો નિરંતર મારી આગળ થાય છે.

9હું તારી કોડમાંથી બળદ

અથવા તારા વાડાઓમાંથી બકરા લઈશ નહિ.

10કારણ કે અરણ્યનું દરેક પશુ

અને હજાર ડુંગરો ઉપરનાં પશુઓ મારાં છે.

11હું પર્વતોનાં સર્વ પક્ષીઓને ઓળખું છું

અને જંગલના હિંસક પશુઓ મારાં છે.

12જો હું ભૂખ્યો હોઉં, તોપણ હું તમને કહીશ નહિ;

કારણ કે જગત તથા તેમાંનું સર્વસ્વ મારું છે.

13શું હું બળદોનું માંસ ખાઉં?

અથવા શું હું બકરાઓનું લોહી પીઉં?

14ઈશ્વરને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવ

અને પરાત્પર પ્રત્યેની તારી પ્રતિજ્ઞા પૂર્ણ કર.

15સંકટને સમયે મને વિનંતિ કર;

હું તને છોડાવીશ અને તું મારો મહિમા પ્રગટ કરશે.”

16પણ ઈશ્વર દુષ્ટને કહે છે કે,

“તારે મારા વિધિઓ શા માટે પ્રગટ કરવા જોઈએ?

મારો કરાર શા માટે તારા મુખમાં લેવો જોઈએ?

17છતાં પણ તું મારી શિખામણનો તિરસ્કાર કરે છે

અને મારા શબ્દો તું તારી પાછળ નાખે છે.

18જ્યારે તું ચોરને જુએ છે, ત્યારે તું તેને સંમતિ આપે છે;

જેઓ વ્યભિચારમાં જોડાયેલા છે તેઓનો તું ભાગીદાર થયો છે.

19તું ભૂંડાઈને તારું મોં સોંપે છે

અને તારી જીભ કપટ રચે છે.

20તું બેસીને તારા પોતાના ભાઈઓની વિરુદ્ધ બોલે છે;

તું તારી પોતાની માતાના દીકરાની બદનામી કરે છે.

21તેં આવાં કામ કર્યાં છે, પણ હું ચૂપ રહ્યો,

તેથી તેં વિચાર્યું કે હું છેક તારા જેવો છું.

પણ હું તને ઠપકો આપીશ અને હું તારાં કામ તારી આંખો આગળ અનુક્રમે ગોઠવીશ.

22હે ઈશ્વરને વીસરનારાઓ, હવે આનો વિચાર કરો;

નહિ તો હું તમારા ફાડીને ટુકડેટુકડા કરીશ અને તમને ત્યાં છોડાવવા માટે કોઈ નહિ આવે.

23જે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવે છે તે મને માન આપે છે

અને જે પોતાના માર્ગો નિયમસર રાખે છે

તેને હું ઈશ્વર દ્વારા મળતો ઉદ્ધાર બતાવીશ.”

¿Sabías que…?

El verdadero culto y el juicio divino

  • El Salmo 50 aborda el propósito de los sacrificios de animales en el antiguo Israel. El texto enfatiza que Dios no depende de ofrendas de toros o machos cabríos para su sustento, pues toda la creación le pertenece, exigiendo más bien sincera gratitud, cumplimiento de votos y rectitud de conducta.Fuentes: el propio texto bíblico
  • El salmo presenta a Dios hablando desde Sion, la colina de Jerusalén donde David estableció su fortaleza. Sion es descrita como perfecta en hermosura, siendo el lugar desde el cual Dios convoca a los cielos y a la tierra.Fuentes: Zion · el propio texto bíblico

Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.

Lugares de este capítulo

  • Zion · Hoy: Jerusalem · 31.777, 35.234 · versículo 2

Solo aparecen lugares identificados con alta confianza (90 % o más según las fuentes académicas reunidas por OpenBible). Mapa de la época: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; mapa actual: © colaboradores de OpenStreetMap; lugares: OpenBible.info (CC BY 4.0).

Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fuente: http://ebible.org/guj2017/ · eBible.org

Habla con nosotros

Cuéntanos desde dónde lees, cómo te ha ayudado la Biblia o qué podemos mejorar. Leemos todos los mensajes.