Nations Bible

Salmos 46

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.

પ્રભુ આપણી સાથે છે

મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું (ગીત); રાગ અલામોથ. ગાયન.

1ઈશ્વર આપણો આશ્રય તથા સામર્થ્ય છે,

સંકટને સમયે તે હાજરહજૂર મદદગાર છે.

2માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય

જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, તોપણ આપણે બીહીએ નહિ.

3જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય

જો તેના ઊછળવાથી પર્વતો કાંપી ઊઠે, તોપણ આપણે બીહીએ નહિ. સેલાહ.

4ત્યાં એક નદી છે જેના ઝરણાંઓ ઈશ્વરના નગરને

એટલે પરાત્પરના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે.

5ઈશ્વર તેની વચમાં છે; તેને હલાવી શકાશે નહિ;

મોટી સવારે ઈશ્વર તેને મદદ કરશે.

6વિદેશીઓએ તોફાન મચાવ્યું છે અને રાજ્યો ડગમગી ગયાં;

તેમણે ગર્જના કરી એટલે, પૃથ્વી પીગળી ગઈ.

7આપણી સાથે સૈન્યોના સરદાર યહોવાહ છે;

આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. સેલાહ.

8આવો યહોવાહનાં પરાક્રમો જુઓ,

તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે તે જુઓ.

9તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે;

તે ધનુષ્યને ભાંગી નાખે છે અને ભાલાને કાપી નાખે છે;

રથોને અગ્નિથી બાળી નાખે છે.

10લડાઈ બંધ કરો અને જાણો કે હું ઈશ્વર છું;

હું વિદેશીઓમાં મોટો મનાઈશ; હું પૃથ્વીમાં મોટો મનાઈશ.

11સૈન્યોના યહોવાહ આપણી સાથે છે;

યાકૂબના ઈશ્વર આપણા આશ્રય છે. સેલાહ.

¿Sabías que…?

Dios, Nuestro Refugio y Fortaleza

  • El encabezamiento identifica este cántico como perteneciente a los hijos de Coré y lo dirige al director del coro según Alamot.Fuentes: el propio texto bíblico
  • El poema contrasta conmociones caóticas —como montes derrumbándose en mares embravecidos y reinos que caen— con la calma de un río cuyas corrientes alegran la ciudad de Dios.Fuentes: el propio texto bíblico
  • Un tema central del salmo es el cese de los conflictos, describiendo a Dios poniendo fin a las guerras en toda la tierra al quebrar arcos, romper lanzas y quemar escudos en el fuego.Fuentes: el propio texto bíblico · Jacob (Israel)

Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.

Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fuente: http://ebible.org/guj2017/ · eBible.org

Habla con nosotros

Cuéntanos desde dónde lees, cómo te ha ayudado la Biblia o qué podemos mejorar. Leemos todos los mensajes.